Abtak Media Google News

અમરેલીનાં ખાંભામાં  અઢી ઈંચ,  ઉનામાં  સવા બે ઈચ, ગારિયાધારમાં દોઢ ઈંચ, અમરેલીમાં  સવા ઈંચ,  અને ધોરાજીમાં  એક ઈંચ:  કાલથી ફરી મધ્યમથી ભારે વરસાદની સંભાવના

સૌરાષ્ટ્ર સહિત રાજયભરમાં મેઘાનું જોર ઘટયું છે. આજે સવારે પુરા થતા  છેલ્લા 24 કલાક દરમિયાન 71 તાલુકાઓમાં હળવા ઝાપટાથી  લઈ ચાર ઈંચ સુધી  વરસાદ વરસી ગયો છે. આજે મેઘ વિરામ રહેશે.  છુટાછવાયા  વિસ્તારોમાં  સામાન્ય   વરસાદ પડશે.  દરમિયાન  આવતી કાલથી ફરી વરસાદનું   જોર વધશે  રાજયમાં સીઝનનો  49.21 ટકા જેટલો વરસાદ વરસી ગયો છે.

Advertisement

આજે સવારે  પુરા થતા છેલ્લા  24 કલાકમાં રાજયનાં 71 તાલુકાઓમાં વરસાદ  પડયો હોવાનું  નોંધાયું છે. સૌથી વધુ વરસાદ નવસારીના  ગણદેવીમાં ચાર ઈંચ વરસાદ પડયો હતો. આ ઉપરાંત પારડીમાં 80 મીમી,  ખેરગામમાં 77 મીમી, માંડવીમાં 75 મીમી, ચિખલીમાં  73 મીમી, ખાંભામાં  62 મીમી,  ઉનામાં 55 મીમી, કરજણમાં 53 મીમી,   વ્યારામાં 45 મીમી, કપરાડામાં 42 મીમી, ડભોઈમાં  42 મીમી, નસવાડી, નવસારી, મહુવામા 40 મીમી, ગારીયાધારમાં 36 મીમી, જાફરાબાદમાં 31 મીમી, ધોરાજીમાં  28 મીમી, તાલાલામાં  20 મીમી, સાવરકુંડલામાં 19 મીમી, જેસરમાં 16 મીમી, લાઠીમાં 16મીમી, વિસાવદરમાં  14 મીમી, ગીરગઢડામાં 11 મીમી,  બાબરામાં 10 મીમી અને  જામકંડોરણામાં  8 મીમી વરસાદ વરસ્યો હતો.રાજયમાં આજ સુધીમાં સરેરાશ  49.21 ટકા વરસાદ વરસી ગયો છે.

કચ્છ રિજીયનમાં સૌથી વધુ 112.07 ટકા વરસાદ વરસી ગયો છે. જયારે ઉતર ગુજરાતમાં 50.70 ટકા, પૂર્વ મધ્ય ગુજરાતમાં  35.96 ટકા, સૌરાષ્ટ્રમાં  66.48 ટકા, અને દક્ષિણ ગુજરાતમાં 39.62 ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રના મોટાભાગના  જિલ્લામાં છેલ્લા ત્રણેક  દિવસથી મેઘ વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.  જેના કારણે જળાશયોમાં પાણીની  આવકમાં પણ ઘટાડો નોંધાયો છે.ભાદર ડેમમાં નવુ 0.03 ફૂટ, આજી-3માં  0.23 ફૂટ, ન્યારી-1 ડેમમાં 0.07 ફૂટ,  મચ્છુ-1 ડેમમાં 0.36 ફૂટ, ઘી ડેમમાં  0.16 ફૂટ, વર્તુ-2 ડેમમાં  0.33 ફૂટ અને વઢવાણ ભોગાવો-2 ધોળીધજા ડેમમાં  0.10 ફૂટ પાણીની આવક થવા પામી છે. આવતીકાલથી ફરી મેઘાનું જોર વધશે 16 થી 19 જુલાઈ દરમિયાન  રાજયમાં ફરી ભારેથી અતિભારે વરસાદની આગાહી આપવામાં આવી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.