Abtak Media Google News

‘એલીસી’ ઉપનામ ધરાવતી આ ખોપડી ૧ વર્ષ ચાર માસના શીશુની છે તેમજ વાંદરાની પ્રજાતિ સાથે સામ્યતા ધરાવે છે

આંતરરાષ્ટ્રીય સંશોધકોની ટીમને કેન્યામાંથી ૧.૩૦ કરોડ વષર પહેલાની માનવ ‘ખોપડી’મળી આવી હતી. આ ‘ખોપડી’પરના સંશોધન પરથી જાણી શકયું હતું કે આ ૧ વર્ષ ચાર માસના બાળકની છે. શિશુવયમાં કોઇ કારણથી મૃત્યુ પામનાર બાળકની આ ‘ખોપડી’પર સંશોધકો દ્વારા વધારે સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું.

Advertisement

આ ‘ખોપડી’ને સંશોધકોએ ‘એલેસી’ ઉપનામ આપ્યું હતું આ ખોપડીની અંદરના ભાગોમાં ખાસ તત્વો જળવાઇ રહ્યા છે. જેના પરથી આ બાળક દેખાવમાં કેવું લાગતું હશે તે જાણી શકાય તેમ છે. આ ‘ખોપડી’ નોર્થ કેન્યાના ખોપડી શોધનાર દ્વારા નાપુડેટ વિસ્તારમાં ટુરકાના તળાવની પુર્વ દિશામાંથી મળી આવી હતી. આ અંગેનો અભ્યાસ ‘જર્નલ નેચર’માં સ્થાપવામાં આવ્યો હતો.

ન્યાન્ઝાપીથેકસ એલેસી નામની પ્રજાતિ આફ્રિકામાં આશરે ૧ કરોડ વર્ષ પૂર્વ વસવાટ કરતી હતી. એવું યુએસની તુર્કાના બેસીન ઇન્સ્ટીટયુટ અને કોલેજ સાથે જોડાયેલા લેખક ઇસાયાહ નેન્ગોએ જણાવ્યું હતું. એલેસી પ્રજાતિના લોકો આફ્રીકાના વિસ્તારમાં રહેતા હતા. તેના દ્વારા આફ્રિકાની મુળ પ્રજાતિના લક્ષણો જાણી શકાય છે.

પ્રજાતિ સાથે વાંદરાઓ ઘણી જ સામ્યતા ધરાવે છે. જેમાં ચિમ્પાન્ઝી, ગોરિલા, ઉરાંગ ઉટાંગ અને ગિબ્બ્ન્સનો સમાવેશ થાય છે. તેની સાથે સામ્યતા ધરાવતા ચિમ્પાન્ઝી ૬ થી ૭ કરોડ વર્ષ પહેલા વસતા હતા જેના ઘણાં જ અસ્થિઓ અને ખોપડીઓ દ્વારા મનુષ્ય કઇ રીતે સામ્યતા ધરાવે છે. તે જાણી શકાશે.

આ નવી મળી આવેલી ‘ખોપડી’ પરથી આફ્રિકાની પરિસ્થિતિ તે વિસ્તારમાં સારી નહી હોય તેવું જાણવા મળ્યું છે. ‘શીશુ’ની આ ખોપડી મળતા સંશોધકોને સંશોધન કરવાના રેકોર્ડ માટે વધુ એક અસ્થિ મળી છે. તેમાંથી ઘણી જ માહીતી મળી છે અને તેને સંશોધકોની ટીમ દ્વારા મશીન દ્વારા નિહાળવામાં આવી રહી છે. જેના અભ્યાસ પરથી જ્ઞાન તંતુઓ વિશેની જાણકારી તેના આંતરિક ભાગો દ્વારા મેળવી શકાય તેમ છે. તેમજ તબકકાવાર તેને દાત ઉગવાના કયારે શરુ થઇ શકે તે પણ જાણી શકાશે એવું ફ્રાન્સના પોલ ટફોરેઉ કે જે યુરોપિયન સિન્ક્રોટ્રોન રેડિયેશન ફ્રેસેલીટીએ જણાવ્યું હતું.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.