Abtak Media Google News

ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ દ્વારા મહાનગરપાલિકા, નગરપાલિકાને લગત જુદા-જુદા શહેરોમાં સેમિનારો યોજવામાં આવે છે. જેના અનુસંધાને ૯ અને ૧૦ ઓગસ્ટ ૨૦૧૮ના રોજ રાજકોટ શહેર ખાતે શૌચક્રિયા મુક્ત શહેર વિષય પર હોટેલ ફન, પારેવડી રોડ ખાતે યોજાયેલ તાલીમ વર્કશોપમાં મહારાષ્ટ્ર, ગુજરાત, ગોવા, રાજસન, આસામ, અને તીરૂપુરા દીવ દમણ, વિગેરેના મેયર, ડેપ્યુટી મેયર, ચુંટેલા સભ્યો, કમિશનર, ડે.કમિશનર, આસી. કમિશનર, સંબધક અધિકારી, વિગેરેએ ભાગ લેવા ઓલ ઈન્ડિયા ઇન્સ્ટીટયુટ ઓફ લોકલ સેલ્ફ ગવર્મેન્ટ મુંબઈ દ્વારા નિમંત્રણ પાઠવવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાને પણ નિમંત્રણ મળેલ.

આ સેમિનારનું શુભારંભ મેયર બિનાબેન આચાર્યના વરદ હસ્તે કરાયું. આ પ્રસંગે ડેપ્યુટી મેયર અશ્વિનભાઈ મોલીયા, ભાવનગર મહાનગરપાલિકાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન યુવરાજસિંહ ગોહિલ, શાસકપક્ષ નેતા દલસુખભાઈ જાગાણી, રાજકોટ એઆઆઈએલએસના રીજીયોનલ ડાયરેક્ટર ડો.ચંદનભાઈ કરકરે, મુંબઈ-આરસીયુઈએસના પ્રોગ્રામ કો-ઓર્ડીનેટર માલિકા અન્સાર તા જુદા જુદા રાજ્યના પ્રતિનિધિઓ હાજર રહેલ હતા.

આ સેમિનારમાં આસામ, મહારાષ્ટ્ર તા ગુજરાત વિગેરેમાથી ૩૦ વધુ જેટલા પદાધિકારીઓ, અધિકારીઓએ ભાગ લીધેલ રાજકોટ મહાનગરપાલિકામાંથી સેનિટેશન કમિટીના ચેરમેન અશ્વિનભાઈ ભોરણીયા તથા સભ્ય વર્ષાબેન રાણપરાએ ભાગ લીધો હતો.

આ પ્રસંગે મેયર બિનાબેન આચાર્યએ શૌચક્રિયા મુક્ત શહેર અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરેલ કામગીરીની માહિતી અપાતા જણાવે છે કે, શહેરમાં ૧૮ વોર્ડમાં ૧૧૮ ઓ.ડી પોઈન્ટ હતા. આ પોઈન્ટ નાબુદ કરવા માટે કામગીરી કરવામાં આવેલ. જેમાં ૧૨,૨૨૩ વ્યક્તિગત શૌચાલયો બનવવામાં આવ્યા. ૮૦ પે એન્ડ યુઝ ટોઇલેટ, ૬૯ કોમ્યુનિટી ટોઇલેટ, ૨૧ મોબાઈલ ટોઇલેટ તેમજ જ્યાં જાહેરમાં શૌચક્રિયા તી હતી તેવી જગ્યાએ ૩૨૫ જેટલા ટોઇલેટ, મુકવામાં આવેલ. રાજકોટ મહાનગરપાલિકાની આ કામગીરીથી ભારત સરકાર દ્વારા ઓક્ટોબર ૧૬માં રાજકોટ શહેરને શૌચક્રિયા મુક્ત જાહેર કરવામાં આવેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.