Abtak Media Google News

ભારતીય જનતા પાર્ટીની નિયત, નીતિ અને નેતૃત્વ સાફ છે: દિનેશભાઈ ટોળીયા

રાજકોટ વિધાનસભા ૬૯ ના ઉમેદવાર મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીના વિજયઘોષ માટે ભરવાડ સમાજ દ્વારા સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો. સમસ્ત માલધારી સમાજનું સંમેલન ભારત માતાના જયઘોષી ગુંજી ઉઠ્યું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ સમગ્ર ભરવાડ સમાજનો આભાર માનતા જણાવ્યું હતું કે, માલધારી સમાજ સદૈવ લાગણીસભર છે. માલધારી સમાજના ઉત્સાહી દેખાય છે ભાજપનો વિજય નિશ્ચિત છે. રાજકોટ સમાજના માલધારી સમાજના દિકરા દિકરીઓ ભણી ગણીને ડોકટર એન્જીનીયર બની શકે તે માટે રાજકોટમાં છાત્રાલય શરૂ કરવામાં આવશે.

કોંગ્રેસને આડે હા લેતા જણાવ્યું હતું કે, કોંગ્રેસી નિયત માત્ર જ્ઞાતિ, જાતિના વાડા ઉભા કરીને ગંદી રાજનીતિ કરવાની છે. કોંગ્રેસ સુત્ર લાવી હતી કે ગરીબી હટાવો તેની જગ્યાએ ગરીબોને જ હટાવી દીધા છે. ગુજરાતની સવા છ કરોડ જનતા વિકાસને વરેલી છે.

માટે વિકાસ ભલે મજાક હોય પરંતુ ગુજરાત માટે વિકાસ એ મિજાજ છે. વિકાસના નામી કોંગ્રેસ ડરી ગઈ છે. ગુજરાતના સર્વાંગી વિકાસના સંકલ્પ સો જનહિતલક્ષી નિર્ણયો લેવાયા છે. ફરીી ભારતીય જનતા પાર્ટી બહુમતીી વિજય મેળવવા માટે ચૂંટણી લડવા જઇ રહી છે. આ વખતે પણ વિકાસની રાજનીતિનો જ વિજય શે.

રાજકોટમાં ૨૪ કલાક પાણી, રોડ-રસ્તા, વિજળી, બસ પોર્ટ, ઈન્ટરનેશનલ એરપોર્ટ, તમામ રસ્તાઓ ઉપર સીસીટીવી કેમેરા આ બધુ જ ભારતીય જનતા પાર્ટીના શાસનમાં યું છે. કોંગ્રેસે માત્ર અરાજકતા ફેલાવવાનું કામ કર્યું છે જ્યારે ભાજપ માત્ર વિકાસ સો લોકોને સો લઈને ચાલવા માંગે છે. જ્ઞાતિ, જાતિની રાજનિતિી પર રહીને વિકાસના વિચારો સો પ્રજાને આવનારા પાંચ વર્ષમાં ગુજરાતને દુનિયામાં પ્રચલીત કરવાની નેમ રાખે છે.

સમસ્ત માલધારી સમાજના સ્નેહ મિલનમાં દિનેશભાઈ ટોળીયા, રઘુભાઈ ધોળકીયા, અનિલભાઈ રાઠોડ, જીતુભાઈ કોરોડીયા તા સમગ્ર માલધારી સમાજના અગ્રણીઓ હાજર રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.