Abtak Media Google News

ગોચર ગ્રહો મુજબ રાજકારણમાં મોટા સમીકારણોમાં ફેરફાર મુજબ શરદ પવાર રાજીનામુ આપી રહ્યા છે જો કે મહારાષ્ટ્રના રાજકારણમાં હજુ ઘણા ફેરફાર આવવાના બાકી છે. ગોચર ગ્રહોની વાત કરીએ તો સાતમા લગ્નજીવનના સ્થાનમાં થી કેતુ મહારાજ પસાર થઇ રહ્યા છે અને કેતુ વિષે અત્રે લખ્યા મુજબ તે સબંધ વિચ્છેદ તરફ લઇ જાય છે તે મુજબ સુપ્રીમ કોર્ટે મહત્વની ગાઇડલાઇન આપતા છુટ્ટાછેડામાં સહમતી હોય તો ૬ માસ ની પ્રતીક્ષા કરવાની જરૂર નથી તે મહત્વની વાત કરી છે.

સાયબર ફ્રોડના કિસ્સા વધતા જાય છે અને ભવિષ્યમાં તે સરકાર માટે મોટું સરદર્દ બનવા જઈ રહ્યું છે અને આજના ફાસ્ટ લેવડદેવડના યુગમાં સાયબર ક્રાઇમ એક મોટો અવરોધ છે વળી પાછલા બારણેથી નીકળી જતો ડેટા પણ ચિંતા નો વિષય છે.

ચાંડાલ યોગ અને ચાર ગ્રહોની યુતિ વચ્ચે તિહાર જેલમાં ફરી ગેંગવોર જોવા મળી છે અને ધાર્મિક બાબતોમાં પણ વિશેષ ટિપ્પણી જોવા મળી રહી છે. આગામી દિવસોમાં પણ ધાર્મિક બાબતો વધુ ચર્ચામાં આવતી જોવા મળશે અને કેટલીક તેજાબી બયાનબાજી પણ જોવા મળશે.

-જ્યોતિષાચાર્ય રોહિત જીવાણી
૭૯૯૦૫૦૦૨૮૨ 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.