આ રીતે બનાવો નાચોસ

recipes
recipes
  • સામગ્રી
  • મકાઇનો લોટ ૧ કપ (૧૫૦ ગ્રામ)
  • ઘઉંનો લોટ- ટ કપ (૭૫ ગ્રામ)
  • તેલ  ૧ ચમચી
  • હળદર -૧/૪ ચમચી
  • તેલ તળવા માટે
  • મીઠું સ્વાદ અનુસાર
  • અજમો  ચમચી

બનાવવાની રીત

એક મોટી પેનમાં મકાઇનો લોટ અને ઘઉંનો લોટ, મીઠું, હળદર અને તેલ  બરોબર મિક્સ કરો. અજમો મસળીને નાંખવો અને બધુ જ બરોબર મિક્સ કરો. પછી થોડા ગરમ પાણીથી કડક લોટ બાંધો. લોટને ૧૦થી ૧૫ મિનિટ ઠાંકીને રાખી મૂકો. તેથી લોટ ફૂલીને સેટ થઇ જાય. આટલો લોટ તૈયાર કરવા માટે ઠ કપથી ઓછા પાણીનો ઉપયોગ કરવો. લોટ સેટ થઇ જાય પછી હાથમાં થોડુ તેલ લઇને લોટને મસળવો. મકાઇના ચિપ્સ બનાવવા માટે લોટમાંથી નાના ગુલ્લા બનાવી તૈયાર કરો. લુવામાંથી પાતળી પૂરી વણલો. ત્યાર બાદ પૂરીમાં કાટા વડે કાંણા પાંડો અને પછી કટરથી તેને ત્રિકોણ આકારમાં કટ કરીલો. ત્યાર બાદ તેને તેલમાં લાઇટ બ્રાઉન કલરના તળી લો. થોડુ મરચુ, હળદર, ધાણાજીરૂ અને મીંઠુ એડ કરીને સુક્કો મસાલો બનાવો તે તડેલા નાચોસ પર ભભરાવો. હેલ્ધી ટેસ્ટી નાચોસને સાલસા મેયોનીસ અથવા તો ચીઝી ટીપ સાથે ખાઇ શકો છો.