Abtak Media Google News

સીબીઆઈ અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ ધરણા પર બેઠેલા પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીના ધરણા આજે પણ ચાલુ જ છે. તેમણે કહ્યું કે આ ધરણા દેશ અને બંધારણને બચાવવા માટે ચાલુ રહેશે. મમતા બેનરજી આખી રાત જાગતા બેસી રહ્યાં. આ દરમિયાન તેમણે ભોજન કરવાની પણ ના પાડી દીધી. તેમની સાથે તેમની પાર્ટીના વરિષ્ઠ નેતાઓ પણ જાગતા બેસી રહ્યાં. મમતા બેનરજીએ પોતાના ધરણાને સત્યાગ્રહ નામ આપ્યું.

તેમણે કહ્યું કે દેશને બચાવવા માટે આ સત્યાગ્રહ ચાલુ રહેશે. મમતા બેનરજીએ કહ્યું કે અમે જલદી નક્કી કરીશુ કે આગળ શું કરવું. પરંતુ આ ધરણા ચાલુ રહેશે. અમે અહીંથી હટીશુ નહી. મમતા બેનરજીએ કહ્યું કે તેમની ફોન પર અનેક નેતાઓ સાથે વાતચીત થઈ છે. મમતા બેનર્જીએ રવિવારે પણ કહ્યું હતું કે હું એ યકીન લાવી શકું છું કે હું મરવા માટે પણ તૈયાર છું પરંતુ કોઈ સામે હું નમીશ નહિ .

બેનર્જીએ એ પણ કહ્યું કે આ એક સત્યાગ્રહ છે અને જ્યાં સુધી દેશ સુરક્ષિત નહિ થાય ત્યાં સુધી હું આ ચાલુ રાખીશ.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.