Abtak Media Google News

શહેરની ભાગોળે આવેલા હડમતીયા ગોલીડા ગામે કપડા ધોવા ગયેલી પુત્રવધૂને મોડુ થતા સસરાએ ઝઘડો કરી માર માર્યો હતો. આ અંગે વેવાઈને સમજાવવા ગયેલા કાકા સહિતના પર પણ હુમલો કર્યો હોવાનું સામે આવ્યું છે.

આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ શહેરની ભાગોળે આવેલા હડમતીયા ગોલીડા ગામે રહેતી ફિરોઝાબેન સોહિલભાઈ સાખલા (ઉ.વ.28) અને તેના કાકા સાદીકભાઈ અબ્દુલભાઈ અજમેરી (ઉ.વ.43) હડમતીયા ગોલીડા ગામે હતાં ત્યારે ફિરોઝાબેનના સસરા ઈબ્રાહીમએ ઝઘડો કરી માર માર્યો હતો.

હુમલામાં ઘવાયેલા કાકા-ભત્રીજીને સારવાર માટે ખસેડાયા હતાં. પ્રાથમિક પુછપરછમાં ફિરોઝાબેન નદીએ કપડા ધોવા ગયા હતા. ત્યારે તેણીને મોડુ થતાં સસરા ઈબ્રાહીમએ પાછળ જઈ પુત્રવધૂને માર માર્યો હતો. આ અંગે ફિરોઝાબેને રાજકોટ રહેતા માવતરને જાણ કરતાં કાકા સાદીકભાઈ અજમેરી સહિતના વેવાઈને સમજાવવા માટે ગયા હતા. ત્યારે ઈબ્રાહીમએ તેમના પર પણ હુમલો કરી માર માર્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે. આ બનાવ અંગે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.