Abtak Media Google News

સમુદ્રી સુરક્ષાની દ્રષ્ટિએ પોરબંદરમાં કાર્યરત કોસ્ટગાર્ડ – નેવીને પણ એરપોર્ટ વિસ્તૃતીકરણનો લાભ મળશે – વધુ હેલિકોપ્ટર – એરક્રાફટ ઉતરી શકશે
પ્રવર્તમાન રન-વે વિસ્તૃત થતાં હાલની એર સર્વિસીસની પેસેન્જર વહન ક્ષમતા પણ વધશે
સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક રાજપીપળા એરસ્ટ્રીપ માટે એરપોર્ટ ઓથોરિટીને જમીન ફાળવણી અંગે જિલ્લાતંત્ર સંકલન કરે છે
રાજકોટ-ધોલેરાના આંતરરાષ્ટ્રીય વિમાનીમથકોની માળખાકીય સુવિધાઓ વિકાસ અંગે પરામર્શ

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાના અધ્યક્ષ શ્રી ગુરૂપ્રસાદ મહાપાત્રા સાથે યોજેલી બેઠકમાં પોરબંદર એરપોર્ટના વિસ્તૃતીકરણ તથા હવાઇ સેવાઓના વ્યાપ અને કોસ્ટગાર્ડ – નેવી જેવી સુરક્ષા એજન્સીઓ માટે વ્યાપક સુવિધા અંગે ફળદાયી પરામર્શ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીએ પોરબંદર રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીનું જન્મ સ્થળ હોવા સાથે પ્રવાસન પ્રવૃતિનું પણ મહત્વનું કેન્દ્ર છે તે સંદર્ભમાં આ એરપોર્ટના હાલના રન-વે ને ર૬૦૦ મીટર જેટલો વિસ્તૃત કરવાની કામગીરી માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા સાથે ચર્ચા વિચારણા કરી હતી.

61165480 2485668524819386 536400501411938304 Nતેમણે કહ્યું કે, પોરબંદરમાં સમુદ્રી સુરક્ષાની દ્રષ્ટિએ ઇન્ડીયન કોસ્ટગાર્ડ અને નૌ સેના જેવી એજન્સીઓ પણ કાર્યરત છે ત્યારે ભવિષ્યમાં તેમના વધુ હેલિકોપ્ટર અને એરક્રાફટ લેન્ડીંગ થઇ શકે તે માટે પણ આ રન-વે એકસપાન્શન જરૂરી છે.
એટલું જ નહિ, પોરબંદરથી હાલ અમદાવાદ-મુંબઇ માટે જે પેસેન્જર પ્લેન ચાલે છે તેમાં પણ વધુ વહન ક્ષમતા વાળા પ્લેનની વધારે ફ્રિકવન્સી કરી શકાય અને વધુ પ્રવાસીઓને હવાઇ સેવાનો લાભ મળે તે હેતુથી પ્રવર્તમાન રન-વે ની ૧૩૭ર મીટરની જે લંબાઇ છે તે વધારવી જોઇએ.

એરપોર્ટ ઓથોરિટીના અધ્યક્ષ સાથેની આ બેઠકમાં એવું પણ વિચારણામાં લેવામાં આવ્યું કે, કોસ્ટગાર્ડના સ્ટાફ કવાટર્સ એરપોર્ટ રન-વે નજીક બનાવવામાં આવી રહ્યા છે તે માટે પણ રન-વે વિસ્તૃતીકરણને અસર ન પડે તે રીતે વધુ જમીન ફાળવી શકાય કે કેમ તે અંગેનો શકયતાદર્શી અહેવાલ એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયા તૈયાર કરીને રાજ્ય સરકારને આપશે.મુખ્યમંત્રીએ આ ઉપરાંત સ્ટેચ્યૂ ઓફ યુનિટી કેવડીયાની પણ વિશ્વ પ્રવાસન ધામ તરીકેની વિકસી રહેલી પ્રવૃત્તિઓના સંદર્ભમાં રાજપીપળા નજીક એરસ્ટ્રીપ માટે એરપોર્ટ ઓથોરિટી ઓફ ઇન્ડીયાને જરૂરી જમીન ફાળવણી માટે જિલ્લાતંત્ર દ્વારા સંકલન કરવામાં આવી રહ્યું છે તેમ જણાવ્યું હતું.

61547807 2485668558152716 3896940779620270080 Nઆ બેઠક દરમ્યાન રાજકોટ અને ધોલેરાના આંતરરાષ્ટ્રિય એરપોર્ટના વિકાસ અને અન્ય માળખાકીય સુવિધાઓ અંગે ચર્ચા-પરામર્શ કરવામાં આવ્યો હતો.

મુખ્યમંત્રીના મુખ્ય અગ્ર સચિવ શ્રી કૈલાસનાથન, મુખ્ય સચિવ શ્રી ડૉ. જે. એન. સિંહ, પ્રવાસન અગ્ર સચિવ શ્રી હૈદર વગેરે અધિકારીઓ આ બેઠકમાં જોડાયા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.