Abtak Media Google News

જુનાગઢનો યુવક ગામમાં વાતાવરણ ડોળતો હોવાથી સરપંચ સહિતના લોકોએ ઢોર મારમારી મોતને ઘાટ ઉતાર્યો.

પોરબંદર જિલ્લાનાં રાણાવાવ તાલુકાના દોલતગઢ ગામે એકલવાયું જીવન જીવતા અને મુળ જુનાગઢ પંથકના યુવાનને ટોળા દ્વારા માર મારતા મરણ જતા બનાવ હત્યામાં પલટાયો અને સ્થાનિક પોલીસે પી.એમ. રીપોર્ટના આધારે ટોળા સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાણાવાવ તાલુકાના દોલતગઢ ગામે બે માસથી રહેતો રાજેશ માલદે વાઘાણી નામના ૨૯ વર્ષીય યુવાનને ટોળા દ્વારા માર મારતા લોહી લુહાણ હાલતમાં યુવક પોલીસ મથક ઘસી ગયો હતો. જયાં ફરજ પરના કર્મચારીઓ દ્વારા તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલે સારવાર આપી વધુ સારવાર અર્થે પોરબંદર ખાતેની હોસ્પિટલમાં ખસેડવામાં આવતા જયાં ટુંકી સારવાર દરમિયાન મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો હતો.

પોલીસે મૃતદેહને પી.એમ અર્થે ખસેડી ટોળા સામે હત્યાનો ગુનો નોંધી પ્રાથમિક તપાસમાં મૃતક રાજેશ વાઘાણી જુનાગઢ પંથકનો હોવાનું અને તેની માતાનું અવસાન થયેલ છે અને પિતા જુનાગઢ શહેરમાં એપાર્ટમેન્ટમાં ચોકીદાર છે. ઉપરાંત રાજેશ વાઘાણી એકલવાયું જીવન જીવે છે અને સેવાભાવી યુવાન તરીકે તેની ઓળખ છે તેના મિત્રની માતાની લૌકિક ક્રિયામાં આવ્યા બાદ છેલ્લા બે માસથી અહીં રોકાયા હોવાનું અને રાજેશ વાઘાણી નામના યુવાને અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા લોકો ઉશ્કેરાઈને લાકડી વડે માર માર્યાનું બહાર આવ્યું છે. પોલીસે અજાણ્યા શખ્સો સામે ગુનો નોંધી ધોરણસરની કાર્યવાહી હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.