Abtak Media Google News

જૂલાઇ અને ઓગસ્ટ બાદ અંદાજે દોઢ મહિનો કોરો ગયા બાદ તાજેતરમાં પડેલા વરસાદના લીધે ડેમોમાં નવા પાણીની આવક થઇ છે. જેમાં હાલ સૌરાષ્ટ્રના 37 સહિત રાજ્યના 146 ડેમો હાઇએલર્ટ પર  મુકાયા છે.

કચ્છમાં કચ્છના 20 ડેમોમાંથી હાલ ફતેહગઢ, સુવઇ, ગજણસર, સાનધ્રો, ગોઘાતડ, જંગડીયા, મીઠી, બેરાચીયા, કંકાવટી, ડોણ, ગજોડ, કારાઘોઘા ડેમ ભરાયેલા છે. આમ કચ્છના 20માંથી 12 ડેમ ઓવરફ્લો થઇ રહ્યા છે. આ 12 ડેમ હાઇઅલર્ટ પર છે. ચોંકાવનારી વાત તો એ છે કે સાનધ્રો, ગોધાતડ, જંગડિયા, મીઠી અને બેરાચીયામાં તો હજુ પણ પાણીની આવક ચાલુ છે તેથી આ ડેમ હજુ ઓવરફ્લો થઇ રહ્યા છે !

છેલ્લા 24 કલાકમાં રાજ્યના 60 તાલુકામાં મેઘ મહેર: સૌથી વધુ ખેડા, ઉમરેઠ અને બોટાદના ગઢડામાં દોઢ ઈંચ જયારે માણાવદર, માળીયા હાટીના, ગોંડલમાં એક ઈંચ વરસાદ

આજે રાજકોટ, અમરેલી, ગીર-સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં સામાન્ય વરસાદની આગાહી: બંગાળની ખાડીમાં કાલે નવી સિસ્ટમ સર્જાશે

રાજકોટની જીવાદોરી સમાન આજી-1 ડેમમાં 0.20 ફુટ નવું પાણી આવતા ડેમનું લેવલ 25.20 ફુટ થયું છે. આ જળાશયની કુલ ઉંડાઇ 29 ફુટ છે. તો ડેમ વિસ્તારમાં ગઇકાલે અઢી ઇંચ જેટલો (60 મી.મી.) વરસાદ પડયો હતો. આ જ રીતે 25 ફુટના ન્યારી-1 ડેમમાં પણ 0.20 ફુટ પાણી આવતા ડેમની સપાટી 23.20 ફુટ પર પહોંચી છે. આ ડેમ 90 ટકા ભરાઇ ગયો છે. ચોમાસામાં બે વખત છલકાયો પણ છે.

ગુજરાતમાંથી હવે ધીમે ધીમે ચોમાસાની વિદાય શરૂ થઈ ચૂકી છે. આ દરમિયાન હવે ગુજરાતમાં સિઝનનો 104 ટકા વરસાદ નોંધાયો હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે, હજી પણ રાજ્યના 13% તાલુકામાં 30 ટકાથી વધુ ઘટ છે. છેલ્લા 24 કલાકની વાત કરવામાં આવે તો રાજ્યમાં કુલ 60 તાલુકામાં વરસાદ વરશ્યો છે. જેમાં સૌથી વધુ ખેડા, ઉમરેઠ, બોટાદના ગઢડામાં દોઢ ઈંચ જયારે માણાવદર, માળીયા હાટીના, ગોંડલમાં એક એક ઈંચ વરસાદ વરશ્યો હતો.  રાજ્યમાં બે દિવસ છુટાછવાયા સ્થળોએ હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજે સુરત ડાંગ, તાપી, નવસારી, વલસાડ અને દમન, દાદરાનગર હવેલી ઉપરાંત રાજકોટ, જૂનાગઢ, અમરેલી ગીર-સોમનાથ, અને દીવમાં છુટા છવાયા વરસાદની આગાહી છે.સોમવાર સુધી ઓક્ટોબર સુધીમાં ગુજરાતમાં છુટાછવાયા હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.

