Abtak Media Google News

ગ્રામ્ય રૂટ, નવી બસો, સફાઈ-સ્ટાફ – દંડનાત્મક કાર્યવાહી સહિતની બાબતો પર સમીક્ષા

દિવાળીના તહેવારો દરમિયાન એકસ્ટ્રા બસ દોડાવવા, ઓવરએજ બસો અને નવા રૂટ પર સ્લીપર-વોલ્વો દોડાવવાની સંભાવના

ગુજરાત રાજય માર્ગ વાહન વ્યવહાર નિગમના મેનેજીંગ ડિરેકટર સોનલ મિશ્રા આજરોજ સવારે રાજકોટની મુલાકાતે આવી પહોચ્યા હતા. રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરનાં નિગમના અધિકારીઓ સાથે કામગીરીની સમીક્ષા કરી હતી આજે સવારથી સરકીટ હાઉસના કોન્ફરન્સ હોલમાં એમ.ડી.ની અધ્યક્ષતામાં સૌરાષ્ટ્રભરના વિભાગીય નિયામકો, વિભાગીય ટ્રાફીકના અધિકારીઓ સહિતના ઉચ્ચ અધિકારીઓ સાથે મીટીંગ કરી અનેક મુદાઓ પર ચર્ચા કરી હતી.

એમડીની અધ્યક્ષતામાં યોજાયેલ બેઠકમાં અધિકારીઓએ પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતુ જેમાં સૌરાષ્ટ્ર ડિવિઝનોની આવક ખર્ચ, ગ્રામ્ય રૂટ તેમજ જે ગ્રામ્ય રૂટ પર બસ ન જતી હોય તે અંગેની ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત દરેક ડિવિઝનને જરૂરીયાત પ્રમાણે વધારાની બસ ફાળવવા અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી.Dsc 0783આ ઉપરાંત દીવાળી તહેવારો દરમિયાન એકસ્ટ્રા બસો દોડાવવા, ઓવરએજ બસો અને બીજા નવા રૂટ પર સ્લીપર વોલ્વો બસ દોડાવવાની સંભાવના પણ જોવા મળી હતી. સૌરાષ્ટ્રભરના ડેપોમાંથી લાંબા રૂટ જેવા કે અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, ભૂજ, કચ્છ સહિતના રૂટો પર સ્લીપર-વોલ્વો બસ દોડાવવામાં આવે તેની ચર્ચા કરવામાં આવી હતી.

તદઉપરાંત આ મીટીંગ પરિણામો દરેક ડિવિઝનની આવક ખર્ચ, વર્ષોથી બંધ પડેલા ગ્રામ્ય રૂટ અને હજુ પણ અનકવર્ડ ગ્રામ્ય રૂટો સફાઈ, સ્ટાફ, દંડનાત્મક કાર્યવાહી સહિતની બાબતો પર સમીક્ષા કરવામાં આવી હતી.

રાજકોટ, જૂનાગઢ, જામનગર અને ભાવનગર ડિવિઝનના વિભાગીય નિયામકો, વિભાગીય પરિવહન અધિકારીઓ અને વિભાગીય યાત્રીકો ઈજનેરો સહિતનાઓ આ બેઠકમાં હાજર રહ્યા હતા. એમ.ડી.સાથે જનરલ મેનેજર વાઘેલા અને સર્વે સહિતના અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.