Abtak Media Google News

સાગર સંઘાણી

વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ અને સાઈક્લોનીક સર્ક્યુલેશન કારણે સૌરાષ્ટ્ર સહીત સમગ્ર ગુજરાતમાં કમૌસમી વરસાદ પડી રહ્યો છે ત્યારે જામનગર શહેર અને જિલ્લામાં વેસ્ટર્ન ડીસ્ટર્બન્સ ના કારણે ગઈકાલે મોડી રાત્રી થી હવામાનમાં પલટો આવ્યો હતો, અને જામનગર શહેરમાં પરોઢિયે ગાજવીજ થયા પછી આજે સવારે વરસાદ તૂટી પડ્યો હતો, અને એક ઈંચ પાણી પડી ગયું છે. શહેરના અનેક નીચાણ વાળા વિસ્તારમાં કમોસમી વરસાદને લઈને પાણી ભરાઈ જતાં લોકોમાં ભારે અફરા તફરી સર્જાઇ હતી.

Whatsapp Image 2023 04 29 At 11.07.32

જામનગર શહેર ઉપરાંત જામનગર જિલ્લાના જોડીયામાં અડધો ઇંચ જયારે લાલપુર અને જામજોધપુરમાં પણ વરસાદી ઝાપટા વરસ્યા છે. ધ્રોલ અને કાલાવડમાં પણ વરસાદી માહોલ છે.

Whatsapp Image 2023 04 29 At 11.07.31 1

એકાદ કલાકના સમયગાળા દરમિયાન એક ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળ્યા છે. જામનગર જિલ્લા કલેક્ટર કચેરીના ડિઝાસ્ટર મેનેજમેન્ટ દ્વારા જામનગર શહેરમાં દસ વાગ્યા સુધીમાં ૨૧ મિ.મી. પાણી પડી ગયું હોવાના અહેવાલો જાહેર કરાયા છે. શહેરમાં પડેલા વરસાદના કારણે ભારે અફડા તફડીનો માહોલ સર્જાયો હતો. તેમાંય નીચાણવાળા વિસ્તારમાં પાણી ભરાવા ની ફરિયાદો પણ મળી હતી. જોકે એક કલાક પછી વરસાદ ધીમો પડી જતાં સર્વેએ હાથકારો અનુભવ્યો હતો.

જામનગર શહેર ઉપરાંત ગ્રામ્ય વિસ્તારની વાત કરવામાં આવે તો જામનગર જિલ્લાના જોડીયા અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં પણ વહેલી સવારથી ધોધમાર વરસાદ શરૂ થઈ ગયો હતો, અને જોડીયામાં સવારે ૧૦.૦૦ વાગ્યા સુધીમાં સાત મી.મી. વરસાદ નોંધાયો છે. જ્યારે આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં પણ અડધો ઇંચ પાણી પડી ગયું હોવાના અહેવાલો મળી રહ્યા છે.

Whatsapp Image 2023 04 29 At 11.07.30

ઉપરાંત જિલ્લા ના લાલપુર અને જામજોધપુર પંથકમાં પણ વહેલી સવારે તોફાની પવન સાથે વરસાદી ઝાપટાં વરસ્યા છે. જિલ્લા કલેક્ટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર લાલપુરમાં ત્રણ મી.મી. જ્યારે જામજોધપુરમાં પણ ત્રણ મી.મી. વરસાદ નોંધાયો છે, અને કાલાવડમાં વરસાદી માહોલ બંધાયો છે. જોકે કાલાવડના ગ્રામ્ય પંથકમાં ગઈકાલે મોડી સાંજે સતત બીજા દિવસે પણ કરા સાથે વરસાદ તૂટી પડ્યો હતો, અને ખેડૂતોના ઉભા પાકને નુકસાની થઈ છે.

હજુ પણ આગામી ૨ તારીખ સુધી વરસાદી વાતાવરણ બનેલું રહેશે, તેવી હવામાન ખાતા દ્વારા આગાહી પણ કરવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.