Abtak Media Google News

મસાલા માઈનસ ટેમ્પરેચરમાં દળાશે ,જેથી બેઝિક ગુણધર્મો યથાવત રહેશે: બારમાસી મસાલા સાચવવા પોટલી પણ નહીં મુકવી પડે

કિચ ગ્રૂપે ફાર્મકિંગ ફૂડ પ્રોડક્શન પ્રા.લી.નામનું નવું સાહસ શરૂ કર્યું: પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપતા કંપનીના સંચાલકો

રાજકોટની ભાગોળે, રાજકોટ-ગોંડલ હાઈ વે પર કિચ ગ્રૂપ દ્વારા ફાર્મકિંગ ફૂડ પ્રોડક્શન પ્રા.લિ. નામથી દેશના સૌથી આધુનિક પૈકીનો એક ક્રાયોજેનિક ટેક્નોલોજી એટલે કે સુપર કૂલ ટેમ્પરેચર ગ્રાઉન્ડિંગ પદ્ધતિવાળો ફુલ્લી ઓટોમેટિક પ્લાન્ટ સ્થાપવામાં આવ્યો છે.

આશરે એક લાખ ચોરસ ફૂટ કરતા મોટી જગ્યામાં કાર્યાન્વિત આ પ્લાન્ટ અંગે ફાર્મકિંગના મેનેજિંગ ડાયરેક્ટર નિતીનભાઈ હપાણીએ જણાવ્યું હતું કે, અમેરિકા, જાપાન, બ્રિટન જેવા વિકસિત દેશો કે જ્યાં ફૂડની શુદ્ધતા, ગુણવત્તા અને પૌષ્ટિકતા અંગે પૂરી જાગૃતિ હોય છે તેવા દેશોમાં જ વપરાતી ટેક્નોલોજીવાળો પ્લાન્ટ આપણે રાજકોટમાં પણ સ્થાપી શક્યા છીએ. એક રીતે ભારતમાં ફૂડની ગુણવત્તા અને શુદ્ધતાના પ્રતિબિંબ સમાન આ પ્લાન્ટ છે.

તેમણે જણાવ્યું હતું કે, મરચું, હળદર, ધાણાજીરુ જેવા ખોરાકના પાયાના મસાલા સામાન્ય ઘંટીમાં દળવામાં આવે ત્યારે ભારે ગરમી ઉત્પન્ન થાય છે અને તેના કારણે મસાલાના બેઝિક ગુણધર્મો ઘણા અંશે બળી જાય છે. પરંતુ, ફાર્મકિંગ દ્વારા સ્થાપિત ક્રાયોજેનિક પ્લાન્ટમાં દરેક મસાલા માઈનસ ટેમ્પરેચરમાં દળવામાં આવે છે અને તેથી મસાલાના તમામ બેઝિક ગુણધર્મો જળવાઈ રહે છે અને લોકોને પૌષ્ટિકતાયુક્ત શુદ્ધ મસાલાનો ટેસ્ટ મળી રહે છે.

શુદ્ધ મસાલાની સાથોસાથ ફાર્મકિંગ કંપનીમાં તમામ પ્રકારની કઠોળના દેશના સૌથી એડવાન્સ પ્લાન્ટમાં સોર્ટિંગ અને ક્લિનિંગ પ્રક્રિયા ઉપરાંત કઠોળને સ્ટરીલાઈઝડ બેક્ટેરિયા ફ્રી કરી વેક્યુમ પેક કરવામાં આવે છે. જેના કારણે કઠોળમાં જીવાત પડવાની શક્યતા જ રહેતી નથી અને કઠોળમાં જીવાતથી બચાવવા સામાન્ય રીતે લોકો તેમાં દવાની પોટલી કે ગોળીઓ રાખવાના ઘરેલું નુસખાઓ અજમાવતા હોય છે તેની કોઈ જરૂર રહેતી નથી.

આ ક્રાયોજેનિક સુપર કૂલ ગાઈન્ડિંગ ટેક્નોલોજી અને વિશ્ર્વકક્ષાની અતિ એડવાન્સ પ્રક્રિયાઓને અનુસરી શુઘ્ધ ગુણવત્તાયુક્ત મસાલા અને વેક્યુમ પેક કરેલ કઠોળ અંદાજે 25થી વધુ દેશોમાં નિકાસ થાય છે.

ફાર્મકિંગ દ્વારા બેઝિક મસાલા, જેમકે  ચટણી, હળદર, ધાણાજીરૂ તેમજ ગરમ મસાલા, છોલે મસાલા, પાઉંભાજી મસાલા, વગેરે જેવા બ્લેન્ડેડ મસાલા અને તમામ પ્રકારના કઠોળનું ઉત્પાદન અને નિકાસ થઈ રહયુ છે. આ ઉપરાંત ટૂંક સમયમાં જ ફ્રાયમ્સ મસાલા, પેરીપેરી મસાલા, ચિલિ ફ્લેક્સ, ઓરેગાનો, પિઝા સીઝનિંગ, પાસ્તા સીઝનિંગ, મિક્સ હર્બ જેવા સીઝનિંગ્સ બજારમાં મૂકવામાં આવનાર છે.

ફાર્મકિંગના ડાયરેક્ટર ભરતભાઈ હપાણીએ વધારામાં જણાવ્યું હતું કે, આ સિવાય આગામી સમયમાં ફાર્મકિંગ ગ્રૂપના વિવિધ પ્રકારના ડ્રાય પેસ્ટ, અન્ય સીઝનિંગ્સ પ્રોડક્ટ્સ ઉપરાંત રેડી ટુ કૂકથી લઈ રેડી ટુ ઈટ ફૂડ બિઝનેસમાં પણ ઝંપલાવવાનું આયોજન છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.