Abtak Media Google News

વર્લ્ડકપ 2023માં મંગળવારે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ઓસ્ટ્રેલિયા અને અફઘાનિસ્તાન વચ્ચે મુકાબલો ખેલાયો હતો. જેમાં અફઘાનિસ્તાનની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા 50 ઓવરમાં 5 વિકેટના નુકસાને 291 રન બનાવ્યા. જેના જવાબમાં ઓસ્ટ્રેલિયાની ટીમે એક તબક્કે 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. હાર કર જીતને વાલો કો બાજીગર કહેતે હૈ…. મેક્સવેલ બાજીગર બની અફઘાનિસ્તાન સામે “અદભુત” રમત રમી માત્ર 128 બોલમાં 201 રનની તાબડતોડ ઇનિંગ રમી 46.5 ઓવરમાં ટાર્ગેટ પાર પાડ્યો હતો. આમ મેક્સવેલે અફઘાનિસ્તાનના મુખમાંથી જીત છીનવી લીધી હતી. આ જીત સાથે કાંગારૂની ટીમ 12 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે યથાવત છે.

વર્લ્ડકપમાં મેક્સવેલે આક્રમક બેવડી સેન્ચુરી ફટકારી, અફઘાનિસ્તાનના હાથમાંથી જીત છીનવી લીધી: ઓસ્ટ્રેલિયા તરફથી ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ખેલાડી બન્યો

અફઘાનિસ્તાનની ટીમે આપેલા 292 રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ઓસ્ટ્રેલિયાની શરૂઆત ખરાબ રહી હતી. બીજી ઓવરમાં જ ટ્રેવિસ હેડ 0 રનમાં આઉટ થઈ ગયો હતો. જે બાદ ગ્લેન મેક્સવેલ સિવાય એક પણ ખેલાડી અફઘાની બોલરો સામે ટકી શક્યા નહોતા. મેક્સવેલે આક્રમક બેટિંગ કરીને મેચ વિનિંગ બેવડી સદી ફટકારી હતી.

ઓસ્ટ્રેલિયાની ટીમ એક તબક્કે 91 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ મેક્સવેલ અને કેપ્ટન પેટ કમિન્સ વચ્ચે આઠમી વિકેટ માટે 202 રનની ભાગીદારી કરી હતી. જેમાં કમિન્સ માત્ર 12 રનનું યોગદાન આપ્યું હતું.

મેક્સવેલે 128 બોલમાં 10 છગ્ગા અને 21 ચોગ્ગાની મદદથી અણનમ 201 રન બનાવ્યા હતા. આ સાથે ઓસ્ટ્રેલિયા તરફથી ડબલ સેન્ચુરી ફટકારનાર પ્રથમ ખેલાડી બની ગયો છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.