Abtak Media Google News

મકાનમાં તોડફોડ કરી ખૂનની ધમકી દઇ ચાર શખ્સો ભાગી ગયાની પોલીસમાં નોંધાતી ફરિયાદ

માંગરોળ તાલુકાના ચંદવાણા ગામે પ્રેમ પ્રકરણના કારણે બે પરિવાર વચ્ચે ચાલતા વિવાદના કારણે ચાર શખ્સોએ યુવતીના મામાના મકાનમાં તોડફોડ કરી તલવારથી ખૂની હુમલો કર્યા અંગેની પોલીસમાં ફરિયાદ નોંધાઇ છે.આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ ચંદવાણા ગામે રહેતા ગોવિંદભાઇ ઉર્ફે રઘાભાઇ અરજણભાઇ કરગઠીયા નામના 38 વર્ષના યુવાને ચીંગરીયા ગામના પારસ  મુકેશ ચુડાસમા, નયદીપ કારા કોળી, રમેશ દેવા ચુડાસમા અને પારસ મુકેશ ચુડાસમાનો નાનો ભાઇ એ મકાનમાં તોડફોડ કરી તલવારથી હુમલો કર્યાની શીલ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

ગોવિંદભાઇ કરગઠીયાની ભાણેજ દિશા મોહન ડાકીને પારસ મુકેશ ચુડાસમા સાથે પ્રેમ સંબંધ હોવાથી બંનેના પરિવાર વચ્ચે અવાર નવાર ઝઘડા થતા હોવાથી ઉશ્કેરાયેલા પારસ મુકેશ ચાવડા અને તેના પરિવારના શખ્સો તલવાર, ધોકા અને લાકડીથી હુમલો કરી મકાનના દરવાજા તોડી ખૂની હુમલો કર્યાનું ફરિયાદમાં જણાવ્યું છે. શીલ પોલીસ મથકના પી.એસ.આઇ. જે.બી.સિંધવ સહિતના સ્ટાફે ચારેય શખ્સો સામે ગુનો નોંધી શોધખોળ હાથધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.