Abtak Media Google News

મેયર પદ માટે બિનાબેન આચાર્ય, દર્શિતાબેન શાહ, વિજયાબેન વાછાણી અને જયોત્સનાબેન ટીલાળા, ડે.મેયર માટે રાજુભાઈ અઘેરા, બાબુભાઈ આહિર, અનિલ રાઠોડ અને મુકેશ રાદડિયા જયારે સ્ટે.ચેરમેન પદ માટે અશ્ર્વિન મોલીયા, મનીષ રાડીયા, કમલેશ મીરાણી અને દલસુખ જાગાણીના નામ ચર્ચામાં: પાંચ હોદ્દાઓ માટે દોઢ ડઝન દાવેદાર

રાજકોટ મહાનગરપાલિકાના વર્તમાન મેયર ડો.જૈમનભાઈ ઉપાધ્યાય, ડે.મેયર ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા અરવિંદભાઈ રૈયાણી અને પક્ષના દંડક રાજુભાઈ અઘેરા સહિત મુખ્ય પાંચ હોદ્દેદારોની અઢી વર્ષની મુદત આગામી જૂન માસમાં પૂર્ણ વા જઈ રહી છે. ત્યારે બીજી ટર્મ માટે નવા હોદ્દેદારોની વરણી કરવા માટે ભાજપે અત્યારી જ પ્રામિક શોધખોળ શરૂ કરી દીધી છે. મેયર પદ મહિલા માટે અનામત હોય આવામાં સ્ટે.ચેરમેન પદ મજબૂત નેતાને આપવામાં આવે તેવી પ્રબળ સંભાવના જણાય રહી છે.

Rajeshbhai Agheraવર્ષ ૨૦૧૫માં યોજાયેલી કોર્પોરેશનની સામાન્ય ચૂંટણીમાં ભાજપ પૂર્ણ બહુમતિ સો વિજેતા બન્યું હતું. પ્રમ અઢી વર્ષ માટે હાઈ કમાન્ડે મેયર તરીકે ડો.જૈમનભાઈ ઉપાધ્યાયની વરણી કરી હતી. આ ઉપરાંત ડે.મેયર તરીકે ડો.દર્શિતાબેન શાહ, સ્ટે.કમીટીના ચેરમેન પદે પુષ્કરભાઈ પટેલ, શાસક પક્ષના નેતા તરીકે અરવિંદભાઈ રૈયાણી અને પક્ષના દંડક તરીકે રાજુભાઈ અઘેરાની નિમણૂંક કરવામાં આવી હતી.

આગામી જૂન માસમાં પાંચેય પદાધિકારીઓની અઢી વર્ષની ટર્મ પૂરી ઈ રહી છે. બીજી ટર્મ એટલે કે હવે પછીના અઢી વર્ષ મેયર પદ મહિલા માટે અનામત છે. હાલ ભાજપના ૩૯ કોર્પોરેટરો પૈકી ૨૦ કોર્પોરેટરો મહિલા છે. મેયર પદ માટે હાલ સૌી પ્રબળ દાવેદાર વોર્ડ નં.૧૦ના કોર્પોરેટર બીનાબેન આચાર્યને માનવામાં આવે છે. તેઓ અગાઉ શાસક પક્ષના નેતા તરીકે પણ જવાબદારી નિભાવી ચૂકયા છે. ગત બોડીમાં પણ તેઓનું નામ મેયર પદ માટે દાવેદાર માનવામાં આવતું હતું પરંતુ પક્ષે છેલ્લી ઘડીએ રક્ષાબેન બોળીયાની પસંદગી કરી હતી. આ વખતે મેયર પદ માટે બીનાબેન આચાર્ય ઉપરાંત વર્તમાન ડે.મેયર ડો.દર્શિતાબેન શાહનું નામ પણ રેસમાં છે. જો પાટીદાર સમાજને મેયર પદ આપવામાં આવે તો વિજયાબેન વાછાણી અવા જયોત્સનાબેન ટીલાળાની પણ પસંદગી થઈ શકે છે. ઓબીસી સમાજને મેયર પદ આપવામાં આવે તો જયાબેન ડાંગરનું નામ ચર્ચામાં છે. જયારે ગત વિધાનસભાની ચૂંટણીમાં ભાજપ સો અડીખમ ઉભેલા સવર્ણ સમાજને મેયરપદ આપવામાં આવે તો મીનાબેન પારેખનું નામ પણ ચર્ચાઈ રહ્યું છે.

