Abtak Media Google News

પ્રાર્થના, ભજન, ઘ્યાન, યોગ, વાર્તાકથન, રમતો, સ્વાસ્થ્ય, પર્યાવરણીય સભાનતા વગેરે કાર્યક્રમો યોજાયાં

તાજેતરમાં ઉનાળુ રજાઓમાં રામકૃષ્ણ આશ્રમ, રાજકોટ દ્વારા વિવેક હોલમાં બે શિબીરોનું આયોજન કરવામાં આવ્યું હતું. બન્ને શીબીરોમાં કુલ ૩૮૦ બાળકો હતા. સોમવારથી શનિવાર દરમિયાન ચાલતી આ શીબીરોમાં મુખ્યત્વે પ્રાર્થના, ભજન, યોગ, વાર્તાકથન, રમતો, માનસિક રમતગમત, સ્વાસ્થ્ય સભાનતા, પર્યાવરણીય સભાવના, મૂલ્ય આધારીત ઓડીયો વીજીયુલ, ચર્ચા વિચારણા આશ્રમના સન્યાસીઓ સાથે વાર્તાલાપ જેવા કાર્યક્રમોનો સમાવેશ થયો હતો.

Advertisement

રામકૃષ્ણ આશ્રમના અઘ્યક્ષ સ્વામી નિખિલેશ્વરાનંદજી  મહારાજ સાથેની પ્રશ્ર્નોતરી આ કાર્યક્રમનો વિશિષ્ટ ભાગ હતો. દરરોજ બાળકોને શિબિરના અંતે દરેક ને અલ્પાહાર આપવામાં આવતો હતો. મૂલયલક્ષી કેળવણીનાં પુસ્તકો ભેટ રુપે આપવામાં આવ્યા હતા. ઉપસંહાર કાર્યક્રમમાં માતૃપિતૃપૂજાનો કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં બાળકોએ પોતાના માતાપિતાની જીવીત દેવતામાં રુપમાં પૂજા કરી હતી પૂજાના અંતે માતાપિતાએ આંખમાં આંસુ સાથે પોતાના બાળકોને આલિંગન કર્યુ હતું. જેનાથી ભાવુકતાનો અદભુત માહોલ સજાર્યો હતો. આશ્રમના સન્યાસીઓ ભકતો અને સ્વયસેવકોએ સમગ્ર પ્રવૃતિઓનું સુસંચાલન કર્યુ હતું સમગ્ર કાર્યક્રમના સયોજક સ્વામી વેદનિષ્ઠાનંદ હતા. શીબીરને માતાપિતા તથા બાળકો તરફથી હકારાત્મક પ્રતિભાવ મળ્યો હતો. વર્ષ દરમિયાન આવા કાર્યક્રમો યોજાતા રહે તેવી વિનંતી અને પ્રસ્તાવ કરવામાં આવ્યો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.