Abtak Media Google News

મજૂરોને સોશિયલ ડિસ્ટન્સિંગનુ મહત્વ સમજાવાયું

હાલ સમગ્ર દેશમાં લોકડાઉનના કારણો રાજકોટ રેલ મંડળના કર્મચારીઓ પોત પોતાની ફરજ સાથે માનવતાવાદી કાર્ય કરવામાં પણ જોડાયાં છે. કોરોનાની મહામારીને કારણે માર્કેટમાં માસ્કની કમી હોય જેથી રાજકોટ રેલ્વે હોસ્પિટલમાં કાર્યરત ચીફ નર્સિગ સુપ્રિટેન્ડેન્ટ ઓમ પ્રકાશ મીના તથા હાપા રેલ્વે હોસ્પિટલમાં કાર્યરત દિવ્યાંગ રેલ કર્મચારી વારિસ ખાન તથા ઇંદર ગુર્જર પોતાની ડયુટી પૂરી કર્યા બાદ દીવસ-રાત માસ્ક બનાવી રહ્યાં છે અન ત્રણેયે મળીને અત્યાર સુધીમાં કુલ ૨૫૦ માસ્ક તૈયાર કર્યા છે.  હજુ પણ માસ્ક બનાવી રહ્યાં છે. રાજકોટ મંડળના ઓખા કોચિંગ ડેપોમાં કાર્યરત યાંત્રિક વિભાગના કર્મચારી રાજેશ પી. મુકેશ સી તથા દયાનંદ કુમારે કોરોનાથી બચવા માટે નકામા મટીરીયલ્સમાંથી હેન્ડ વોશિંગ અરેન્મેન્ટ બનાવ્યા છે. જેમાં હાથ લગાવ્યા વિના માત્ર પગથી હાથ ધોવા માટે અને પાણીનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ ઉપરાંત રેલ્વે સ્ટેશન પરિસરમાં જરૂરતમંદોને ફૂડ પેકેટ, બિસ્કિટ, પીવાના પાણીની વ્યવસ્થા વગેરે રાજકોટ મંડળના વાણિજય વિભાગના કમર્શિયલ ઇન્સ્પેકટર બુકિંગ સુપરવાઇઝર, રેલ્વે સુરક્ષા બળના જવાનો તથા અલગ અલગ સામાજિક સેવા સંસ્થાઓ દ્વારા રાજકોટ, હાપા, જામનગર, સુરેન્દ્રનગર તથા વાંકાનેર રેલ્વે પરિસરમાં કરવામાં આવી છે સાથે માલવાહક વિભાગમાં કામ કરતા મજૂરોને સોશ્યલ ડિસ્ટન્સિંગનું મહત્વ સમજાવવામાં આવી રહ્યું છે અને તેને ફૂડ પેકેટ, માસ્ક અને સેનીટાઇઝર પણ અપાયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.