Abtak Media Google News

હ્રદયરોગના હુમલાથી જોંગની તબિયત અતિ ગંભીર હોવાનો અમેરિકા અને દક્ષિણ કોરીયાનો દાવો: ઉત્તર કોરીયાના અખબારોએ આ અંગે કોઇપણ સમાચાર પ્રસિઘ્ધ ન કરતા અસમંજસ

ઉત્તર કોરિયાના સરકારી માઘ્યમોએ બુધવારે સુપ્રિમો કિમ જોગના આરોગ્યને લગતા કોઇ અહેવાલોને સમાચારોમાં  સ્થાન આપ્યું ન હતું. આંતરરાષ્ટ્રીય માઘ્યમોમાં કિમ જોગની બગડી ગયેલી તબિયત અંગે વહેતા થયેલા અહેવાલોમાં તેને હ્રદયરોગનો ગંભીર હુમલો આવતા ગંભીર હાલતમાં હોસ્૫િટલ ખસેડાયા હોવાની અને તેમની હાલત ગંભીર હોવાનું જણાવાયું હતું. અલબત ઉતર કોરીયા ના માઘ્યમોએ આ સમાચારોને બદલે રાબેતા મુજબના સમાચારો અને કિમના ઉપલબ્ધીઓ અને અર્થતંત્રનું લગતા મુદ્દાઓના જ સમાચાર પ્રસારિત કર્યા હતા.

Advertisement

દક્ષિણ કોરિયા અને ચીન અમેરીકન ગુપ્તચરના કિમ જોગના નાદુરસ્તી આરોગ્યના અહેવાલો સાથે સહમત થયા છે. અમેરિકન સરકારના સુત્રોએ કિમ ગંભીર રીતે માંદા પડયાના અહેવાલોનો નિર્દેશ આપ્યો હતો. ઉલ્લેખનીય છે કે ૨૦૧૮ અને ૧૯ દરમિયાન અમેરીકાના પ્રમુખ અને કિમ જોગ વચ્ચે અણુ હથિયારોના વિકાસ પડતો મુકવાના મુદ્દે ચર્ચા થઇ હતી. વ્હાઇટ હાઉસના સુત્રોએ જણાવ્યું હતું કે અમે જાણતા નથી કે કિમ જોગની તબીયતના સમાચાર સાચા છે કે અલબત કિમની તબીયત સારી ન હોવાનો સંદેહ એ સમયે ઉભો થયો કે જયારે ઉત્તર કોરિયાના સ્થાપક રાષ્ટ્રપિતા અને કિમના દાદા કિમ-ર સંગની  ગત ૧૫મી એપ્રિલે ઉજવાયેલી જન્મ જયંતિ ના કાર્યક્રમમાં કિમ ગેરહાજર રહ્યા હતા.

ઉત્તર કોરીયાના સમાચાર પત્રોમાં બુધવારે ખેલકુદ, વિવિધ દેશો સાથેના સંબંધો અને અન્ય સમાચાર પ્રસિઘ્ધ  થયા હતા. અગ્રણિય અખબાર ટુડાંગ સિનમુને કિમના અર્થતંત્ર  કાપડ ઉઘોગ શહેરી વિકાસ અને અન્ય મુદ્દાઓના સમાચાર પ્રસિઘ્ધ કર્યા હતા. કિમનું નામ દરેક અખબારોમાં ચમકયુ હતું પરંતુ તેમની ગંભીર હાલતની સ્થિતિ કોઇએ દર્શાવી નથી. માઘ્યમોમાં કિમે સિરિયાના પ્રમુખ બશર સાથે કરેલા પત્ર વ્યવહાર ને સ્થ્ાન આપવામાં આવ્યું છે. અને કિમ-ર સંગના જન્મ દિવસના અભિનંદનના સમાચારો પ્રસિઘ્ધ થયા હતા.

કિમ મુદ્દે દેશના માઘ્યમોએ ભારે ચુપકીદી સેવી છે. કિમને હ્રદય સંબંધી મુશ્કેલી આવી સ્થિતિ ખુબ જ ગંભીર બની ગઇ છે. અમેરિકાએ સત્તાવાર રીતે અનુમાન લગાવ્યું હતું કે ઓપરેશન પછી કિમની હાલત અતિગંભીર બની ગઇ છે તેમ છતાં ઉતર કોરિયા સરકારે આ અહેવાલોનું ખંડત કર્યુ હતું.

ટ્રમ્પના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર રોબર્ટ બે્રન ફોકસન્યુઝને જણાવ્યું હતું કે વ્હાઇટ હાઉસ આ ગતિવિધિઓ પર નજર રાખી રહ્યું છે. ઉતર કોરિયાના નિષ્ણાંતોએ કીમની પરિસ્થિતિ અંગે કોઇ જાહેરાત નથી કરી પરંતુ કિમ પોતાના દાદાના કાર્યક્રમમાં હાજર ન રહેતા અનેક સવાલો ઉભા થયા છે. દરેક વખતે કિમ પોતે જીવિત અને સુરક્ષિત હોવાના પુરાવા માટે કંઇક ને કંઇક કરવા માટે જાણીતા છે. પરંતુ ૧પમી એપ્રિલે યોજાયેલા વાર્ષિક મહોત્સવમાં તેની ગેરહાજરીએ ચર્ચા જગાવી છે.કિમ જોગ તેના પિતા કિમ જોગ-ર ના વર્ષ ૨૦૧૧ માં આવેલા હ્રદયરોગયથી થયેલા મૃત્યુ બાદ સત્તામાં આવીને ઉત્તર કોરયિામાં ત્રીજી પેઢીના શકિતશાળી શાસક તરીકે જગત માટે આવ્યો હતો.

દક્ષિણ કોરીયામાં સરકારી પ્રવકતાએ પણ કીમ જોંગ પર જોખમી ઓપરેશન થયાની પુષ્ટી કરી

દક્ષિણ કોરિયાના રાષ્ટ્રપતિ ભવન બ્લુ હાઉસના પ્રવકતાઓ એક સત્તાવાર નિવેદનમાં જણાવ્યું હતું કે હજુ કિમની સ્થિતિની કોઇ જાણ થઇ નથી. તેના ઉપર જોખમી ઓપરેશન થયું હોવાના સમાચારો મળ્યા છે. સિયોલથી પ્રસિઘ્ધ થતા એક અખબારમાં એવા અહેવાલો પ્રસિઘ્ધ થયા હતા કે ૩૬ વર્ષના કિમજોગને ૧રમી એપ્રીલે દવાખાને ખસેડવામા આવ્યા હતા. અંગ્રેજી છાપામાં પણ અજાણ્યા સ્ત્રોતના અહેવાલથી આ સમાચાર તાકવામાં આવ્યા હતા આ અહેવાલમાં જણાવવામાં આવ્યુ હતું કે ઓગષ્ટ મહિનામાં સતત સિગારેટ પીવાની આદત અને કામના ભારણથી  કીમની તબીયત બગડી હતી અને તેમને રાજધાની ટ યુર્યોગ યાંગમાં માઉન્ટ મોહયાંગ રિસોર્ટમાં સારવાર માટે રાખવામાં આવ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.