Abtak Media Google News
  • નવી swift અને ડીઝાયરને ભારતીય રસ્તાઓ પર ઘણી વખત પરીક્ષણ કરતી જોવા મળી છે.
  • જે બલેનોમાં પણ જોવા મળે છે. તેનું ઈન્ટિરિયર બલેનો હેચબેક જેવું હોઈ શકે છે.

Automobile News :વર્ષ 2024માં Maruti suzuki ભારતીય બજારમાં 4 નવી કાર લોન્ચ કરશે. તેમા eVX કોન્સેપ્ટ પર આધારિત તમામ નવી ઇલેક્ટ્રિક SUV સાથે ઇલેક્ટ્રિક સ્પેસમાં પણ પ્રવેશ કરશે. આ સિવાય ન્યુ જનરેશન swift અને Dezire આગામી 2 થી 3 મહિનામાં રજૂ કરવામાં આવશે એટલું જ નહીં, MSIL ગ્રાન્ડ વિટારા પર આધારિત નવી 3-રો SUV પણ તૈયાર કરી રહી છે, જે 2024ના પ્રથમ ક્વાર્ટરમાં આવવાની શક્યતા જોવા મળી છે.

41 1

ન્યુ જનરેશન સુઝુકી Swift જાપાનની બજારમાં પહેલેથી જ જોવા મળી છે. નવી swift અને ડીઝાયરને ભારતીય રસ્તાઓ પર ઘણી વખત પરીક્ષણ કરતી જોવા મળી છે. હેચબેક ફેબ્રુઆરી-માર્ચ 2024માં આવે તેવી શક્યતા જોવા મળી છે. જ્યારે નવી Dezire 2024ના બીજા ક્વાર્ટરમાં આવવાની ધારણા છે.જે બલેનોમાં પણ જોવા મળે છે. તેનું ઈન્ટિરિયર બલેનો હેચબેક જેવું હોઈ શકે છે. નવી swift અને ડિઝાયરમાં 1.2-લિટર ,3-સિલિન્ડર Z-સિરીઝ એન્જિન દ્વારા સંચાલિત થવાની અપેક્ષા છે, જે 82bhp અને 108Nm જનરેટ કરી શકે છે.

42 2

તે જ સમયે, Maruti suzuki eVX ઇલેક્ટ્રીક SUVનું પ્રોડક્શન વર્ઝન સપ્ટેમ્બર-ઓક્ટોબર 2024ની આસપાસ રજૂ કરવામાં આવી શકે છે. suzukiના નવા મોડલનું ઉત્પાદન ગુજરાત પ્લાન્ટમાં કરવામાં આવશે. તે સંપૂર્ણપણે નવા સ્કેટબોર્ડ પ્લેટફોર્મ પર આધારિત હશે. આ ઇલેક્ટ્રિક એસયુવી બે બેટરી વિકલ્પો – 60kWh અને 48kWh સાથે ઓફર કરવામાં આવે તેવી શક્યતા છે.

43 3 Maruti suzuki 2024ના પ્રથમ ક્વાર્ટરમાં (સંભવતઃ ફેબ્રુઆરીમાં) લોન્ચ થઈ શકે છે. નવા મોડલને પેટ્રોલ, હાઇબ્રિડ અને CNG પાવરટ્રેન સાથે રજૂ કરવામાં આવે તેવી સંભાવના છે. તે માર્કેટમાં Mahindra XUV700, Hyundai Alcazar અને Tata Safari સાથે સ્પર્ધા કરશે.

I AM CRICKTER INDIAN ARMY

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.