Abtak Media Google News

૧૧ નવદંપત્તિઓએ પ્રભુતામાં પગલા માંડયા: ૯૫ જેટલી વસ્તુઓ ભેટમાં અપાઈ

શહેરનાં ૫૦ ફૂટ રોડ પર આવેલ વિવાહ પાર્ટી પ્લોટમાં રાજકોટ મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી) જ્ઞાતિ યુવા મંડળ દ્વારા સમુહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતુ ૧૧ દિકરીઓનો જાજરમાન લગ્નોત્સવ યોજાયો હતો. જેમાં સમાજના લોકો હર્ષભેર જોડાયા હતા.

Vlcsnap 2019 12 09 12H24M18S696

આ સમુહ લગ્નમા દિકરીઓને ૯૫ જેટલી વસ્તુઓ આપવામાં આવી હતી ૧૧ નવદંપતિએ પ્રભુતામાં પગલા માંડયા હતા.

મચ્છુ કઠીયા સઈ સુતાર (દરજી)સમાજ ટ્રસ્ટ ૧૪એના મેનેજીંગ ટ્રસ્ટી હિંમતલાલ કેશવલાલ ચૌહાણ એ અબતક સાથેની વાતચીતમાં જણાવ્યું કે સતત ૧૫મી વખત સમુહ લગ્નોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ૧૧ નવદપંતિઓ પ્રભુતામાં પગલા માંડશે આ ઉપરાંત દિકરીઓને ૯૫ ઘરવખરીનો સામાન આપવામાં આવ્યો હતો. સવિશેષ સમગ્ર સંચાલન જ્ઞાતિનાં યુવા મંડળ અને મહિલા મંડળે સંભાળેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.