Abtak Media Google News

શાળાના આચાર્યે કુનેહ જોઇ સોશ્યલ મીડીયાના વિડીયો વાઇરલ કરતા બન્યો સુપરસ્ટાર: જાણવાની ઉત્સુકતા અને પુસ્તકો પ્રત્યેની રુચી દાદ માગી લે તેવી: ધો. ૮ માં ભણતો અજયનો જાણે ગુગલ બોય હોય તે  રીતે દેશ-વિદેશની ઘટનાથી હમેશા નજીક રહે છે

જામ કલ્યાણપુર તાલુકાના નાના એવા સતાપર ગામ મા એક  દલિત પરિવાર મા થી આવતા અને મજૂરી કરી પોતાનો જીવન નિર્વાહ  ચલાવતા નારણભાઈ સાદીયા ને બે દીકરા હોય  પોતાના બે દીકરામા નાનો દીકરો અજય સાદીયા ધોરણ સાત સુધી અભ્યાસ કરી ધોરણ આઠ મા સરકારી શાળામા જાય છે

અદભૂત વાતો કરી આસપાસ તેમજ ગામ મા પણ એક અલગ છાપ ધરાવનાર આ બાળકની નોંધ આખરે તેમના સ્કૂલના આચાર્ય દીનેશ પીઠીયાએ લીધી જ્યારે અજય સ્કૂલ મા પ્રવેશ લીધો તો તેના માસૂમ સવાલોએ શાળા ના આચાર્ય દિનેશ પીઠીયાને અચરજમા મૂકી દીધા હતા અજયે શાળાના આચાર્ય દિનેશભાઈ ને સવાલ કર્યો કે સાહેબ પુલવામાં શાહિદ થયેલા સૈનિકો વિશે આપણે શું વિચાર્યું ત્યારે આ સવાલ સાંભળી શિક્ષકને થયું કે આ બાળકમા અદભૂત શક્તિ છે એટલે તેમણે આ બાળક નો વીડિયો તેમના શિક્ષક સમૂહ મા મુક્યો જોત જોતામા આ વીડિયો ખૂબ વાઇરલ થયો વડા પ્રધાન નરેન્દ્ર મોદી વિશે અદભૂત વાત કરતા તેની વાતો સમગ્ર ગુજરાત મા પ્રશંશાને પાત્ર બની ગયો છે  ત્યારે અજય ની અદભૂત વાતો તેમને સતત ચિંતામા મૂકી દેતી ત્યારે તેમને સાત ધોરણ સુધી અજયને સતાપર શાળામા અભ્યાસ કરાવ્યા બાદ તેને ધોરણ આઠ મા સતાપર પ્રાથમિક શાળામા દાખલ કરાવ્યા બાદ તેની સાચી ઓળખ તેમના આચાર્ય દિનેશ પીઠીયા એ કરી અને તેની અધભૂત વાતો નો એક વીડિયો સોસિયલ મીડિયામા વાઇરલ કર્યો અને તેની દેશભકતીની વાતો રાતો રાત અજયને લોકપ્રિય બનાવી દીધો.

સોશિયલ મીડિયામા ચર્ચા નો વિષય બનેલ અજય ની  ઘર ની સ્થિતિ ખુબજ દયનિય છે અજય ને સારું શિક્ષણ આપી શકે તેટલા પૈસા નારણભાઇ પાસે ના હોય  મજૂરી કરી પેટયું રડતા અને પોતાના પરિવાર નું ગુજરાન ચલાવતા પરિવાર પુત્ર ને ઉચ્ચ અભ્યાસ માટે બહાર તો મોકલવા માંગતો હોય પરંતુ ગરીબી હોઈ પોતાના મોટા દીકરાનો ખર્ચ ઉઠાવી શકે તેમ હાલત મા ના હોય તેવું નારણભાઈ એ જણાવેલ

