Abtak Media Google News

ગુજરાત અને ગુજરાતીઓની સાહસ ગાથા સદીઓથી દુનિયામાં ચર્ચા રહી છે ગમે તેવી કપરી પરિસ્થિતિમાં સંઘર્ષ અને પુરુષાર્થ કરી સફળતા પ્રાપ્ત કરવી ગુજરાતીઓ માટે ડાબા હાથનો ખેલ ગણાય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગુજરાતીઓની આરોગ્યની સ્થિતિ કથળી ગઈ હોય રોગચાળોને હવે તો ખબર ન પડે તેવી આંખના પલકારામાં હૃદય રોગથી જુવાનિઓના મૂર્તિઓનું પ્રમાણ ચિંતાજનક રીતે વધી રહ્યું છે કોઈપણ પરિસ્થિતિમાં મહેનત કરવામાં ક્યારેય પાછી પાની ન કરતા ગુજરાતના જુવાનિયાઓ ખેતીમાં ધરતી થી અમૃત જેવું અનાજ ઉઘાડે દરિયાના પેટાળમાંથી માછલી પકડવી હોય કે પ્રદેશ ખેડવામાં કાળી મજૂરી કરવામાં ગુજરાતી તન મનથી ક્યારેય પાછો પડતો નહીં પરંતુ હવે જાણે કે ગુજરાતને ખાસ કરીને ગુજરાતના જુવાનિયાઓને કુદરતની નજર લાગી ગઈ હોય તેમ અકાળે મૂર્તિના બનાવો વધી ગયા છે કોઈ કહે છે કે કોરોના કારણે હૃદય અને ફેફસા નબળા પડી ગયા છે પરંતુ ખરું કારણ ગુજરાતની પૌષ્ટિક 16 જાતના શાક દાળ ભાત પાપડ અથાણા છાશ કાપડ ગોરસ ની ફુલ થાળી જમણ જગ્યાએ હવે  બજારુ જંક ફૂટની આદત ગુજરાતીઓ માટે ભારે પડી ગઈ છે

ભર જુવાનીએ દિલ દગો દઈ દે એ દિલદાર ગુજરાતીઓને કેમ પરવડે?

ગુજરાત આખામાં છેલ્લા પાંચ સાત વર્ષથી ભયજનક રીતે બીપી, હૃદય રોગ, ફેફસાના રોગ જેવાકે શ્વાસ, અસ્થમા તથા એલર્જી અને ચામડીના રોગો અને આંતરડાના રોગોનું પ્રમાણ વધી રહ્યું છે..લાગે છે કે હવે પછી ગુજરાતની મોટાભાગની પ્રજા હાર્ટ એટેક થી  જ મરશે..!

30 વર્ષથી ઉપરના મોટાભાગના લોકોનો બી એમ આઈ બોડી માસ ઇન્ડેક્ષ ખૂબ વધારે છે..!

દાબેલી,વડાપાઊ,ગાંઠીયા ભજીયા વાળા ખુલ્લેઆમ ધોવાનો ડિટર્જન્ટ પાવડર વાપરીને, પામોલિન તેલ અને એ પણ પાછું વારંવાર તળી તળીને ઝહેર જેવા બની ગયેલા તેલમાં બનેલું ફરસાણ પાચનતંત્ર અને હૃદયને ખેદાન મેદાન કરી નાખે છે…! બિલાડીના ટોપની જેમ ઠેરઠેર ઉગી નીકળેલા પંજાબી ફૂડ ની લારી અને ચાઈનીઝ હાટડીઓ ચલાવનારા આજી નો મોટો નાખીને ગુજરાતીઓની  કમર તોડી નાખે છે

જે લોકો મહિનામાં ચાર વાર પણ બજારું દાબેલી, વડાપાઊ, ભાજી, ગાંઠિયા કે ભજીયા ખાય છે તે આવતા પાંચેક વર્ષમાં હૃદય રોગના દર્દી ચોક્કસ બની જવાના છે..અને મોટાભાગના તો હૃદય રોગી બની પણ ચૂક્યા છે..!પરંતુ એમાંના 50% ના લોકોએ ઉકલી જાય ત્યાં સુધી ડોક્ટર પાસે તપાસ કરાવવાની તસ્દી લીધી નથી…..!!

બાકી જો એ જાડિયાઓને ચેક કરાવો તો ખબર પડે એ હવે કાંઠે જ બેઠા છે…

શનિવારે કે રવિવારે ઘેર શુદ્ધ અને સાત્વિક જમવા ને બદલે નિમ્ન મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગની ગૃહિણીઓને એવું તો શું ઘેલું લાગ્યું છે કે , બજારમાં ખુલ્લા માં લોખંડના કે પ્લાસ્ટિકના ગંધાતા ટેબલો પર ગમે તેવા  અજાણ્યા લોકોની બાજુ બાજુમાં બેસીને ગંધારું ગોબરુ પેટમાં ભરે છે..!

પાછા સહપરિવાર લાઈનમાં તટળીને ગૌરવથી ઊભા પણ રહે છે.!

આજના મધ્યમ વર્ગમાં ફેશન થઈ ગઈ છે કે શની રવિવારે તો ફરજિયાત બજારું  ખોરાક ખાવો જ પડે..!

પૈસાની તંગી હોય તો પણ બૈરાઓ ઘરવાળાને ખેંચી જતા લાગે છે કેમ કે એક દિવસ એને રાંધવું ના પડે..!આવું કરવામાં અને દેખાડવામાં એ લોકો પ્રાઉડ અનુભવે છે

પાછા વટ કે સાથ….આડોશી પડોશીમાં પ્રચાર પણ કરે કે અમે તો રવિવારે કોઈ દિવસ સાંજે ઘેર રસોઈ ના બનાવીએ….જે લોકો ટ્રાફિક સિગ્નલ ઉપર 30 સેક્ધડ ઊભા રહેવા માટે પણ અકળામણ અનુભવતા હોય છે..તેવા લોકો રેસ્ટોરન્ટ કે લારી ઉપર જમવાની લાઈનમાં ઊભા રહેવાની સહનશક્તિ  વધી ગઈ છે … ગુજરાત અને ગુજરાતીઓની બગડતી જતી આરોગ્ય સ્થિતિ સુધારવા અને ખાસ કરીને હકાડે આવતા હૃદય રોગના હુમલાને અટકાવવા માટે સચેત બનીને હવે ઝંક ફૂડ અને ખાસ કરીને દાબેલી પકોડા જેવી વસ્તુઓથી દૂર રહેતા શીખવું જોશે

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.