Abtak Media Google News

પશ્ચિમ કચ્છ જીલ્લાના માંડવી તાલુકાના ધુણઇ ગામની સીમમાં વિદેશી દારૂના કટીંગ વેળાએ એલ.સી.એ. દરોડો પાડી ક્ધટેનરમાંથી રૂ. 10.91 લાખની કિંમતનો 2772 બોટલ દારૂ અને 810 બીયરના ટીન મળી રૂા. 15.91 લાખની કિંમતનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા બે બુટલેગરોની શોધખોળ હાથ ધરી છે.

પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ કચ્છ પંથકમાં વિદેશી દારૂની હેરાફેરી અટકાવવા ભુજ સરહદી રેન્જ વડા જે.આર. મોથલીયાને ઘ્યાને આવતા અને પશ્ચિમ કચ્છ જીલ્લા પોલીસ વડા સૌરભસિંઘએ દારૂ બંદીનો કડક અમલ કરવા આપેલી સુચનાને પગલે એલ.સી.બી. ના ઇન્ચાર્જ પી.આઇ. એસ.જે. રાણા અને પી.એસ.આઇ. એચ.એમ. ગોહિલ સહિતના સ્ટાફ દ્વારા પેટ્રોલીંગ હાથ ધરવામાં આવ્યું હતું.

પેટ્રોલીંગ દરમિયાન માંડવી તાલુકાના દરશડી ગામના  અનિલસિંહ લધુભા જાડેજા અને કડિણા ગામના મહીપતસિંહ કિશોરસિંહ વાઘેલા સહીત બન્ને શખ્સો માંડવી તાલુકાના ધુણઇ ગામની સીમમાં જીજે 18 ટી 9526 નંબરના ક્ધટેનરમાં વિદેશી દારૂ ઉતારી રહ્યાની મળેલી બાતમીના આધારે દરોડો પાડયો હતો.

દરોડા દરમ્યાન ક્ધટેનરમાંથી રૂ. 10.91 લાખની કિંમતનો 2772 બોટલ દારૂ અને 810 બીયરના ટીન મળી આવતા પોલીસે દારૂ અને વાહન મળી રૂ. 15.91 લાખનો મુદામાલ કબ્જે કરી નાશી છુટેલા બન્ને શખ્સોની શોધખોળ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.