Abtak Media Google News

૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ એગ્રીકલ્ચર, ટ્રાન્સપોર્ટ, એનર્જી, ઓટોમેશન, આઈ.ટી.જેવા વિભાગના ૮૦ થી પણ વધુ પ્રોજેકટ બનાવ્યા

પ્રોજેકટ બેઇઝડ લર્નિંગ દ્વારા એન્જિનિયરોનું કૌશલ્ય વિકસાવવાના હેતુથી પ્રોજેકટ ફેરનું આયોજન કરાયું

મારવાડી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ હેતુ માટે સતત પ્રયત્નશીલ રહે છે. જેના ભાગરૂપે આજરોજ મારવાડી યુનિવર્સિટીના ઈજનેરી છાત્રાએ સોસાયટીના કનડતા પ્રશ્ર્નોને ઉકેલવા માટે ૨૧મી સદીનો પ્રોજેકટ બેઝડ અભ્યાસક્રમ રજુ કર્યો હતો. જે અંતર્ગત આજરોજ મારવાડી યુનિવર્સિટી ખાતે પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૨૦૦થી વધુ વિદ્યાર્થીઓએ અલગ-અલગ થીમ પર ૮૦ થી વધુ પ્રોજેકટ તૈયાર કર્યા હતા અને તેની માહિતી પુરી પાડી હતી.

પત્રકાર પરિષદમાં યુનિવર્સિટીના હેડ ઓફ ડીપાર્ટમેન્ટ સી.ડી.પરમાર, ડીન ડો.આર.બી.જાડેજા, રજીસ્ટાર નરેશ જાડેજા અને પ્રિન્સીપાલ આર.એમ.ઝાલા હાજર રહ્યા હતા. પત્રકાર પરિષદ સંબોધતા જણાવ્યું હતું કે, મારવાડી યુનિવર્સિટીનું ધ્યેય વિદ્યાર્થીઓને કૌશલ્ય સક્ષમ બનાવવા ૨૧મી સદીની સ્કીલ મળી રહે અને એમ્પોયબીલીટી ઉતરોતર વધતુ રહે તે પ્રકારના સીલેબસ તથા એસેસમેન્ટ ડેવલોપ કરવામાં આવે છે. અહીં વર્લ્ડ કલાસ, ઈન્ફ્રાસ્ટ્રકચર, કવાલીફાઈડ પ્રોફેસરો પેડાગોગી રિસર્ચ અને બેસ્ટ પ્રેકટીસીસ ઈન ટીચીંગ લર્નીંગ પ્રોસેસ દ્વારા ભાર વગરનું ભણતર અને સ્કીલ બેઝડ ડેવલોપમેન્ટ પર ભાર મુકવામાં આવે છે.

ડીપાર્ટમેન્ટ ઓફ ઈલેકટ્રોનીકસ અને કોમ્યુનિકેશન એન્જીનીયરીંગ દ્વારા હાલમાં જ એક વિષય બેઝીક ઓફ ઈલેકટ્રોનીકસ એન્જીનીયરીંગને આઉટકમ બેઝડ એજયુકેશનને મધ્યમાં રાખીને ભણાવવામાં આવેલ છે. જેના અંતર્ગત ફર્સ્ટ સેમેસ્ટરના કમ્પ્યુટર એન્જીનીયરીંગ, ઈન્ફોર્મેશન ટેકનોલોજી તથા ઈન્ફોર્મેશન એન્ડ કોમ્યુનિકેશન ટેકનોલોજીના વિદ્યાર્થીઓને ભવિષ્યમાં આ વિષયનો ઉપયોગ તેમની કાર્ય પ્રણાલીમાં આવે એ હેતુથી સીમ્યુલેસન બેઝડ લર્નિંગ તથા પ્રોજેકટ બેઝડ લર્નિંગથી કરાવવામાં આવેલ છે.

પ્રોજેકટ બેઝડ લર્નિંગના ભાગરૂપે ત્રણ થી ચાર વિદ્યાર્થીઓની ટીમ દ્વારા સમાજના કોઈ એક કોમ્યુનીટીને નડતી મુશ્કેલીનું સમાધાન થઈ શકે તેવા આઈડિયાને વર્કિંગ મોડેલથી દર્શાવવાનું રહે છે. આ માટે ૩૦૦ વિદ્યાર્થીઓ સાથે સાત થી આઠ પ્રોફેસરોની ટીમનું બ્રેઈન સ્ટ્રોમિંગ થયેલ છે. જેના અંતે ૭૦ થી વધારે અવનવા આઈડીયા દ્વારા સોસાયટીના પ્રશ્ર્નોનું સોલ્યુશન આપવા વિદ્યાર્થીઓએ તેમની કલ્પનશીલતાને વાચા આપી છે. એન્જીનીયરીંગ ફોર સોસાયટીના વિષય પર પ્રદર્શન થયેલ.

