Abtak Media Google News

આ રહ્યા ને ટનાટન રાખવાના સાત કુદરતી ઉપચારો…

માનવ શરીર ને નિરામય અને દીર્ધાયુ ની પ્રાપ્તિ કરવી હોય તો શરીરના તમામ અંગો ની જાળવણી કરવી પડે અને તેમાં પણ કિડનીને લગતી સમસ્યા હોય તો એ જરૂરી છે કે તેના માટે ખાસ વિશેષ તકેદારી રાખવી જોઈએ કેમકે કિડની શરીર ની સફાઈ અને શરીરને નિરોગી વિડીયો રાખવા માટે ઝેરી પદાર્થો અને નિકાલ કરવાનું કામ કરે છે શરીરમાં કિડની ગરબડ મૃત્યુ સુધીનું જોખમ ઊભું કરી શકે છે એટલે જે લોકોને કિડની પ્રારંભિક સમસ્યા પણ હોય તે લોકોને ખૂબ જ સાવચેતી રાખવાની હિમાયત કરવામાં આવે છે

ટનાટન રાખવા માટે ખાસ જીવનશૈલી અને પોષણયુક્ત ખોરાક પર ભાર મૂકવામાં આવ્યો છે અહીં એવા સાત રસ્તાઓ બતાવવામાં આવ્યા છે જે કુદરતી અને સંપૂર્ણપણે નૈસર્ગિક છતાં પણ કિડનીને રાખવામાં રામબાણ અસર કરે છે

1.. પાણીનો ભરપૂર ઉપયોગ થવો જોઈએ. તરસ્યા જરાય ન રહેવું…

કિડની બગડવાની શરૂઆતનું કારણો માં પાણીની અછત ગણવામાં આવે છે આખો દિવસ પૂરતું પાણી પીવું જોઈએ પાણી શરીરના ઝેરી પદાર્થો ભુવા નું કામ કરે છે તંદુરસ્ત વ્યક્તિ કે રોજના ઓછામાં ઓછા 8 ગ્લાસ પાણી પીવું જોઇએ જેનાથી કિડની યોગ્ય રીતે કામ કરી શકે તેમ છતાં કિડનીના રોગો થયા હોય તેવી પરિસ્થિતિમાં પાણી કેટલું પીવું તે ડોક્ટરની સલાહ પ્રમાણે લેવું હિતાવહ માનવામાં આવે છે

2 બોક્સકિડની માટે વિટામીન સી આશીર્વાદ રૂપ ગણાય છે

ખોરાકમાંથી મળતા વિટામીન અને ખનીજ તત્વો શક્તિશાળીએન્ટી ઓક્સિડેન્ટ ગણાય છે વિટામીન સી કિડનીમાં પથરી ઓગાળવા નું કામ કરે છે વિટામીન સી વાળો ખોરાક કિડની નું સ્વાસ્થ્ય સુધારવા માટે અસરકારક હોય છે કિડનીને ફાયદો થાય તેવા ફળોમાં નારંગી કાકડી બ્રોકોલી સૌથી વધુ અસરકારક માનવામાં આવે છે

3 સફરજન કિડનીનો સાચો દોસ્ત..

સફરજન પેશાબમાં એસીડીટી ના નિયમ નું કામ કરે છે અને કિડનીમાં પેદા થતાં બેક્ટેરિયા ને ગુજરાતી અટકાવે છે સફરજન માં રહેલા એન્ટિ ઇન્ફ્લેમેટરી તત્વો એટલે કે બેક્ટેરિયા  નિર્મૂલન કરતા તત્વો કિડનીના રોગ અને ખાસ કરીને ચેપ લાગવા સામે સુરક્ષિત રાખે છે

4 કિડની માટે રાજમાં એટલે તમામ સમસ્યાનો એક ઉકેલ

પ્રોટીનથી ભરપૂર રાજ માં કિડની માટે ખૂબ જ ફાયદાકારક ગરાજમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય ફાઇબર પ્રોટીન શરીરના પાચનતંત્રને તંદુરસ્ત રાખે છે રાજ માં ડાયાબિટીસના દર્દીઓ માટે પણ નિશા સેમ ઇન્ડેક્સ ના કારણે ખુબ જ ઉપયોગી છે રાજમા વિટામિન બી ની ઉપસ્થિતિ શરીરમાંથી કચરો અને ખાસ કરીને કિડનીમાં ફસાયેલા પથરી ના કાકરા દૂર કરવામાં મદદરૂપ થાય છે રાજમાંથી પથરીની સમસ્યા નિવારી શકાય છે

