Abtak Media Google News

જામકંડોરાણા, જેતપુર, કાલાવડ, રાજકોટ, જૂનાગઢ વગેરે સ્થળોએ સેવાયજ્ઞના મેગા આયોજનો

આગામી તા. 29/7/2021 ને ગુરૂવારના રોજ ખેડૂત નેતા અને સહકારી ક્ષેત્રમાં મોટું યોગદાન આપનાર વિઠ્ઠલભાઇ રાદડિયાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નીમીતે સૌરાષ્ટ્રભરના જીલ્લા-તાલુકા મથકે મેગા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. તો સાથે સાથે અનેક સ્થળોએ સર્વરોગ નિદાન કેમ્પ પણ યોજાશે. જેતપુર, કાલાવડ, રાજકોટ, પટેલ ગ્રુપ (અરડોઇ, ગુંદાસરા, રાજગઢ, સોળિયા) જામકંડોરણા જુનાગઢ વગેરે સ્થળોએ મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે.

રાજકોટ

જામકંડોરણા તાલુકા પરિવાર રાજકોટ તથા બાલધા એસોસિયેટસ ટેક્ષ ક્ધસલ્ટન્ટ દ્વારા તા. ર9ને ગુરુવારના રોજ સવારે 8.00 થી 3.00 વાગ્યા દરમ્યાન આલ્ફા વન, પર્લ વુમન હોસ્પિટલ બાજુમાં, આસ્થા રેસીડેન્સીની સામે, 1પ0 ફુટ રીંગ રોડ, મવડી, રાજકોટ ખાતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ તકે કેબીનેટ મંત્રી જયેશભાઇ રાદડીયા તથા આરડીસી બેંકના ડિરેકટર લલીતભાઇ રાદડીયા અતિથિ વિશેષ પદે ઉ5સ્થિત રહેશ.

પટેલ ગ્રુપ અરડોઇ, ગુંદાસરા, રાજગઢ, સોળિયા

પટેદ ગ્રુપ  અરડોઇ, ગુંદાસરા, રાજગઢ અને સોળિયા દ્વારા સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની પુણ્યતિથિ નીમીતે તા. ર9-7-2021 ને ગુરૂવારના રોજ સવારે 9 થી સાંજે પ વાગ્યા સુધી લેઉવા પટેલ સમાજ અરડોઇ ખાતે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરાયું છે. નાથાણી બ્લડ બેન્કના સથવારે રકતદાન કેમ્પ યોજાશે.

સરદાર પટેલ યુવા સંગઠન- કાલાવડ

સરદાર પટેલ યુવા સંગઠન કાલાવડ દ્વારા વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વીતીય વાર્ષિક પુણ્યતિથિથી નીમીતે મેગા બ્લડ ડોનેશન કેમ્પ ર9 જુલાઇને ગુરુવારે સવારે 8.30 થી 3.30 સુધી લેઉવા પટેલ સમાજ કાલાવડ ખાતે રાખવામાં આવ્યું છે.

વિઠ્ઠલભાઇ હંસરાજભાઇ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્ટ- જામકંડોરણા

વિઠ્ઠલભાઇ હંસરાજભાઇ રાદડીયા ચેરીટેબલ ટ્રસ્ટ જામકંડોરણા તેમજ ખોડલધામ સમીતી, ખોડલધામ યુવા સમિતિ, ખોડલધામ મહીલા સમીતી,  જામકંડોરણા દ્વારા વિઠ્ઠલભાઇ રાદડીયાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નીમીતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા રકતદાન કેમ્પનું 29 જુલાઇ ગુરુવાર સવારે 9.00 થી 5.00 ક્ધયા વિદ્યાલય જામકંડોરણા ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

આ કેમ્પનો શુભારંભ પૂર્વપ્રમુખ ચેતનાબેન રાદડીયા હસ્તે થશે તેમજ જામકંડોરણા શહેરના અગ્રીમ હરોળના સેવાભાવી આગેવાનો ઉ5સ્થિત રહેશે.આ કેમ્પમાં અનુભવી અને નિષ્ણાંત ડોકટરો સેવા આપશે. તેમજ આ કેમ્પમાં દર્દીઓને નિદાનની સાથે વિનામૂલ્યે દવા આપવામાં આવશે અને લેબોરેટરીની સુવિધા પણ ઉપલબ્ધ હશે.  સર્વરોગ નિદાન તથા રકતદાન કેમ્પનો લાભ લેવા કેબીનેટ મંત્રી જયેશ રાદડીયાએ જણાવ્યું ે. વધુ માહીતી માટે 0284-271440/ 271388 પર સંપર્ક કરવો.

