Abtak Media Google News
  • મોદી સરકારના 9 સાલ બેમિસાલ

કેન્દ્ર સરકારના સુશાસનને 9 વર્ષ પૂર્ણ થતા 30 જૂન સુધી સરકારની વિકાસગાથા લોકો સુધી પહોંચાડવાની સાથે સાથે વિવિધ કાર્યક્રમોનું મહારાષ્ટ્રમાં રાજ્યસભા સાંસદ રામભાઈ મોકરીયાની સાથે મધ્યપ્રદેશના કેબિનેટ મંત્રી  અરવિંદ ભદૌરિયા જનસંપર્ક કરશે

 

ઉપરોક્ત કાર્યક્રમના આયોજનથી વાકેફ કરવા માહિતી આપતાં સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે, લોકોને માળખાકીય સુવિધા આપવા સાથે ગરીબી હટાવવાનું મહત્ત્વનું કામ ભાજપ સરકાર દ્વારા કરાયું છે.

ગરીબ ક્લ્યાણ યોજના છેવાડાના માનવી સુધી પહોંચી છે . કિસાનો , મહિલાઓ , વિદ્યાર્થીઓને લગત સરકારની યોજનાઓની આંકડાકીય માહિતી રજૂ કરશે.

સાંસદ રામભાઈ મોકરીયાએ જણાવ્યું કે, કેન્દ્રમાં ભાજપ સરકારે નવ સાલ બેમિસાલની કામગીરી કરી છે. આ અવસરે આખા દેશમાં વિશેષ જનસંપર્ક અભિયાન અંગે જણાવી ઉમેર્યું કે જનસંઘની સ્થાપના અને તેની વિચારધારા  વડાપ્રધાન  નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં મૂર્તિમંત થઇ છે. આ માસમાં સરકાર દ્વારા કરાયેલા કાર્યો લોકો સુધી પહોંચાડીશું તેમજ ઘરોઘર સુધી પહોંચી લોકોનો સંપર્ક કરવા સાથે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવશે.

મહારાષ્ટ્રના ભંડારા, ગડચિરોલી, નાગપુર, મુલાકાત લઇ એક મહિનો યોજાનારા કાર્યક્રમોમાં પ્રારંભ રેલી, સંપર્ક સમર્થન, સુધી વિકાસતીર્થ (લોક્સભા સ્તર), લાભાર્થી સંમેલન (મંડલ સ્તરે), વેપારી સંમેલન, પ્રબુદ્ધ સંમેલન (લોકસભા સ્તરે), સંયુક્ત મોરચા સંમેલન, ઘરઘર સંપર્ક, કેન્દ્ર – પ્રદેશ યોજના વિશાળ જનસભા સહિતના કાર્યક્રમ યોજવામાં આવશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.