Abtak Media Google News

પાડોશીએ છરી વડે ખુની હુમલો કરતા ગુનો નોંધાયો: ત્રણેક દિવસ પૂર્વે યુવાન અને આરોપીની પત્ની એક ઓરડીમાંથી મળતા’તા

જામનગર રોડ પર સાંઢીયા પુલ પાસે ભોમેશ્ર્વર વાડી વિસ્તારમાં પત્ની સાથેના આડા સબંધનો ખાર રાખી યુવકને તેના પાડોશીએ છરીનો એક ઘા ઝીંકી આંતરડા બહાર કાઢી હત્યાનો પ્રયાસ કર્યા અંગેનો બનાવ પ્ર.નગર પોલીસ મથકમાં નોંધાતા ચકચાર મચી જવા પામી છે.

બનાવ અંગે ઇજાગ્રસ્ત શનિના પિતા વિક્રમ ખાંગેશ્ર્વર દીપની ફરીયાદ પરથી પ્ર.નગર પોલીસે પાડોશી વિકાસ શંકર સોની (રહે. ભોમેશ્ર્વર વાડી) સામે હત્યાનો પ્રયાસ ધમકી આપ્યાં અંગેનો ગુનો નોંધી આરોપીને સંકાજામાં લઇ પી.એસ.આઇ. આર.એન. સાકળીયાએ વધુ તપાસ હાથ ધરી છે.

મુળ ઓડીસાના પાડેખની ગામનો અને અપરિણીતા શનિ વિક્રમભાઇ દીપ (ઉ.વ.૨૪) એ માતા-પિતા ઉપરાંત ભાઇ અને ભાભી સાથે રાજકોટમાં રહે છે. છેલ્લા એકાદ વર્ષ પહેલા પાડોશી વિકાસ શંકર સોનીની પત્ની સાથે પ્રેમસંબંધ બંધાયો સોનીની પત્ની સાથે પ્રેમસંબંધ બંધાયો હતો. જેની જાણ થતા પરિવારજનોએ સમજાવતા બન્નેને પ્રેમસંબંધ તોડી નાખ્યો હતો. આ બાદ ત્રણેય દિવસ પહેલા રાત્રે ફરીયાદીને ઉઠાવી ’તારો દીકરો મારી પત્નિ સાથે ઓરડીમાં સુતો છે’  તેમ કહેતા ફરીયાદી તેતના પત્ની અને આરોપીએ ત્યાં જઇ ઓરડીનો દરવાજો ખટખટાવતા શનિ અને આરોપીની પત્ની સાથે જોવા મળ્યો હતો. આ સમયે નજીવી માથાકુટ થયા બાદ સમાધાન કરી લીધું હતું.

શુક્રવાર સાંજે શનિ તેના માતા-પિતા સાથે મજુરીકામ કરી ઘરે પરત આવી રહયો હતો. અને જમીને ઘરની બહાર નીકળતા આરોપી તેના ઘર નજીક છરી સાથે ઘસી આવ્યો હતો. ‘તુ મારી પત્ની સાથે કેમ આડીા સબંધ રાખશ’ કહી છરીનો એક જીવલેણ ઘા શનિના પેટના ડાબા ભાગે ઝીંકી દઇ આંતરડા બહાર કાઢી નાખી.

વિકાસ સોની નાશી છુટયો હતો. આ ઘટના બાદ પોલીસ અને ૧૦૮ ને જાણ કરતાં બન્ને ત્યા આવી પહોચ્યા હતા ઘવાયેલા પુત્ર શનિને તેના માતા-પિતાએ સારવાર અર્થે સીવીલ હોસ્ટિપલ ખસેડયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.