ગાંધીનગરમાં ગાંધીનગર અને કલોલ, પાટણ જિલ્લામાં ચાણસ્મા, ભાવનગરમાં જેસર અને પાલીતાણા, છોટા ઉદેપુરમાં નસવાડી, બનાસકાંઠામાં કાંકરેજ, મહેસાણામાં ઊંઝા, અરવલ્લીમાં માલપુર,  અમદાવાદમાં બાવળા, દસ્ક્રોઈ, દેત્રોજ,  હાંસોટ અને ઝઘડીયા, સાણંદ અને વિરમગામ, વડોદરામાં કરજણ, સાવલી અને વાઘોડીયા,, પંચમહાલમાં ઘોઘંબા, સુરેન્દ્રનગરમાં મુળી, રાજકોટમાં જસદણ, પદ્ધારી અને રાજકોટ, તાપીમાં ઉચ્છાલ, અમરેલીમાં જાફરાબાદ અને સાવરકુંડલા, બોટાદમાં રાણપુર, ભરૂચમાં અમોદ, સુરતમાં માંગરોળ અને ઓલપાડ, ખેડામાં ગળતેશ્વર અને ઠાસરા સહિતના આ તાલુકાઓમાં 50થી લઈને 30 ટકા સુધીની વરસાદની ઘટ હોવાનું સામે આવ્યું છે.

2 જી ઓક્ટોબરથી વાવાઝોડાની ગતિવિધિ વધશે. પરંતુ 18-19-20 ઓક્ટોબરના વાવાઝોડાની ગતિવિધિ વધશે. 16 મી ઓક્ટોબરે વાદળવાયું વાતાવરણથી વરસાદ રહેશે. એટલે નવરાત્રિમાં પણ વરસાદ પડશે. ઓક્ટોબરમાં ભયાનક વાવાઝોડું ત્રાટકી શકે છે. ગુજરાત પર પણ આ વિનાશક વાવાઝોડાની અસર જોવા મળશે. વધુમાં તેમણે જણાવ્યું છેકે, આ સમયે બંગાળાનું ચક્રવાત પ્રતિ કલાક 150 સળાવ ની ઝડપે ફૂંકવાની શક્યતા છે. આ વાવાઝોડાની અસર મધ્યપ્રદેશના ભાગોમાં થઇ ગુજરાતને પણ અસર કરશે.

ડાકોર મંદિરના પગથિયા પાણીમાં ડૂબ્યા

ભાદરવી પૂનમના પગલે દર વર્ષે લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ડાકોર મંદિરમાં ભગવાન રણછોડરાયજીના દર્શન માટે આવતા હોય છે. જો કે ડાકોરમાં પડેલા અનરાધાર વરસાદે ડાકોરમાં શ્રદ્ધાળુઓ માટે હાલાકીનું સર્જન કર્યુ . મોડીરાત્રે પડેલા વરસાદમાં ડાકોર પાણી પાણી થયું છે. ડાકોર મંદિરના પગથિયા સુધી ભરાયા પાણી ભરાઇ ગયુ. મંદિર નજીકની દુકાનોમાં પણ પાણી ભરાઇ ગયા હતા. ભારે વરસાદના કારણે પાણી ભરાતા દર્શનાર્થીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. ખેડા જિલ્લામાં વિદાય લઇ રહેલા ચોમાસા વચ્ચે ધોધમાર વરસાદ વરસ્યો છે. ખાસ કરીને યાત્રાધામ ડાકોરમાં ભારે વરસાદ વરસતા ભક્તો મુશ્કેલીમાં મુકાઇ ગયા. ધોધમાર વરસાદ ખાબકતા ડાકોર મંદિરના પગથિયા સુધી પાણી ભરાઇ ગયા હતા. જેના પગલે ભક્તોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો.

અંબાલાલના મતે નવરાત્રિમાં પણ વરસાદની વકી

ખેલૈયાઓ નવરાત્રિની તૈયારી કરી રહ્યાં છે, પરંતું નવરાત્રિમાં વરસાદ પડશે કે નહિ પડે તેની મૂંઝવણ છે. ત્યારે હવે નવરાત્રિને લઈને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી આવી ગઈ છે. નવરાત્રીના પહેલા નોરતે જ ગુજરાતના અનેક સ્થળોઓએ વરસાદની આગાહી છે. 7 ઓક્ટોબર બાદ બંગાળ-અરબ સાગરમાં વરસાદી સિસ્ટમ બનશે. 7 ઓક્ટોબર બાદ રાજ્યના કેટલાક ભાગોમાં હળવા વરસાદની શક્યતા છે. દશેરા દરમિયાન પણ વરસાદની આગાહી છે. 23 સપ્ટેમ્બરથી સૂર્ય તુલા રાશિમાં હોઈ દક્ષિણ ગોડાર્ળમા જતા ચોમાસાની ધીમે ધીમે પીછે હઠ થતી હોય છે. પરંતુ આ વખતે બંગાળાના ઉપસગાર અને અરબસાગરમાં ચક્રવાત સર્જાતા ચોમાસું મોડું ઉઠશે.આજથી બંગાળના ઉપસાગરમાં વરસાદી સિસ્ટમ વધુ બનશે, જેના કારણે ગુજરાતના કેટલાંક વિસ્તારોમાં ભારે વરસાદ થશે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.