Abtak Media Google News

અબતક, રાજકોટ

રાજકોટમાં ન્યુ 150 ફુટ રીંગ રોડ નજીક આવેલ વર્ધમાન સોસાયટીમાં રહેતા પરિવારના માસુમ બે વર્ષનો પુત્ર એપાર્ટમેન્ટમાં રમી રહ્યો હતો તે વેળાએ પાણીની કુંડીમાં સાયકલ ચલાવતી વેળાએ ડુબી જતાં તેનું કરૂણ મોત નિપજતાં પરિવારમાં શોકનું મોજુ ફળી વળ્યું છે.

આ અંગે મળતી માહીતી મુજબ નવા 150  ફુટ રીંગ રોડ પર વર્ધમાન એપાર્ટમેન્ટમાં રહેતા જીતેન્દ્રભાઇ પરમારનો બે વર્ષનો પુત્ર જય પરમાર ગઇકાલ બપોરના સમયે એપાર્ટમેન્ટના પાકીંગમાં સાયકલ ચલાવી રહ્યો હતો ત્યારે તેની સાયકલ પાણીની કુંડી પર જતા કોઇ કારણે કુડીનું ઢાંકણુ ખુલી જતા તે કુડીમાં સાયકલ સમેત ખાબકયો હતો. પરિવારની નજક જતાં તેને બહાર કાઢી સારવાર અર્થે સિવીલ હોસ્5િટલમાં ખસેડવામાં આવ્યો હતો.

ન્યુ 150 ફુટ રીંગ રોડ પર એપાર્ટમેન્ટ નજીક કુંડીનું ઢાંકણુ ખુલ્લી જતા પરિવારે પુત્રને ગુમાવ્યો

જયા તબીબોએ તેને તપાસી મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ યુનિવર્સિટી પોલીસને થતા સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને પ્રાથમિક પુછતાછમાં જાણવાં મળ્યું હતું કે જયની માતા નીચે કચરો ફેકવા આવી હતી ત્યારે તેના પુત્રને સાથે લાવી હતી. મૃતક બાળકના પિતા વેલ્ડીગની દુકાન ધરાવે છે એકલોતા પુત્ર જ મોતથી પરિવારમાં ગમગીની છવાઇ છે.

 

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.