Abtak Media Google News

BAPSના વિદ્વાન સદ્દગુરુવર્ય સંત પૂજ્ય ડોક્ટર સ્વામીએ પ્રતિષ્ઠા કરી આશીર્વચન આપ્યા : સમારોહમાં મોટી સંખ્યામાં ભક્તોની હાજરી   

મંદિર-સંસ્કારધામ દ્વારા ચાલશે સમાજ ઉપયોગી પ્રવૃતિઓ તેમજ  નૈતિક મૂલ્યોનું સિંચન કરતી વિવિધ સત્સંગસભાઓ

ભારતીય સંસ્કૃતતની ભવ્યતા, દિવ્યતા અને ધરોહરની ગંગોત્રી એ મંદિરો દ્વારા આજે વવશ્વભરમાં પ્રસરી રહી છે. બ્રહ્મસ્વરૂપ પ્રમુખસ્વામી મહારાજે પોતાના સમગ્ર જીવન દરમ્યાન આ ગંગોત્રીને અસ્ખવલત વહેતી રાખી છે. આજ પુષ્પમાળામાં રાજકોટવાસીઓને ઇ.સ. ૧૯૯૮માં ભવ્ય વશખરબદ્ધ બીએપીએસ સ્વાતમનારાયણ મંદિરની ભેટ મળી છે. પરંતુ દિન પ્રતતદિન વવકસી રહેલી બીએપીએસ રાજકોટની સત્સંગ પ્રવૃતતને વધુ વેગવંતી બનાવવા માટે પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી રાજકોટ ખાતે બે ભવ્ય સંસ્કારધામોની પ્રતતષ્ઠા ગતવર્ષે બીએપીએસ સંસ્થાના વદરષ્ઠ સિગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામીના વરિહસ્તે કરવામાં આવી હતી.

5

આ વર્ષે રાજકોટમાં મવડી ખાતે ત્રીજા સંસ્કારધામનું નિર્માણકાર્ય પ્રગટ બ્રહ્મસ્વરૂપ મહંતસ્વામી મહારાજના આશીર્વાદથી સંપન્ન થઇ ચુક્યું છે. પરમ પૂજ્ય પ્રમુખસ્વામી મહારાજના ૯૮મા જન્મજયંતી મહોત્સવ ઉપક્રમે તારીખ ૨૮,૨૯,૩૦ મવડી વિસ્તારના  ભવ્ય મંદિરનો મૂર્તતપ્રતતષ્ઠા મહોત્સવ બીએપીએસના વરિષ્ઠ સદગુરુ સંત પરમ પૂજ્ય ડોક્ટર સ્વામીના સાનિધ્યમાં યોજાઇ રહ્યો છે. જે અંતગયત તારીખ ૩૦ એતપ્રલ, ૨૦૧૮ને સોમવારના રોજ સવારે ૭:૩૦ થી ૧૧:૩૦ વાગ્યા સુધી મવડી ખાતેના નૂતન સંસ્કારધામનો પ્રાણ પ્રતિષ્ઠાવિધિ સંપન્ન થયો હતો.

1 1બીએપીએસ સંસ્થાના વરિષ્ઠ સદ્દગુરુ સંત પૂજ્ય ડોક્ટર સ્વામી, ગોંડલ અક્ષરમંદિરના મહંત પૂજ્ય ઘનશ્યામપ્રસાદ સ્વામી, ભાદરા મંદિરના કોઠારી પૂજ્ય ધર્મકુંવર સ્વામી, વડીલ સંત ધર્મચરણ સ્વામી, સંતસ્વરૂપ સ્વામી તથા સૌરાષ્ટ્રભરમાંથી પધારેલ ૨૫થી અધિક સંતોની ઉપસ્થિતિમાં અક્ષરપુરુષોતમ મહારાજ, ગુરુપરંપરા, રાધાકૃષ્ણ દેવ, હનુમાનજી તથા ગણપતતજીની મુર્તિમાં વૈદિક મંત્રોચ્ચાર દ્વારા પ્રાણ પુરવામાં આવ્યો. ત્યારબાદ ભગવાન સમક્ષ ભવ્ય અન્નકૂટ ધરવામાં આવ્યો તથા ઉપસ્થિત તમામ હરિભક્તો દ્વારા મહાઆરતી ઉતારવામાં આવી. ડોક્ટર સ્વામીએ આ પ્રસંગે સર્વે રાજકોટવાસીઓને આશીવર્ચન આપ્યા હતા. આ અવસર પર બીએપીએસ સંસ્થાના અન્ય મંદિરોથી સંતો, રાજકોટના શ્રેષ્ઠીજનો તથા ભાવિક ભક્તજનો બહોળી સંખ્યામાં ઉપવસ્થત રહ્યા હતા.

