Abtak Media Google News

ગુજરાત પર હજુ પણ માવઠાનું સંકટ મંડરાઇ રહ્યું છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે રાજ્યમાં કેટલાક વિસ્તારોમાં વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આજે સુરત, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લામાં કમોસમી વરસાદ વરસશે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે.દક્ષિણ ગુજરાતના જિલ્લાઓના કેટલાક સ્થળોએ છુટાછવાયા વરસાદની આગાહી કરાઈ છે. ભરૂચ અને નર્મદા, તાપી, સુરત જિલ્લામાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે. બીજીબાજુ 10 અને 11 ડિસેમ્બરના છૂટાછવાયા વરસાદની આશંકા છે.

નલિયામાં 14 ડિગ્રી જયારે રાજકોટનું 19.2 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું: વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે

દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારમાં આ દરમિયાન વરસાદી ઝાપટા વરસવાનું અનુમાન વ્યકત કર્યું છે.હવામાન વિભાગના અનુસાર આજે છૂટોછવાયો વરસાદ પડશે. આજે સુરત, ભરૂચ, તાપી અને નર્મદા જિલ્લામાં માવઠું પડશે. હવામાન વિભાગના મતે આગામી બે દિવસ 2 થી 3 ડિગ્રી તાપમાન ઘટશે. આજે પણ કચ્છનું નલિયા સૌથી ઠંડુંગાર રહ્યું હતું. નલિયામાં 14 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું તો ભુજ અને ડીસામાં 18 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જ્યારે અમદાવાદમાં 20 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.

શિયાળાની ઋતુમાં એકાએક વાતાવરણમાં પલ્ટો આવતા અને વરસાદી વાતાવરણ સર્જાતા ખેડૂતોની હાલત કફોડી બનવા પામી છે. ત્યારે અગાઉ પડેલ વરસાદને કારણે શિયાળુ પાક વાવેતરને નુકશાન થવા પામ્યું હતું. જે બાદ સરકાર દ્વારા સર્વેનો આદેશ કરાયો હતો. તેમજ એક મહિનામાં સર્વેનો રિપોર્ટ સોંપવા કૃષિમંત્રી દ્વારા જીલ્લા કક્ષાએ અધિકારીઓને આદેશ કરાયો હતો. તો બીજી તરફ હવે ફરી હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરતા ખેડૂતોનો જીવ પડીકે બંધાઈ જવા પામ્યો છે. હવે ફરી વરસાદ પડે તો શિયાળુ પાકને વ્યાપક પ્રમાણમાં નુકશાન થવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે.

ગુજરાત પર ફરી એકવાર માવઠાનો માર પડી રહ્યો છે. બંગાળની ખાડીમાં ઉઠેલા માઈચોંગ વાવાઝોડાને પગલે ગુજરાતમાં માવઠું આવ્યું છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની ભયાનક આગાહી પણ આવી ગઈ છે. આજે અને આવતી કાલે હવામાન વિભાગે ગુજરાતમાં માવઠાની આગાહી કરી છે. આગાહીકાર અંબાલાલ પટેલની કહ્યું કે, આગાહી સમયમાં બંગાળાની ખાડીમાં ભીષણ ચક્રવાત આવવાની સંભાવના છે. જેના કારણે પૂર્વીય અને દક્ષિણ તટિય પ્રદેશોમાં ભારે વરસાદની આગાહી છે. આ સમયે 150 સળ/વ ની ઝડપે પવન ફૂંકવાની શક્યતા છે. આજથી ઉત્તર ભારતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સર્જાશે. જેના કારણે ઉત્તર ભારતમાં હિમવર્ષા થતા કાતિલ ઠંડીની આગાહી છે. ગુજરાતમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર ગયા બાદ ઠંડીનો ચમકારો વધશે. ગુજરાતમાં મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં માવઠાની અસર 7 ડિસેમ્બર સુધી રહી શકે છે.

બે દિવસ રાજ્યમાં છૂટોછવાયો હળવો વરસાદ પડી શકે છે. આજે દાહોદ, અરવલ્લી, મહીસાગર, પંચમહાલ, સાબરકાંઠામાં છૂટાછવાયા વરસાદની સંભાવના છે. તો આવતીકાલે સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની સંભાવનાં છે. માઈચોંગ વાવાઝોડાના કારણે ગુજરાતમાં પવનની દિશા બદલાઈ છે. આ કારણે આગામી 2 દિવસોમાં તાપમાનનો પારો ગગડશે. આગામી 2 થી 3 દિવસ ભારે પવન ફૂંકાવાની શક્યતા છે. 15 થી 20 કિમી ની ઝડપે પવન ફૂંકાશે.

સૌરાષ્ટ્ર અને કચ્છના વિસ્તારો ઉપરાંત અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થવાની આગાહી છે. મંગળવારે કેટલાક જિલ્લામાં સામાન્ય વરસાદ થવાની સંભાવના છે. આજે નર્મદા ,ભરૂચ, સુરત, નવસારી, તાપીમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે.

માછીમારોને સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી

આ બાબતે હવામાન વિભાગનાં ડિરેક્ટર મનોરમા મોહંતીએ જણાવ્યું હતું કે, અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદ થવાની કોઈ શક્યતા નથી. તેમજ દક્ષિણ-પૂર્વ રાજસ્થાનથી ગુજરાત તરફ સિસ્ટમ આવી રહી છે. જેનાં કારણે આગામી 2 દિવસ સુધી પવનની ગતિ વધુ રહેશે. 10 થી 20 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. જેથી માછીમારોને દરિયામાં સાવચેતી પૂર્વક રહેવાની ચેતવણી જાહેર કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.