Abtak Media Google News

કોરોનાનાં વધતા જતા કેસોને ધ્યાનમાં લઈને જન્માષ્ટમી, ઈદ અને ગણેશ ઉત્સવના તહેવારે ભીડ એકત્ર ન કરવા કલેકટરનાં આદેશને પગલે તમામ તાલુકા મથકો ઉપર તંત્ર દ્વારા સ્થાનિક લોકોને સમજાવાયા

આગામી જન્માષ્ટમી, બકરી ઈદ અને ગણેશ મહોત્સવનાં તહેવારે ભીડ એકત્ર ન કરવા જિલ્લા કલેકટરે આદેશ કર્યો હોય આ આદેશની અમલવારી કરવા જિલ્લાનાં તમામ પ્રાંત અધિકારીઓએ તાલુકા મથકો ઉપર સ્થાનિક અગ્રણીઓ સાથે બેઠક યોજીને તેમને મેળાવડા ન યોજવા સમજાવ્યા હતા.

શ્રાવણ તથા ભાદરવા માસમાં જન્માષ્ટમી, બકરી ઇદ ગણેશ ઉત્સવ વગેરે તહેવારો આવતા હોય આ તહેવારો દરમ્યાન શોભાયાત્રા, મેળા તથા ધાર્મિક કાર્યક્રમો દર વર્ષે અલગ અલગ આયોજકો દ્વારા યોજવામાં આવે છે. ચાલુ વર્ષે સમગ્ર વિશ્ર્વમાં નોવેલ કોરોના વાયરસ રોગ ને વૈશ્ર્વિક મહામારી તરીકે જાહેર કરવામાં આવેલ છે. આ સંજોગોમાં શોભાયાત્રા, મેળા તથા ધાર્મિક મેળાવડા વગેરેનું આયોજન કરવામાં આવે તો મોટી સંખ્યામાં લોકો ભેગા થાય જેથી કોરોના વાયરસનું સંક્રમણ ફેલાવવાની શકયતા વધી જાય. આથી આ બાબતમાં જીલ્લાના સબ ડીવીઝનલ મેજીસ્ટે્રટે દ્વારા તેમના કાર્યક્ષેત્રમાં આવેલ તાલુકાઓના મુખ્ય આયોજકો સાથે તાલુકાવાર બેઠક બોલાવી ચર્ચા વિચારણા કરવામાં આવી હતી.

56465

રાજકોટ ગ્રામ્ય જિલ્લાના સમગ્ર વિસ્તારમાં કોરોના વાયરસનું સંક્રમણ ન ફેલાય તે માટે દર વર્ષે યોજાતા મેળા, રથયાત્રા- શોભાયાત્રા, ગણેશઉત્સવ, કૃષ્ણ જન્મોત્સવ, ઉર્ષનો મેળો વિગેરે ધાર્મિક કાર્યક્રમોના મુખ્ય આયોજકોએ ચાલુ વર્ષ દરમ્યાન કોઇપણ કાર્યક્રમ મેળા રથયાત્રા- શોભાયાત્રા નહી યોજવા સ્વૈચ્છીક રીતે સહમતી આપી છે લોકોને પણ મંદિરો, જાહેર સ્થળો વિગેરે જગ્યાએ ભેગા નહી થવા અપીલ કરાઇ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.