આ પ્રોજેકટ એક્ષિબિશનમાં એગ્રીકલ્ચર, ટ્રાન્સપોર્ટ, એનર્જી, ઓટોમેશન, આઈટી વગેરે વિભાગના પ્રશ્ર્નો જે વુમન, પેરેન્ટસ, ડ્રાઈવર, વૃદ્ધ, અંધજન, વિદ્યાર્થી, મહેમાન વગેરે કમ્યુનિટીના જીવનમાં આવતી સમસ્યાઓનો ઉકેલ ઈલેકટ્રોનિકસ અને સોફટવેરના આધારે કરવામાં આવેલ છે. જેનું વર્કિંગ મોડેલ દ્વારા પ્રદર્શન કરેલ છે.

આ પ્રોજેકટ ફેરમાં મુખ્યત્વે સ્માર્ટ સ્ટીક ફોર બ્લાઈન્ડ પીપલ, સ્માર્ટ ચેર ફોર કમ્ફર્ટેબલ સીટીંગ, વોઈસ આસિસ્ટેડ, હોમ ઓટોમેશન સીસ્ટમ, સ્માર્ટ કેન્ડલ, બેબી મોનીટરીંગ સીસ્ટમ, સ્માર્ટ ફામિંગ પાર્કિંગ, આસિસ્ટન્ટ સિસ્ટમ, વિયરેબલ ગ્લાસીસ વીથ ઈન્ફોર્મેશન, ફોલ ડીટેકટર, વુમન સેફટી, રડાર સિસ્ટમ, સેલ્ફ કંટ્રોલ રોબોટ, પર્સન ફોલોઓર રોબોટ, ઓટોમેટીક પમ્પ ક્ધટ્રોલર, સ્માર્ટ સ્ટ્રીટલાઈટ, ચાઈલ્ડ મોનીટરીંગ યુઝીંગ સ્માર્ટ સાઈકલ વગેરે પ્રોજેકટોનું પ્રદર્શન કરવા વિદ્યાર્થીઓએ ભારે જહેમત ઉઠાવેલ છે અને પ્રોજેકટ માટે વાલીઓનું પણ આમંત્રિત કરેલા હતા.

આ પ્રોજેકટની સફળતા માટે ડીન ડો.આર.બી.જાડેજા, ડો.આર.એલ.જાલા, ડો.સારંગ પાંડે તથા રજીસ્ટ્રાર નરેશ જાડેજા દ્વારા ખુબ અભિનંદન પાઠવેલ છે અને ભવિષ્યમાં પણ આવા કાર્યક્રમ યોજવા પ્રોત્સાહિત કરેલ છે. મારવાડી કોલેજના કો-ફાઉન્ડર અને વાઈસ ચેરમેન જીતુભાઈ ચંદારાણા દ્વારા પ્રોજેકટ બેઝડ તથા સીમ્યુલેશન બેઝડ લર્નિંગ પ્રવૃતિમાં સામેલ દરેક પ્રાધ્યાપકોને અભિનંદન પાઠવ્યા હતા.

સ્માર્ટ સ્ટ્રીટ લાઈટ કંટ્રોલ

Dsc 0387રસ્તા પરની સ્ટ્રીટ લાઈટને વાહન અને રાહદારીઓની ઉપસ્થિતિમાં ચાલુ કરવામાં આવે તો આ સ્ટ્રીટ લાઈટ સતત ચાલુ રહેવાથી થતી વિજળીને ખુબ જ વધારે પ્રમાણમાં દુરઉપયોગને ઘટાડીને નહીવત કરી શકાશે. વિદ્યાર્થીઓએ સ્માર્ટ લાઈટનું હાર્ડવેર બનાવી સાથો સાથ આકર્ષક મોડલ બનાવ્યું હતું. આ સ્ટ્રીટ લાઈટ રસ્તા પરના વાહનો અને રાહદારીઓ હોય ત્યારે ચાલુ રહે અને વાહન કે રાહદારીના હોય ત્યારે બંધ થઈ જાય ટુંકમાં આ પ્રોજેકટની વિજળીની બચત થઈ શકે. આ પ્રોજેકટ માટે ઈજનેર વિદ્યાર્થી નિર્સંગ સતાણી અને ટીમે જહેમત ઉઠાવી હતી.

સ્માર્ટ કેન્ડલ એન્ડ બેબી મોનીટરીંગ

Dsc 0388આ પ્રોજેકટમાં વિદ્યાર્થીઓએ માઈક્રો કંટ્રોલર અને વિવિધ સેન્સરનો ઉપયોગ કરીને સ્માર્ટ પારણુ બનાવ્યું હતું. આ પારણામાં લગાવેલું સેન્સર બાળક રડે કે તરત જ માતા-પિતાને એલર્ટ આપે છે. પારણાને સ્વયંસંચાલિત રીતે જુલવા માંડે છે સાથો સાથ બાળકને ગમે તેવા હાલરડા પણ વગાડે છે. આ પ્રોજેકટ માટે કૌશલ દોશી અને તેમની ટીમ જહેમત ઉઠાવી હતી.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.