Abtak Media Google News

દંપતિએ ત્રણ પુત્રીને ખોરાકમાં ઝેરી પદાર્થ ભેળવી જીવન ટુંકાવી લીધું

આર્થિક સંકડામણને કારણે પગલું ભરી લીધાની ચર્ચા: પરિવારમાં શોક

દાહોદના દાઉદ વ્હોરા સમાજના એક જ પરિવારના પાંચ સભ્યોએ સામુહિક આત્મહત્યા કરી લેતા ચકચાર મચી ગઇ છે. બતુલ એપાર્ટમેન્ટના પાંચમા માળે ૪ર વર્ષીય સૈફી ઉર્ફે સૈફુદ્દીનભાઇ દુધિયાવાલા  તેની પત્ની મહેજબીન (ઉ.વ.૩પ) તેમજ ૧; વર્ષીય જોડકી પુત્રીઓ જૈનબ અને અરવા તેમજ ત્રીજી સાત વર્ષની પુત્રી અરવા  ઉપરાંત તેના ૭ર વર્ષીય વૃઘ્ધ પિતા શબ્બીરભાઇ દુધિયાવાલા અને માતા મરીયમ સાથે રહેતો હતો. સૈફીની માતા મરીયમ તેમની પુત્રી સકીનાબેનને ઘરે ગયા હતા. જેથી તા.૩ ના રોજ સૈફીએ તેના પિતા શબ્બીરભાઇને બળજબરી પૂર્વક પોતાની બહેનને ઘરે મોકલી દીધા હતા. અને સવારે આવજો તેમ કહ્યું હતુ જેથી ઘરે ત્રણ દીકરીઓ અને માતા પિતા જ હતા.

Advertisement

ખોરાકમાં ઝેરી પદાર્થ ભેળવીને તેને ખાધા બાદ પાંચેય પરિવારજનો ઊંઘી  ગયા હતા. બાદમાં તેઓ કયારેય ઉઠયા નહોતા. સવારે સૈફીના માતા-પિતા પુત્રીના ઘરેથી આવ્યા ત્યારે  કોઇના ફોન લાગતા ન હતા તેમજ નીચેથી બુમો પાડી હોવા છતાં કોઇ ગેલેરીમાં ન આવતા પિતા શબ્બીરભાઇેએ પત્નીને કહ્યું કે તું ઉપર જઇને જો મારાથી ઉપર જલદી ચી શકાય તેમ નથી તેથી સૈફીની માતાએ ઉપર ગયા હતા. એક સાથે પાંચ મૃતદેહો જોતા જ તેઓ ભાંગી પડયા હતા. અને બુમાબુમ કરતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા.

આ ઘટનાની જાણ થતાં જ જિલ્લા પોલીસ વડા હિતેશ જોયસર સહીતનો પોલીસ કાફલા ઘટના સ્થળે આવી પહોચ્યો હતો. િ૫તાની ફરીયાદને આધારે પોલીસે ગુનો નોંધી મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે ઝાઘડસ હોસ્પિટલમાં મોકલી આપ્યા હતા. પ્રાથમીક તારણ એવું કાઢવામાં આવી રહ્યું છે આર્થિક સંકડામણને કારણે પરિવારે પાણી કે ઠંડા પીણામાં ઝેરી ભેળવીને પીધું હોવાનું લાગી રહ્યું છે.

સૈફીના ભાઇ અલીઅસરગ દુધિયાવાલાએ પણ નાણાકીય તંગીને કારણે સેલ્ફોસની ગોળીઓ ખાઇને જીવનલીલા સંકેલી લીધી હતી અવે આજ રીતે બીજો પુત્ર અને તેનો પરિવાર પણ ગુમાવી દેતા ધરડા માતા પિતા પર આભ તૂટી પડયું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.