જુનાગઢના રાણપુર ગામે સર્વરોગ નિદાન કેમ્પ

જુનાગઢ જીલ્લા ભાજપ પ્રમુખ કીરીટભાઇ પટેલના સહયોગથી ડો. આકાશ કોરાટ અને (ટીમ)દ્વારા ગૌ.વા. વિઠ્ઠલભાઇ રાદડિયાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નીમીતે સર્વરોગ નિદાન કેમ્પનું આયોજન તા. 29/7/2021 ને ગુરુવારના રોજ સવારે 9.30 થી 1.00 વાગ્યા સુધી જુનાગઢ જીલ્લાના ભેંસાણ તાલુકાના રાણપુર ગામે યોજાશે.

લેઉવા પટેલ સમાજ કેશોદ

પોરબંદરનાં પુર્વ સાંસદ, પુર્વ મંત્રી અને સોરઠનાં સાવજનું બિરૂદ મેળવનાર ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પૂણ્યતિથિ નિમિત્તે કેશોદ શહેરમાં લેઉવા પટેલ સમાજ દ્વારા મહારક્તદાન કેમ્પનું ભવ્ય આયોજન કર્યું છે. કેશોદના પ્રાણપ્રશ્ર્નો ઉકેલવામાં હરહંમેશ તત્પર રહી સિંહફાળો આપ્યો હતો એવાં અડીખમ નેતા ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાને શ્રધ્ધાંજલી અર્પણ કરવાં યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં વધુ પ્રમાણમાં યુવાનોને જોડવા માટે એક મીટીંગ મળી હતી. જેમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ પુત્ર વિવેક કોટડીયા, ટ્રસ્ટી પ્રવીણ ભાલારા, નિરંજનભાઈ પીપલીયા, વી ડી ભાલારા, કરસનભાઈ બરવાડીયા, મથુરભાઈ સિધ્ધપરા, મહેન્દ્રભાઈ ધડુક સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં. ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પૂણ્યતિથિ નિમિત્તે આયોજિત મહારક્તદાન કેમ્પમાં રાજકોટ ડીસ્ટ્રીકટ કો ઓ બેંક નાં ડાયરેક્ટર લલીતભાઈ રાદડિયા ખાસ ઉપસ્થિત રહેશે. કેશોદ પથંકમાં જબ્બર લોકચાહના ધરાવતાં ગૌ.વા. વિઠ્ઠલભાઈ રાદડિયાની બીજી પૂણ્યતિથિ નિમિત્તે યોજાયેલા મહારક્તદાન કેમ્પમાં હાજર રહી રક્તદાન કરી શ્રધ્ધાંજલી આપવા યુવાનો અને યુવતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

મુખ્યમંત્રીના હસ્તે ‘સાવજનું કાળજું’નું ગૌરવવંતુ વિમોચન

સ્વ. વિઠ્ઠલભાઇ રાદડિયાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ નીમીતે પોતાની આભાને ઉજાગર કરતું ‘સાવજનું કાળજું’ પુસ્તકનું આ તકે જાજરમાન વિમોચન થશ. ખેડુત નેતા વિઠ્ઠલભાઇ રાદડિયાની પ્રજાહ્રદયમાં પડેલી અમીટ છાપનો લેખીત દસ્તાવેજ એટલે ‘સાવજનું કાળજું’ જેનું ગૌરવવંતુ વિમોચન મુખ્યમંત્રીના કરકમલો દ્વારા તા. 29-7 ને ગુરુવારના રોજ બપોરે 3.00 કલાકે થશે. વિમોચન કાર્યક્રમ લેઉચા પટેલ સમાજ પાર્ટી પ્લોટ ધોરાજી રોડ, જેતપુર ખાતે યોજાશે.