અજય આજે ગુજરાતભરમા છવાયો છે ત્યારે અજય ની તમામ બાબતો જાણતા સ્વભાવે અતિ બોલકા સ્વભાવ નો અજયની ફેવરીટ રમત ક્રિકેટ છે પણ એના કારણો તેની ભાષામાં જણાવ્યા કે ક્રિકેટ રમવાથી ફોકસ મળે છે ક્રોધ છે તે બોલ પર ઉતારી શકાય છે આવી અનેક વાતો અજયના મુખેથી સાંભળવા મળી હતી તેનું કહેવું છે કે ગ્લોબલ વોર્મિંગ નથી ગોડ વોર્નિંગ છે જો લોકો પ્રદુષણ ફેલાવવાનું બંધ નહીં કરે તો આવનારા ૨૦૨૯ સુધી પૃથ્વીનો નાશ થશે એટલે લોકોએ પ્રદૂષણ ફેલાવવાનું બંધ કરી ધરતી ની રક્ષા કરવી જોઈએ અજયની વાતો મા દેશ ભક્તિ વારંવાર છલકાતી જોવા મળી હતી તે વડાપ્રધાન મોદીનો જબરો ફેન છે મોદી ને તે આદર્શ માનતો હોઈ તેવું લાગ્યું તો તેમને આ મામલે વિપક્ષને સલાહો આપી દીધી રાજકીય નોલેજ પણ તેના મા છલકાતું જોવા મળ્યું તો અજય ગામ મા કોંગ્રેસના લોકો સાથે લાંબી ડિબેટ કરતો હોવાનું સ્થાનિક અગ્રણીઓએ જણાવ્યું હતું ત્યારે અજય ને વર્તમાન સમયમાં ઇરાન અમેરિકા વચ્ચે તણાવ મુદ્દે પણ સવાલો કર્યા તો ખૂબ હોશિયારીથી તેને તેના જવાબો આપ્યા.

અજયનો સોસીયલ મીડિયામા વાઇરલ વીડિયો થયા બાદ સમગ્ર ગુજરાત માંથી હાલ એને લોકો પ્રેમ આપી રહ્યા છે તેનો વીડિયો એક દિવસ મા એક લાખ લોકોએ જોઈ લીધા બાદ ૩૦૦૦ હજારથી વધુ લોકોએ શેર કર્યો હતો  ફોન આવી રહયા છે તેની અજબ ગજબ વાતોથી લોકોને ખૂબ ઉત્સુકતા જાગી છે  તેણે ખેડૂતો મુદ્દે પણ સરકારને અપીલ કરી હતી તેને રૂપાણી સરકારને ખેડૂતો ને મુદ્દે મદદ કરવાની વાત કરી હતી તો જે લોકો ખેડૂતો આપઘાત કરે છે તે ના કરવા જોઈએ તેવી વાત પણ તેણે કરી હતી ગરીબ પરિવારના અજયના અનેક તર્ક સમજવા જેવા હતા તો અનેક જનરલ સવાલોના તેણે આસાનીથી જવાબો આપ્યા હતા સ્કૂલ મા શિક્ષકોના જણાવ્યા અનુસાર તે સતત નવી નવી વાતો કરતો રહે છે જાણવાની ઉત્સુકતા અને પુસ્તકો પ્રત્યેની તેની રૂચિ દાદ માંગી લે તેવી છે તે હંમેશા સ્વચ્છતા અને દેશભક્તિ નો આગ્રહી છે

અજય સાદીયા ઉમરમા નાનો પણ ગામડાનો જાણે ગૂગલ બોય હોઈ તે રીતે દેશ વિદેશની ઘટનાથી હંમેશા નજીક રહે છે ન્યુઝ ચેનલોના સમાચાર દેશ વિદેશ ની ઘટના તેને જોયા બાદ તરત યાદ રહી જાય છે કોઈ પણ મુલાકાત ની વાતો તેને હંમેશા યાદ રહી જાય છે સટીક વાતોથી તે ગામ મા દલીલો કરે છે અને લોકો પણ તેની સાથે કલાકો સુધી વાતો કરતા થાકતા નથી  અજય સાદીયા સતાપર ગામના રામકુંડ વિસ્તાર મા રહે છે અને તેની સ્કૂલ ૧ કિલોમીટર દૂર તે ચાલી ને સ્કૂલ જાય છે તેની ઈચ્છા છે તેની પાસે સાઇકલ હોઈ જેથી તે જલ્દી સ્કૂલ પહોંચી જાય તેને મોબાઈલ નો ગજબ શોખ છે રેડિયો સાંભળવો ટીવી મા ધાર્મિક સિરિયલો જોવી ન્યુઝ ચેનલો જોવી તેનો શોખ છે આશા રાખીએ કે અજબ ગજબ એવા અજય ખૂબ આગળ વધે અને દેશ અને ગુજરાત રાજ્ય તેમજ તેના ગામ અને તેના પરિવાર નું નામ રોશન કરે

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.