Abtak Media Google News

27,000 દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ કરાયું હોવાનો તંત્રનો દાવો

મેલેરીયા અને મચ્છરો સામે કામગીરી કરવા માટે રાહ જોઈ બેસી રહેતા જુનાગઢના મેલેરિયા વિભાગ દ્વારા મેલેરીયા મુક્ત ગુજરાત-2022 અભિયાન અંતર્ગત જુલાઇ મહિનાને મેલેરીયા વિરોધી માસ તરીકે ઉજવણીના ભાગરૂપે વિવિધ કામગીરી કરવામાં આવી રહી હોવાનું જિલ્લા મેલેરીયા અધિકારી હરસુખ રાદડીયા એક યાદી દ્વારા જણાવી રહ્યા છે. અને એક વર્ષ દરમિયાન તંત્ર દ્વારા જિલ્લામાં મેલેરીયા માટે જોખમી ગામોના લોકોને વાહકજન્ય રોગથી રક્ષિત કરવા માટે 27000 લાંબાગાળાની દવાયુક્ત મચ્છરદાનીનું વિતરણ અને 30622 ની વસ્તીમાં જંતુનાશક દવાનો છંટકાવ કરવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.એક તરફ વરસાદથી ભરાયેલા રહેતા ગંદા પાણીના ખાબોચિયાં અને બીજી બાજુ ગ્રામ્ય પંથકમાં સ્વચ્છતાના અભાવે મચ્છરોનો ઉપદ્રવ વ્યાપક પ્રમાણમાં હોવાની અનેક બૂમો ગ્રામ્ય વિસ્તારની કાયમી રહી છે, ત્યારે દર વર્ષે આરોગ્ય વિભાગ દ્વારા મેલેરિયા મુક્ત જુલાઈ માસની ઉજવણી કરવામાં આવે છે અને તંત્ર દ્વારા મચ્છરોના નાસ અને મેલેરિયાને નાબૂદ કરવા અભિયાન આદરવામાં આવી છે, ત્યારે જુલાઈ માસમાં મચ્છર અને મેલેરિયા સામે લડવાની રાહ જોઈ બેસી રહેલ જૂનાગઢ જિલ્લાના મેલેરિયા વિભાગ દ્વારા વિવિધ કામારી થશે તેની એક અખબારી યાદી જાહેર કરવામાં આવી છે.

આમ જુલાઈ માસની રાહ જોઈ બેસી રહેતા જૂનાગઢના મેલેરિયા વિભાગે આખા વર્ષ દરમિયાન મચ્છર સામે કાગળો પર વાઘ દોરવાના બદલે નક્કર કામગીરી કરે અને જુલાઈ માસમાં મચ્છરો અને મેલેરિયા સામે યુદ્ધના જેવી કામગીરી કરવામાં આવે તેવી ગ્રામ્ય લોકોની લાગણી અને માંગણી ઉઠવા પામી છે.

 

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.