જયારે ડે.મેયર પદ માટે પણ ચાર જેટલા દાવેદારો છે. જેમાં સૌથી પ્રબળ દાવેદાર શાસક પક્ષના વર્તમાન દંડક અને સીનીયર કોર્પોરેટર રાજુભાઈ અઘેરાનું નામ ચર્ચાઈ રહ્યું છે. આ ઉપરાંત વર્ષોી ભાજપની ટિકિટ પર ચૂંટાઈ આવતા બાબુભાઈ આહિરનું નામ પણ બોલાઈ રહયું છે. સીનીયર કોર્પોરેટર અનિલ રાઠોડનું નામ પણ ડે.મેયર પદ માટે ચર્ચામાં છે. જો મેયર પદ પટેલ સમાજને બદલે અન્ય સમાજને આપવામાં આવે તો આવામાં ડે.મેયર તરીકે મુકેશ રાદડીયાની વરણી પણ પક્ષ કરી શકે છે.

Binaben Acharya

 

કદ અને સત્તાની દ્રષ્ટીએ મહાપાલિકામાં સૌથી મહત્વપૂર્ણ એવા સ્ટે.કમીટીના ચેરમેન પદ માટે પણ ચાર દાવેદારો હાલ મેદાનમાં છે. છેલ્લા અઢી વર્ષ દરમિયાન પુષ્કરભાઈ પટેલે ચેરમેન તરીકે બિનવિવાદાસ્પદ કામગીરી કરી છે જેની સામે પક્ષમાં પક્ષ કોઈને નારાજકી ની. તેઓએ રાજકોટના વિકાસ માટે અનેક મહત્વપૂર્ણ નિર્ણયો લીધા છે. જેને ધ્યાનમાં લઈ વધુ અઢી વર્ષ માટે પક્ષ તેઓની સ્ટે.કમીટીના ચેરમેન તરીકે નિમણૂંક કરવાની વિચારણા પણ કરી શકે છે.

ચેરમેન પદ માટે સૌી વધુ અને પ્રબળ દાવેદાર વોર્ડ નં.૪ના કોર્પોરેટર અશ્ર્વિનભાઈ મોલીયાને માનવામાં આવી રહ્યાં છે. આ ઉપરાંત વોર્ડ નં.૨ના કોર્પોરેટર અને આરોગ્ય સમીતીના ચેરમેન મનીષભાઈ રાડીયાનું નામ પણ ચર્ચામાં છે. તો શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મિરાણીની વરણી પણ સ્ટે.ચેરમેન તરીકે કરવામાં આવે તેવી સંભાવના નકારી શકાતી નથી. બીજી તરફ ગત વિધાનસભાની ચૂંટણીમાં રાજકોટ પૂર્વ બેઠક માટે ટિકિટની માગણી કરનાર દલસુખભાઈ જાગાણી પણ ચેરમેન પદની રેસમાં પુરેપુરા સામેલ છે.

મહાપાલિકામાં મેયર સહિતના મુખ્ય પાંચ હોદ્દાઓ માટે હાલ દોઢ ડઝની પણ વધુ નામો ચર્ચામાં છે. જે નામો ચર્ચાઈ રહ્યાં છે તેઓમાંથી મુખ્ય ત્રણ હોદ્દેદારોની વરણી કરાયા બાદ જેઓ દાવેદાર છે તે પૈકીમાંથી કોઈ બેની શાસક પક્ષના નેતા અવા દંડક તરીકે વરણી કરી દેવામાં આવશે. એક વાત નિશ્ર્ચિત છે કે, મેયર પદ મહિલા માટે અનામત હોવાના કારણે સ્ટે.ચેરમેનની ખુરશી પર કોઈ મજબૂત નેતાની વરણી કરવામાં આવશે.

(Latest Gujarati News) સાથે જોડાયેલા રહો અને અન્ય માહિતી મેળવવા માટે અમને Facebookhttps://facebook.com/abtakmedia/ અને Twitterhttps://twitter.com/abtakmedia પર ફોલો કરો, લાઈક કરો અને શેર કરો. વાંચતા રહો લાખો વાચકોની મનપસંદ અને ગુજરાતની નં.1 “અબતક મીડિયા” પોઝિટીવ ન્યુઝ, ઇન્ફોર્મેટિવ ન્યુઝ વેબસાઇટ abtakmedia.com,

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.