2 1

સંસ્કારધામની પ્રતિષ્ઠા પ્રસંગે પ્રતિષ્ઠા સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. બીએપીએસ સંસ્થા દ્વારા બનાવવામાં આવેલ આ સંસ્કારધામમાં અનેક સમાજ ઉપયોગી પ્રવૃવિઓ થશે. અહીં બાળકોમાં સંસ્કારોનું સિંચન કરતી બાળસભાઓ, પરિવારિક શાંતિ અને કૌટુંબબક મૂલ્યોની રક્ષણ કરતી સત્સંગ સભાઓ, મહિલાઓનો સ્વવિકાસને પોસતી યુવતી-માહિલા સભાઓ દ્વારા સમાજમાં નૈતિક મૂલ્યોનું સિંચન કરવાના પ્રયત્નો કરવામાં આવશે. આ ઉપરાંત વ્યસનમુવક્ત, સ્વચ્છતા અભિયાન, વૃક્ષારોપણ, મહિલા ઉત્કર્ષય વગેરે જેવા સમાજને ઉજાગર કરવાના કર્યો થશે, ભારતીય સંસ્કૃતતનું જતન-સંવર્ધન થશે, મહિલાઓને કળા-કૌશલ્યના પાઠો અને બાળકોને શૈક્ષણિક પાઠો પણ ભણાવવામાં આવશે.

4 1

મવડી સંસ્કારધામમાં નિત્ય ભગવાનનાં દર્શન  સવારે ૭:૩૦ થી ૧૨:૦૦ અને સાંજે ૪:૦૦ થી ૯:૦૦ સુધી થશે જેમાં સવારે ૭:૩૦ વાગ્યે શણગાર આરતી તેમજ સાંજે ૭:૩૦ વાગ્યે સાંધ્ય આરતીનો લાભ મળશે.  યુવાનોના શિક્ષણ અને લક્ષણયુક્ત જીવન ઘડતર માટે દર ગુરુવારે રાત્રે ૯:૦૦ થી ૧૦:૩૦ સુધી યુવક સભાનો લાભ મળશે, બાળ-બાવલકાઓના ઘડતર માટે દર શવનવારે સાંજે ૬:૦૦ થી ૭:૩૦ બાવલકા સભા અને દર રવિવારે સવારે ૧૦:૦૦ થી ૧૧:૩૦ બાળ સભાનો લાભ મળશે, પરિવારમાં સખુ-શાંતિ અને સમૃવદ્ધની વિદ્ધ થાય તે માટે દર બુધવારે રાત્રે ૯:૦૦ થી ૧૦:૩૦ સત્સંગ સભાનો લાભ મળશે. સાથે સાથે શુધ્ધ, સાત્વિક  અને સ્વાદિષ્ટ્ વાનગીઓના રસથાળસમા પ્રમેવતી ઉપહારગૃહનો પણ લાભ મળશે.

3 1

આમ અહીં ફક્ત મંદિર જ નહી પરંતુ નૂતન સમાજનું નિર્માણ છે જ્યાં કેવળ પ્રેમ છે, સેવાભાવના છે, આત્મીયતા છે, સંપ સુહિભાવ છે, ભવક્તની સુવાસ છે. ભારતીય સંસ્કૃતતની ધરોહર સમા સંસ્કારધામો દ્વારા થનાર અનેક સમાજ ઉપયોગી કાયોમાં યશભાગી બનવા માટે રાજકોટ મંદિરના કોઠારી પૂજ્ય બ્રહ્મતીથય સ્વામી અને પૂજ્ય અપૂર્વમુની સ્વામી દ્વારા સર્વે ભાવિકજનોને પહેલ કરવામાં આવી છે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.