Abtak Media Google News

પૂર્વ નગરપતીએ રાજ મહેલની જાળવણી માટે ઉઠાવ્યો અવાજ

અબતક,જીગ્નેશ પટેલ, માણાવદર

માણાવદરના ગાંધીચોકમાં આવેલ અને સને 1901માં મરહુમ નવાબ ગજનફરખાનજી બાબી (બીજા)એ બંધાવેલ ભવ્ય મહેલમાં હાલમાં નગરપાલિકા બેસે છે. આ મહેલમાં રાજુલા-રાજસ્થાનના કાળા પથ્થરો એક સરખા પસંદ કરી દોરી તથા પટીમાં સાંધો રોગો લગાડી ચૂના મગિયાથી ચોંટાડવામાં આવ્યા છે. કોબડી ખાણના તેમજ સોનગઢના પથ્થર પણ વપરાયા છે તથા દરવાજા માટે જોડકા સાગનું શ્રીકાર છલાડ તથા ફાટફૂટ વગરનું લાકડું વપરાયું છે.

માણાવદરની સાંસ્કૃતિક ધરોહર સમો આ વિશાળ મહેલ દેખરેખના અભાવે અળખામણો બની રહ્યો છે. મહેલના ઉપરના ભાગમાં ભવ્ય ટાઉન હોલ છે અને તેનો ઉપયોગ પાલિકાની સભાઓ તથા જાહેર કાર્યક્રમ માટે થાય છે. આ મહેલની દીવાલોમાં ઝાડવા ઉગી ગયા છે. નગર પાલિકાની નજર સામે આ મહેલની દશા બગડી રહી છે છતાં પાલિકા તેના તરફ ધ્યાન આપતી નથી.

માણાવદર નગરપાલિકાના પૂર્વ પ્રમુખ દેવજીભાઇ ઝાટકિયાએ આ મહેલમાં થઇ રહેલ નુકસાનને નિવારવા પાલિકાને લેખિતમાં રજૂઆત કરી છે અને વિધેયાત્મક પગલાં ભરવા માંગણી કરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.