Abtak Media Google News

51 મોબાઇલની ચિલ ઝડપના ગુનામાં જેલમાંથી છુટી માત્ર 20 જ દિવસમાં ખૂની હુમલો, ત્રણ બાઇક ચોરી અને ત્રણ ચિલ ઝડપ કર્યાની કબુલાત

શહેરના નાણાવટી ચોકમાં રહેતા રીઢા તસ્કર 51 જેટલા મોબાઇલની ચિલ ઝડપ અને ચોરીના ગુનામાં તાજેતરમાં જેલમાંથી છુટી અંજાર ચોરી કરવા ગયો ત્યારે હોમગાર્ડ જવાને પકડવા માટે કરેલા પ્રયાસ દરમિયાન હોમગાર્ડ જવાન પર ખૂની હુમલો કરી ભાગી છુટેલા તસ્કરને રાજકોટ એલસીબી ઝોન-1ની ટીમે પારેવડી ચોક પાસેથી ઝડપી લીધો છે. રીઢા તસ્કરે માત્ર 20 જ દિવસમાં અંજારમાં ખૂની હુમલો, અમદાવાદ, ગાંધીનગર અને મેટોડામાં ત્રણ બાઇકની ચોરી કરી ત્રણ ચિલ ઝડપ કર્યાની કબુલાત આપી છે.

પૂર્વ કચ્છના અંજારમાં પખવાડીયા પહેલા રાતના સમયે ચોરી કરતી વખતેસામે આવી ગયેલા બે હોમગાર્ડના જવાનમાંથી એકને છરીના ઘા ઝીંકી ભાગી ગયેલા આરોપી વિમલ સતીષ અગ્રાવત  (ઉ.વ.20, રહે. નાણાવટી ચોક, આવાસયોજનાના કવાર્ટર)ને એલસીબી ઝોન-1ના સ્ટાફે ઝડપી લીધો છે.  અંજારમાં ખુનની કોશિષનો ગુનો નોંધાયો હતો. જેમાં વોન્ટેડ રહ્યાના સમય દરમિયાન ચોરી અને ચીલઝડપના ગુના પણ આચર્યા હતા. એલસીબી ઝોન-1ના પીએસઆઈ બી.વી. બોરીસાગરે આરોપી વિમલને 2 મહિના પહેલાં ચીલઝડપ કરેલા 51 મોબાઈલ સાથે ઝડપી લીધો હતો. છૂટ્યા બાદ તેણે ફરીથી ચીલઝડપ અને ચોરીના ગુના આચરવાનુંચાલુ રાખ્યું હતું.

તેણે અમદાવાદના નરોડા પાટીયા પાસેથી, માળીયા બાયપાસ પાસેથી અને મેટોડા જીઆઈડીસી પાસેથી છેલ્લા 20 દિવસ દરમિયાન ત્રણ મોબાઈલ ફોનની ચીલઝડપ કર્યાની કબુલાત આપી છે. આ ઉપરાંત અમદાવાદ-બાવડા રોડ પરથી પેન્ડન્ટની ચીલઝડપ કર્યાની શાપર-વેરાવળ, અંજાર અને ગાંધીનગરના અડાલજમાંથી 3 વાહન ચોરી કર્યાની પણ કબુલાત આપી છે. તેની પાસેથી એલસીબી ઝોન-1ના સ્ટાફે વાહનો, મોબાઈલ અને તુટેલો ચેઈન મળી કુલ રૂા.1.44 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. પોલીસ સૂત્રોએ જણાવ્યું કે વિમલ ચોરી કરેલા બાઈક પર જીઆઈડીસી અને હાઈ-વે વિસ્તારમાંથી મોબાઈલ ફોનની અને ખાસ કરીને વૃદ્ધોના ગળામાંથી ચેઈનની ચીલઝડપ કરવાની ટેવ ધરાવે છે. સીસીટીવી કેમેરાથી બચવા મોટાભાગે રાત્રે કેવહેલી સવારેગુનાઆચરતો હતો. આરોપી આ અગાઉ રાજકોટ, કચ્છ, જામનગર, લોધીકા વગેરે શહેરોમાં ચોરી-ચીલઝડપ, હુમલા સહિતના દસ ગુનામાં પકડાઈ ચૂકયર્યો છે. અંજારમાં આરોપીએ હોમગાર્ડ જેવાન ઉપર ખુની હુમલો કર્યો ત્યારે તેની સાથે એક સગીર પણ હતો. જે સ્થળ પરથી પકડાઈ ગયો હતો. જયારે વિમલ અગ્રાવત ભાગી  ગયો હતો.

રીઢા તસ્કર વિમલ અગ્રાવતને પારેવડી ચોકમાંથી એલ.સી.બી. ઝોન-1 ના પી.એસ.આઇ. બી.વી. બોરીસાગર હેડ કોન્સ્ટેબલ વિજેન્દ્રસિંહ ઝાલા, ધર્મરાજસિંહ જાડેજા, જીતુભા ઝાલા, રવિરાજભાઇ પટગીર, સત્યજીતસિંહ જાડેજા અને દિવ્યરાજસિંહ જાડેજાએ ધરપકડ કરી તેની પાસેથી ચોરેલા બાઇક ચિલ ઝડપ કરેલો સોનાનો ચેન અને મોબાઇલ મળી રૂ. 1.44 લાખનો મુદામાલ કબ્જે કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.