Abtak Media Google News

એક નવા સંશોધનેમાં દાવો કર્યો છે કે સિલોકાઈબિન મશરૂમ એટલે કે જાદૂઈ મશરૂમ ડિપ્રેશનના દર્દીઓ માટે ઘણી અસરકારકરીતે ઔષધિય સારવાર કરી શકે છે. આ જાદૂઈ મશરૂમ ડિપ્રેશનથી પીડાતા દર્દીઓના મસ્તિષ્કના મુખ્ય તંત્રની ગતિવિધિને ફરીથી શરૂ કરી શકવામાં સક્ષમ છે. બ્રિટનના ઈમ્પીરિયલ કૉલેજ લંડનના સંશોધનકર્તાઓને ડિપ્રેશનથી પીડિત કેટલાક દર્દીઓની સારવાર માટે સિલોકાઈબિન(મશરૂમમાં પ્રાપ્ત થનાર મન: સક્રિય પદાર્થ)નો પ્રયોગ કર્યો છે. આ એવા દર્દીઓ હતા જેમની સારવાર પારંપારિક ઉપચાર દ્વારા સફળ થઈ શકી નહોતી. તેમણે જાણ્યુ કે સારવારના કેટલાક અઠવાડિયા બાદ, સિલોકાઈબિન લેવાવાળા દર્દીઓમાં બીમારીના લક્ષણો ઓછા થવા લાગ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.