Abtak Media Google News
ઝવેરચંદ મેઘાણીના રેખાચિત્ર, હસ્તાક્ષર અને સંસ્મરણોને આલેખતી 4×3 ફૂટની કાળા ગ્રનાઈટની આકર્ષક અને મનોરમ્ય 2 તકતીની સ્થાપના ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી અને ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન દ્વારા થઈ.
03 1
ઝવેરચંદ મેઘાણીના પૌત્ર પિનાકી નાનકભાઈ મેઘાણી, મેઘાણી-ગીતોના મેધાવી લોકગાયક અભેસિંહ રાઠોડ, સંનિષ્ઠ નાયબ પોલીસ અધિક્ષક (લીંબડી) પ્રદીપસિંહ જાડેજા, પીઆઈ પી.ડી. પરમાર, પીએસઆઈ આઈ.કે. શેખ અને જે.જે. ચૌહાણ, નિવૃત્ત નાયબ પોલીસ અધિક્ષક જે.એચ. જલુ તથા પોલીસ-પરિવાર, સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્ય મેરૂભાઈ ખાચર, ચોટીલા નગરપાલિકાના ઉપપ્રમુખ હરેશભાઈ ચૌહાણ, શૈલેષભાઈ ઉપાધ્યાય, ચોટીલા એજ્યુકેશન એન્ડ ચેરીટી ટ્રસ્ટના કિરીટસિંહ રહેવર (મામા), ભાલ નલકાંઠા ખાદી ગ્રામોદ્યોગ મંડળના ગોવિંદસંગભાઈ ડાભી (રાણપુર),પ્રદીપભાઈ ખાચર (પિયાવા), શિક્ષણવિદ્‌ એચ.કે. દવે (સુરેન્દ્રનગર) અને અશ્વિનભાઈ સંઘવી (મુંબઈ), નેશનલ યુથ પ્રોજેક્ટના રાજેશભાઈ ભાતેલીયા (રાજકોટ), ચિરાગભાઈ કોટક સહિત સાહિત્યપ્રેમીઓ અને મેઘાણી-ચાહકો ઉપસ્થિત રહ્યા હતા.
02 2
આ ઐતિહાસિક જન્મસ્થળ ભવ્ય `સ્મારક સંકુલ’ તરીકે વિકાસ પામે તેવી લોકલાગણી છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.