Abtak Media Google News

 માંગરોળ બંદર વિસ્તારમાં રહેતા  યુવકે છેલ્લા એક વર્ષથી  યુવતીનો પીછો કરી, મોબાઇલ પર બીભત્સ માગણી કરી, આ યુવતી આવું ન કરે તો મારી નાખવાની ધમકી આપી, યુવતીના નગ્ન ફોટાઓ સોશિયલ મીડિયામાં વાયરલ કર્યા હોવાની એક શરમજનક ઘટના પોલીસમાં નોંધાતા પોલીસે આરોપી યુવક સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. માંગરોળ બંદર ખાતે રહેતા ગૌરવ હીરાભાઇ ખોરાવા એ માંગરોળ  રહેતી 20 વર્ષીય યુવતી  છેલ્લા એક વર્ષથી અવારનવાર પીછો કરી, તેણી પાસે મોબાઇલ ઉપર બીભત્સ માંગણીઓ કરી રહ્યો હતો. તથા યુવતી આવું ન કરે તો યુવતી અને યુવતીના પરીવારને જાનથી મારી નાખવાની ધમકી આપી, યુવતીની સંમતિ વગર યુવતીના નગ્ન ફોટો વોટ્સએપમાં વાઇરલ કર્યા અંગેની એક ફરિયાદ માંગરોળ મરીન પોલીસ સ્ટેશનમાં નોંધાતા આ આરોપી યુવક સામે ફિટકાર વરસી રહ્યો છે.આ બાબતે માંગરોળ મરીન પોલીસ સ્ટેશનામાં યુવતીએ   ગૌરવ હીરાભાઇ ખોરાવા સામે નોંધાવેલ ફરિયાદના આધારે પોલીસે આરોપી યુવક સામે વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કાર્યો છે, જેની તપાસ માંગરોળ મરીન પોલીસ સ્ટેશન પી.આઇ. એસ.એન.સાટી ચલાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.