Abtak Media Google News

રાજકોટમાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે

ઉના, ગીરગઢડા પંથકમાં મેઘરાજા મન મુકીને વરસ્યા છે. સવારથી ગીર ગઢડામાં દોઢ ઇંચ વરસાદ પડતા ગીરના તમામ ઝરણાઓ નવસર્જીત થયા છે.

Advertisement

ગીરગઢડાના કાણકીયા, કણેરી, ફાટસર, ધાબાવડ, દ્રોણ, ઇટવાયા, સહિતના ગામડાઓમાં સવારે મેઘરાજાનું આગમન થયું હતું. રાજકોટમાં લોકો ધોધમાર વરસાદની રાહ જોઇ રહ્યા છે.

અમરેલી જિલ્લા સતત પાંચમાં દિવસે મેઘસવારી આવી પહોંચી હતી. ખાંભાના ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ પડ્યો હતો. ખાંભાના બોરાલા, ચકરાવા, પચપચીયા, સાળવા, કાંટાળા સહિતના ગામોમાં વરસાદ પડ્યો હતો. લીલીયા શહેર સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ પડ્યો હતો.

લીલીયાની નાવલી નદીમાં પૂર આવતા રસ્તો બંધ થઇ જતા મુસાફરોએ બાબપુર ગામના જર્જરીત બસસ્ટેન્ડમાં મુસાફરોએ આશરો લીધો હતો. રાજુલાના સાજણવાવ ગામે ધોધમાર વરસાદ પડતા સાજણી નદીમાં પૂર આવતા ગામમાં જવાનો રસ્તો બંધ થઇ ગયો હતો.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.