Abtak Media Google News

મહેસાણાના વિક્રમનાથજી બાપુ છેલ્લા ૩૬ વર્ષથી મહાશિવરાત્રીના મેળામાં પ૦૦ ગુરુભકતો સાથે પધારીને અન્નક્ષેત્ર શરુ કરી ભોજન સાથે ભજન પણ પીરસે છે

જુનાગઢ મહાશિવરાત્રી મેળો જેને આ વખતથી કુંભ મેળાનો દરરજો મળ્યો છે પરંતુ દાયકાઓથી પરંપરા ગત રીતે યોજાતા આ મેળામાં સ્વયંભુ મેદની ઉમટે છે. ગુજરાત સહીત ભારતભરમાં અને વિશ્ર્વમાં પ્રચલીત આ મેળો જુનાગઢ માટે તો જીવાદોરી સમાન છે જ પરંતુ ગીરનારના આ તપોભૂમિ જુનાગઢ સહીત બહારના લોકોના હ્રદયમાં પણ અનેરુ સ્થાન ધરાવે છે. મહેસાણા જીલ્લાના સંગમ ઘાટથી શામળનાથ આશ્રમના વિક્રમનાથજી બાપુની સાથે એજ વિસ્તારના ડોકટરો સહીતની ટીમ આવી મેળાના દિવસો દરમિયાન ભજન સાથે ભોજન  નો અલૌકિક લાભ માણે છે. તેમજ આ વિસ્તારમાં થતી ચમત્કારીક અનુભુતિ ખુલ્લા મોઢે સ્વીકારે છે.

આ અંગે વિસ્તૃત અહેવાલ અનુસાર મહેસાણા જીલ્લાના વિજાપુર તાલુકાન સંઘપુર ગામના સંગમઘાટ પાસેથી  વિક્રમનાથજી બાપુના સાનિઘ્યમાં પ૦૦ જેટલા ગુરુભકતનો ઉતારો પરંપરાગત રીતે છેલ્લા ૩૬ વર્ષથી મહાશિવરાત્રી મેળામાં આવે છે. ઉતારા સાથે અન્નક્ષેત્રને ધમધમતુ કરી સેવકો દિવસે ભૂખ્યાને ભોજન કરાવે છે. અને રાત્રે ભજન ની રમઝટ બોલે છે ઉતારા સાથે મુંબઇ, સુરત સહીતના ગામોથી ભકતો આવે છે. છેલ્લા ત્રીસ વર્ષ કરતા વધુ સમયથી ચા ઉતારા સાથે તે વિસ્તારના ડોકટરો પણ આવે છે. અને અહિં ભજન, ભોજન અને દયામા ધર્મલાભ લે છે.

અન્નક્ષેત્રના કોઇ પણ નાત જાત કે ઉચનીચના ભેદ ભાવ વગર એક જ પંગતે તમામ સેવક સમુદાય તેમજ ભાવિકો ભકતો પ્રસાદ લે છે. ચોખ્ખા ઘીમાં બનેલી વાનગી સાથે જંગલની મોજની સાથે જયારે ભજનનો સોનેરી સંગમ થાય છેત્યારે આ ભૂમી પર અલૌકિક અનુભુતી થાય છે તેવું આઉતારા સાથે આવતા શિક્ષીત લોકોનું પણ માનવું છે કે ભૂમી પર સહજતાથી ઘ્યાન થઇ શકે છે તેમજ કોઇપણ જાતના કંટાળા વગર નિરંતર ભજન કરવાનું મન થાય છે.

મોબાઇલ ટીવી જેવા ભૌતિક સાધનો સાથે હોતા નથી. તેમજ તેમની જરુર પણ લાગતી નથી આ વખતના સરકારના કુંભ મેળાની જાહેરાતથી લોકો પ્રભાવિત થયા હતા તેમજ વર્ષોવરસ આદ્યત્મીક આ ભૂમીને કોઇપણ સરકાર હોય તે સહકાર આપી આ મેળામાં દિવસેને દિવસે સુવિધા નો વધારો કરે તેવી ઇચ્છા વ્યકત કરી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.