જેતપુર સીટી કાઉન્સીલ, રાહત સમિતિ તથા ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશન દ્રારા રકતદાન કેમ્પ

સીટી કાઉન્સીલ ઓફ જેતપુર તથા રાહત સમિતિ- જેતપુર તેમજ જેતપુર ડાંઇગ એન્ડ પ્રિન્ટીંગ એશોસીએશન દ્વારા વિઠ્ઠલભાઇ રાદડિયાની દ્વિતીય વાર્ષિક પુણ્યતિથિ તા. 29/7/2021 ગુરૂવારે સવારે 9.00 કલાકેથી સાંજે 5.00 કલાક સુધી લેઉવા પટેલ સમાજ ભવન અને પાર્ટી પ્લોટ ધોરાજી રોડ, જેતપુર ખાતે મેગા સર્વરોગ નિદાન કેમ્પ તથા મહા રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ છે. જયેશભાઇ રાદડિયા (કેબીનેટ મંત્રી ગુજરાત રાજય) તથા વિવિધ ક્ષેત્રના આગેવાનો દ્વારા સર્વરોગ નિદાન કેમ્પ તથા મહા રકતદાન કેમ્પની શુભારંભ કરવામાં આવશે.આ મેગા સર્વરોગ નિદાન કેમ્પમાં વૈદકીય ક્ષેત્રના બહોળા અનુભવવાળા ડોકટરો દ્વારા જેતપુર શહેર તથા ગ્રામ્ય વિસ્તારના જરુરીયાતમંદ દર્દીઓના રોગોનું સચોટ નિદાન કરવામાં આવશે તેમજ દર્દીઓને વિનામૂલ્યે જરુરી દવાઓ પણ આપવામાં આવશે.

આ કેમ્પમાં ડો.વાઘવાણી (એમ.ડી.), ડો. કોટડીયા (એમ.ડી), ડો. ઉઘાડ (એમ.ડી.) ડો. બાલધા (એમ.ડી), ડો. મોવલીયા (એમ.ડી.), ડો. ડોબરીયા (એમ.ડી), ડો. સોજીત્રા (એમ.ડી), ડો. સીઘ્ધપુરા (ગાયનેક સર્જન), ડો. સોજીત્રા (ગાયનેક સર્જન), ડો. પાદરીયા (ગાયનેક સર્જન), ડો. સીદપરા (ઓથોપેડીક સર્જન), ડો. ચુડાસમા (ઓથોપેડીક સર્જન), ડો. જયદિપ (ઓથોપેડીક સર્જન), ડો. સીતાપરા (બાળરોગ નિષ્ણાંત), ડો. શીંગાળા (બાળ રોગ નિષ્ણાંત), ડો. રામદેવ પુત્રા (બાળરોગ નિષ્ણાંત), ડો. ગેડીયા (કાન, નાક, ગળાના સર્જન), ડો. શૈલેષ ગજેરા (દાંતના સર્જન), ડો. નિકુંજ ભુવા (દાંતના સર્જન), ડો. પ્રતિક ભુવા (આંખના સર્જન) વગેરે નિષ્ણાંતો સેવા આપશે.

કેમ્પનો બહોળી સંખ્યામાં લોકોને લાભ લેવા સીટી કાઉન્સીલ જેતપુરના પ્રમુખ મનહર વ્યાસ, સેક્રેટરી મનિષ કરેડ, રાહત સમિતિ ટ્રસ્ટ જેતપુરના પ્રમુખ રાજુભાઇ હીરપરા, મેનેજીંગ ટ્રસ્ટી વસંતભાઇ પટેલ તથા જેતપુર ડાઇંગ એન્ડ પ્રિન્ટીંગ એસોસિયેશનના પ્રમુખ જયંતિભાઇ રામોલિયા, સેક્રેટરી ચેતનભાઇ જોગીએ અનુરોધ કર્યો છે. આ ઉપરાંત સુરેશભાઇ સખરેલીયા, સંજયભાઇ વેકરીયા, કૈલાસભાઇ વૈષ્ણવ, ચંદ્રેશભાઇ ધડુક, હેમંતભાઇ ઢોલરીયા, અમિતભાઇ ટાંક, વિનોદભાઇ સીદપરા તથા મનિષભાઇ પંડયા જહેમત ઉઠાવી રહ્યા છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.