૨૦મી માર્ચે દિવસ અને રાત એક સરખા

rajkot
rajkot

તા.૨૩મીથી દિવસ લંબાશે: ૨૧મી જૂને દિવસ સૌથી લાંબો દિવસ થશે

સૂર્યનો ક્રાંતિવૃત અને આકાશી વિષુવવૃત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદન બિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. આગામી ૨૦મી અને ૨૧મીએ દિવસ અને રાત સરખા જોવા મળશે. તા.૨૨મીથી દિવસ લંબાતો જાય છે અને તા.૨૧મી જુને લાંબામાં લાંબો દિવસનો લોકો અનુભવ કરશે. ખગોળીય ઘટનાનો અનુભવ કરવા ભારત જન વિજ્ઞાન જાથાની રાજય કચેરીએ અપીલ કરી છે.

જાથાના રાજય ચેરમેન અને એડવોકેટ જયંત પંડયાએ જણાવ્યું કે આગામી ૨૦મી અને ૨૧મીએ મુંબઈમાં દિવસ અને રાત ૧૨-૧૨ કલાકના, અપર અને સુક્ષ્મ ગણિત આધારે સુર્યોદય રાજકોટ ૬.૫૩, અમદાવાદ ૬.૪૭, મુંબઈ ૬.૪૫, સુરત ૬.૪૬, ભુજ ૬.૫૮, વડોદરા ૬.૪૪ જયારે સૂર્યાસ્ત રાજકોટ ૧૮.૫૩, અમદાવાદ ૧૮.૪૭, સુરત અને મુંબઈ ૧૮.૪૬ ભુજ ૧૮.૫૮, વડોદરા ૧૮.૪૪ સરેરાશ દિવસ ૧૨ કલાક અને ૭ સેક્ધડ જયારે રાત્રી ૧૧ કલાક, ૫૯ મિનિટ અને ૫૩ સેક્ધડ તા.૨૨મી માર્ચ પછી ઉતરોતર દિવસ લાંબો થતો જશે. આ દિવસ પછી સૂર્ય ઉતર તરફ ખસતો જતા ઉતર ગોળાર્ધની દિવસની લંબાઈ વધતી જાય છે અને રાત ટૂંકી થતી જાય છે. તા.૨૧મી જૂને લાંબામાં લાંબો દિવસ હોય છે. ૨૧મી માર્ચને વસંત સંપાત દિવસ અને તા.૨૧મી સપ્ટેમ્બરના દિવસે શરદ સંપાત તરીકે ઓળખાય છે. તા.૨૧મી સૂર્યની આકાશી વિષુવવૃતને છેદવાની પ્રક્રિયા શ‚ થતા તે દિવસે રાત-દિવસ સરખા થાય છે. આ દિવસ પછી ગરમીનું પ્રમાણ વધતું જાય છે. પૃથ્વી પોતાની ધરી ૨૩.૫ ને ખૂણે નમેલી હોય છે. હવે પૃથ્વીનું ઉતર તરફનું માથુ સૂર્ય તરફ તેટલા ખૂણે નમેલું જોવા મળશે. આપણે ઉતર ગોળાર્ધમાં વસવાટ કરતા હોવાથી સૂર્યના સીધા કિરણો આપણા વિસ્તારમાં આવતા હોવાને કારણે ગરમીનું પ્રમાણ વધે છે. જયારે ૨૧મી જુન પછી સૂર્ય પુન:દક્ષિણ દિશા તરફ વળે છે તેથી તેને દક્ષિણયાન કહે છે. દિવસ-રાતની લંબાઈ ચંદ્રની દિશા, સૂર્ય તરફ પૃથ્વીનો ઝુકાવ અને સૂર્યને પરિભ્રમણ ગતિ વિગેરે પરિબળો પર આધારીત હોય છે. જે સતત બદલાતા રહે છે. આથી દિવસ-રાતની લંબાઈમાં દસ મિનિટનો તફાવત સ્વાભાવિક માન્ય ગણાય છે.