Abtak Media Google News

10 વર્ષે પહેલા કુદરતી હાજતે ગયેલી  મહિલાનો આબરૂ લેવાયાનો પ્રયાસ કર્યા તો

અબતક, હળવદ

હળવદ તાલુકાના મયુરનગર ધનાળાના સીમાડે આવેલ વાડીએ વર્ષ 2011 માં આરોપીએ ફરિયાદી બેન વાડીએ કુદરતી હાજતે ગયેલા ત્યારે એકલતાનો લાભ લઈ ફરિયાદી બેનની આબરૂ લેવાના ઇરાદે છેડતી કરતા ફરિયાદી બેને બુમાબુમ કરતા તેમના પતિ આવી જતા આરોપીએ પાવડા વડે ફરિયાદીના પતિને બંને પગે માર મારી ઈજાઓ કરેલ જે કેસમાં હળવદ કોર્ટે આરોપીને એક વર્ષ અને છ માસની કેદની સજા અને રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે.

આ કેસની પ્રાપ્ત વિગતો અનુસાર હળવદ તાલુકાના રાયસંગપુર ગામે રહેતા એક બહેન પાસે તા.25/3/2011 ના રોજ આ જ ગામે રહેતા ત્રિભોવનભાઈ દેવરાજભાઈ દલવાડીએ ફરિયાદી બેન મયુરનગર-ધનાળાના સીમાડે આવેલ તેમની વાડીએ કુદરતી હાજતે ગયેલા ત્યારે એકલતાનો લાભ લઈ ફરિયાદી બેનની આબરૂ લેવાના ઇરાદે છેડતી કરતા ફરિયાદી બેને બુમાબુમ કરતા તેમના પતિ આવી જતા આરોપીએ પાવડા વડે ફરિયાદીના પતિને બંને પગે માર મારી ઈજાઓ કરેલ જે બનાવની ફરિયાદ જે તે સમયે આરોપી ત્રિભોવનભાઈ દેવરાજભાઇ દલવાડી વિરૂધ્ધ હળવદ પોલીસ મથકે નોંધાવતા પોલીસે ધોરણસરની કાર્યવાહી કરી હતી.

દરમિયાન આ છેડતી અને મારામારી અંગેનો અંગેનો કેસ આજે  આર.એમ.કલોત્રા સાહેબ, એડી.ચીફ.જ્યુડી.મેજી. સાહેબની કોર્ટ, હળવદ ખાતે ચાલી જતા સરકારી વકીલ એ.પી.માલવણીયાની ધારદાર દલીલો અને ફરિયાદી પક્ષે રજૂ થયેલા 12 મૌખિક અને 6 દસ્તાવેજી પુરાવાઓને ધ્યાને લઈને કોર્ટે આ કેસમાં આરોપી ત્રિભોવનભાઈ દેવરાજભાઈ દલવાડી રહે. રાયસંગપુર વાળાને માર મારી ઈજાઓ કરવાના કેસમાં દોષિત ઠેરવી એક વર્ષ અને છ માસની કેદની સજા તેમજ રૂપિયા દસ હજારનો દંડ ફટકાર્યો છે. આ દંડની રકમમાંથી રૂપિયા પાંચ હજાર વળતર પેટે ઈજા પામનાર સાહેદને ચૂકવવાનો તથા રૂપિયા પાંચ હજાર પ્રોસીક્યુશન ખર્ચ પેટે સરકાર ખાતે જમા કરાવવાનો હુકમ કર્યો છે જ્યારે છેડતી કરવા બાબતે શંકાનો લાભ આપીને નિર્દોષ છોડી મુકવાનો હુકમ કર્યો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.