Abtak Media Google News

આજે વિશ્ર્વ એઈડ્સ દિવસની ઉજવણી

આજે વિશ્ર્વભરમાં એઈડ્સ દિવસની ઉજવણી કરવામાં આવશે અને લોકોને આ રોગથી બચાવવા જાગૃતી કાર્યક્રમો યોજાશે જે અંતર્ગત આજે રાજકોટ મહાનગરપાલીકા, એઈડ્સ પ્રિવેન્સન કલબ, કણસાગરા મહિલા કોલેજ અને એનએસએસના સંયુકત ઉપક્રમે વિશાલ જનજાગૃતિ રેલી નીકળી હતી. જે કણસાગરા કોલેજથી શરૂ  થઈ કિસાન પરા ચોક સુધી ફરી વળી હતી. આ રેલીમાં કણસાગરા મહિલા કોલેજ, ક્રિશ્ર્ના સ્કુલ, કે.જે. કોટેચા સ્કુલ અને આત્મીય કોલેજથી આશરે ૧૨૦૦થી વધુ બાળાઓ જોડાઈ હતી. બપોર બાદ કે.જે. કોટેચા સ્કુલ ખાતે સેમીનાર અને વિદ્યાર્થીઓ રેડ રીબન બનાવશે. ત્યારબાદ સાંજે ત્રિકોણબાગ ખાતે કેન્ડલ લાઈટ કરવામાં આવશે. ભવ્ય રેલી રસ્તા પર વાહન ચાલકોને અડચણરૂપ ન બને તે માટે વિશાલ કમાણી અને મિલન દવેના નેજા હેઠળ ૪૫ કમીટી મેમ્બરોએ વ્યવસ્થા જાળવી હતી.

Advertisement

સોમવારે કે.કે.વી. ચોક કાલાવડ રોડ ખાતે ભવ્ય રેડ રીબન બનાવી લોકોમાં જાગૃતિ લાવવાનો પ્રયાસ હાથ ધરાશે. કણસાગરા કોલેજમાં યોજયેલા કાર્યક્રમમાં મેયર બીનાબેન આચાર્ય, ડે. મેયર અશ્ર્વીન મોલીયા, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, આરોગ્ય ચેરમેન જયમીન ઠાકર, આરોગ્ય અધિકારી ડો. પંકજ રાઠોડ તથા આર.ટી.ઓ અધિકારી શાહ સહિતનાઓ હાજર રહ્યા હતા.

રાજકોટ એઈડ્સ પ્રિવેન્સન કલબ ચેરમેન અરૂણ દવેએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું ૧લી ડિસેમ્બર એટલે વિશ્ર્વ એઈડ્સ દિવસ તરીકે ઉજવાય છે. સમગ્ર દેશને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન જેવી સંસ્થાઓ દ્વારા એક લડત સુત્ર આપવામાં આવે છે. આ વખતેનું સુત્ર (નો યોર સ્ટેટ્સ) છે. ખાસ તો યુવાનોમાં જાગૃતિ હોય તો એઈડ્સથી લડી શકાય. આવનાર ૧૦૦૦ દિવસોમાં સમગ્ર વિશ્ર્વ આ બાબતે જાગૃત થશે. ૧લી ડિસેમ્બરના રોજ ખાસ જો સવારે વિશાળ રેલી, સેમીનાર, રાત્રે કેન્ડલ લાઈટ રેલી, હવામાં ફૂગાની એઈડ્સ રિબીન તરતી મુકાણી હતી.

રાજકોટના ઘણા પ્રાંતોમાં સ્ટીગ્મા (જે લોકોને એઈડ્સ હોય તેની સાથે યોગ્ય વ્યવહાર ન થાય તે) આ પરિસ્થિતિમાં ગુજરાતમાં શરૂઆતનાં તબકકાથી ઘણુ પરિવર્તન આવ્યું છે. ગુજરાતમાં સાડા ત્રણથી ચાર લાખ જેવા એઈડ્સના વાહકો આંકડા છે. રાજકોટમાં ૨૪૦૦૦ જેટલા એચઆઈવી વાહકો છે. દર વર્ષે ૫૦૦ જેટલા વાહકો ઉમેરાતા હોય છે. ચિંતાજનક બાબત એ છે કે આ તમામ લોકોની ઉંમર ૧૪ થી ૩૫ વર્ષ સુધીની છે. દરેક મા-બાપે પોતાના સંતાનને આ બાબતે શિક્ષણ આપવું જોઈએ.Dsc 1963 1

કણસાગરા કોલેજના વાઈસ પ્રિન્સીપાલ ડો.જયોતીબેન રાજયગુરુએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, એચઆઈવી એઈડ્સ વિશે જાગૃતિ માટે કણસાગરા કોલેજ, વિવિધ સ્કૂલ અને કોલેજો દ્વારા લગભગ ૨૦૦૦ વિદ્યાર્થીની રેલી કણસાગરા કોલેજનાં કેમ્પસમાંથી નીકળી હતી. જેના ઉદ્ઘાટક ભાનુબેન બાબરીયા હતા. અધ્યક્ષ સ્થાને મેયર હતા, “પહેલુ સુખ તે જાતે નર્યા આ કહેવતને યથાર્થ કરવા માટે જીવલેણ બિમારી અંગે કોર્પોરેશનના વિદ્યાર્થીઓ અને જન સમાજ જેટલા જાગૃત થશે તેટલા પ્રમાણમાં રોગ મુકત કરી શકાશે અને તંદુરસ્ત જીવન જીવી શકાશે.

લોકોને ખાસ સંદેશો આપતા જણાવ્યું કે આપણે જીવતા હોઈશું તો જ તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. કામદાર નસિર્ંંગ કોલેજનાં વિદ્યાર્થીની પ્રિયા ત્રિવેદીએ ‘અબતક’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે, વિશ્ર્વ એઈડ્સ દિવસ નિમીતે જે લોકોને એઈડ્સ છે તેવો તેમનું સ્ટેટસ કઈ રીતે જાણી શકે તેના માટે ‘નો યોર સ્ટેટ્સ’ સાથે રેલી કાઢવામાં આવી હતી. જે લોકોને એઈડ્સ છે તેવા લોકોની સાથે પણ સમાનતાથી વ્યવહાર કરવો જોઈએ. એઈડ્સ ફેલાવાનું કારણ બ્લડ ટુ બ્લડ કોનટેકટ, અસુરક્ષીત યોન સંબંધ આ તમામ વસ્તુ એઈડ્સ માટે કારણભૂત છે તો આ બાબતો પર ખાસ વાત કરી હતી.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.