5 લીંબુનું પાણી અને મધ ન્યુ સેવન લાભકારક

કિડની ની જાળવણી માટે લીંબુનું પાણી અને મધ નું દ્રાવણ ખુબજ અસરકારક માનવામાં આવે છે અને કિડની જ નહીં સમગ્ર શરીર માટે આ બે વસ્તુ નું મિશ્રણ ફાયદાકારક છે લીંબુમાં સાઈટ્રિક એસિડ હોય છે જે કિડનીની પથરી સામે કામ આવે છે અને પથરી ના કારણેપેશાબ માં વધતા કલેકટરેટ નું નિયમન કરે છે નિયમિત લીંબુનો રસ અને મધનું સેવન કરવાથી પથરી નો દુખાવો મટે છે અને કિડનીમાંથી તાત્કાલિક ધોરણે નો નિકાલ થઈ જાય છે મધ અને લીંબુ કિડની મા ફસાયેલી પથરીને ઓગાળી નાખે છે

6 નિયમિત રીતે બ્લડ પ્રેશર તપાસતા રહેવું જોઈએ

કિડની ની જાળવણી માટે શરીરના લોહીનું દબાણ નિયમિત હોવું જરૂરી છે હાઈ બ્લડપ્રેશર થી કિડનીના રોગોનું જોખમ વધે છે જો સામાન્ય કરતાં વધુ બ્લડ પ્રેશર રહેતું હોય તો તાત્કાલિક ડોક્ટરની સલાહ મુજબ યોગ્ય અને નિયમિત સારવાર કરવી જોઈએ

  1. ખજૂરનું સેવન કિડની માટે ખૂબ ફાયદાકારક

ખજૂર ને આખો દિવસ પાણીમાં પલાળીને ખાવાથી તે ખૂબ જ ફાયદા કારક સાબિત થાય છે પલાળેલી ખજૂર કિડનીમાંથી પથરી દૂર કરવાની શક્તિ ધરાવે છે ખજૂરમાં કિડનીમાંથી પથરી દૂર કરી શકે તેવા ફાઇબર હોવાના કારણે તે વધુ અસરકારક છે ખજૂરમાં મેગ્નેશિયમ તાંબુ અને વિવિધ પ્રકારના તત્વો હોવાથી કિડનીને યોગ્ય રીતે ચાલતી રાખવામાં તે મદદરૂપ થાય છે આમ પલાળેલી ખજૂર, રાજ માં, રસ અને મધ વિટામીન સી ધરાવતા ફરો અને સફરજન જેવા ઘરેલુ સંસાધનો નો ખોરાકમાં ઉપયોગ વધારવાથી કિડની ટનાટન રહે છે

કિડનીને ટનાટન રાખવા માટે અથવા તો કિડનીની ઊભી થયેલી સમસ્યાના નિવારણ માટે ઘરેલુ ઉપચાર માં સૌથી અસરકારક લીંબુપાણી મધ સાથે.. રાજ માં અને સફરજન ને અક્સિર માનવામાં આવે છે સાથે સાથે ખજૂરમાં રહેલા તત્વો પણ કિડનીમાંથી કચરો અને પથરી દૂર કરવામાં ઉપયોગી થાય છે રેસાયુક્ત ખોરાક ખાવાથી કિડની ની સફાઈ વધુ ઝડપી બને છે આમ કિડની ને યાંત્રિક ભાષામાં કહીએ તો શરીરનું કાર્બોરેટર ગણી શકાય કાર્બોરેટર માં કચરો આવી જાય તો ગાડી બંધ પડી જાય કિડની ને અપટુડેટ રાખવાથી જીવન સુખમય અને લાંબુ જીવવા નો લાભ મળે છે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.