Abtak Media Google News

ઝાપટાથી લઇ સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ: મુરઝાતી મોલાતને મળ્યું જીવન દાન: લાલપુરના મેમાણા ગામે વીજળી પડતા છ ઘાયલ

સૌરાષ્ટ્રમાં મેઘરાજાએ અષાઢી બીજનુ: મુહુર્ત સાચવતા જગતાત આનંરાત થઇ ગયો છે. મુરઝાતી મોલાતને જીવનદાન મળ્યું છે. સૌરાષ્ટ્ર ઉપરાંત ઉત્તર, દક્ષિણ, પૂર્વ અને મઘ્ય ગુજરાતમાં પણ મેઘરાજાએ મહેર ઉતારી હતી. સૌરાષ્ટ્રમાં હળવા ઝાપટાથી માંડી સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી ગયો છે. આજ પણ હળવાથી મઘ્યમ વરસાદની આગાહી વ્યકત કરવામાં આવી છે. લાલપુરના મેમાણા ગામે સીમમાં વીજળી પડતા છ વ્યકિતઓને ઇજા થવા પામી હતી.

સ્ટેટ ક્ધટ્રોલ‚મના સુત્રોના જણાવ્યાનુસાર આજે સવારે પુરા થતાં છેલ્લા ર૪ કલાક દરમીયાન રાજયના ૩૩ પૈકી ૩૧ જીલ્લાના ૧૩૭ તાલુકાઓમાં વરસાદ પડયો હોવાનું નોંધાયું છે. સૌથી વધુ વરસાદ ભ‚ચ જીલ્લાના અંકલેશ્ર્વર તાલુકામાં ૯૧ મી.મી. પડયો હોવાનેંુ નોંધાયું છે. ચાલુ સાલ ચોમાસાની સીઝનનો કુલ ૯.૯૩ ટકા વરસાદ વરસી ગયો છે. સૌરાષ્ટ્રમાં ઝાપટાથી લઇ સાડા ત્રણ ઇંચ સુધી વરસાદ વરસી ગયો હતો. આજે સવારથી વાદળ છાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે.

સૌરાષ્ટ્રમાં  સુરેન્દ્રનગર જીલ્લામાં દશાડામાં ૪પ મી.મી., વઢવાણમાં ૫૮ મી.મી., રાજકોટ જીલ્લામાં ધોરાજીમાં ૧૮ મી.મી., જેતપુરમાં ૧૧ મીમી, રાજકોટમાં રર મી.મી., ઉપલેટામાં ૩૪ મી.મી., વીછીંયામાં ૬ મી.મી., મોરબી જીલ્લાના માળીયા મીંયાણામાં ૧૯ મી.મી., મોરબીમાં ૧૧ મી.મી., ટંકારામાં ૨૯ મી.મી., ધ્રોલમાં ર મી.મી., જામજોધપુરમાં ર૩ મી.મી, જામનગરમાં રર મી.મી., જોડીયામાં ૩પ મી.મી., લાલપુરમાં ૮ મી.મી, દેવભૂમિ દ્વારકા જીલ્લામાં ૧ર મી.મી, ખંભાળીયામાં ૩૭ મી.મી., જુનાગઢમાં ૩ર મી.મી., કેશોદમાં ૧ર મી.મી., મેંદરડામાં રર મી.મી., વંથલીમાં રર મી.મી., વિસાવદરમાં ૪૩ મી.મી., ગીર સોમનાથ જીલ્લામાં ગીરગઢડામાં ૪૦ મી.મી., તાલાલામાં ૧૪ મી.મી. અમરેલી જીલ્લાના જાફરાબાદમાં ૪૦ મી.મી., રાજુલામાં રપ મી.મી, ભાવનગર જીલ્લાના તળાજામાં ર૦ મી.મી. વરસાદ પડયો હતો. આ ઉપરાંત રાજયમાં અંકલેશ્ર્વર, કુકરમૂંડામાં ચાર ઇંચ નેગાંગ અને ધરમપુરમાં ત્રણ ઇંચ વરસાદ પડયો હોવાનું નોંધાયું છે.

ઉના:લોકો વરસાદની આતુરતા પૂર્વક રાહ જોઇ રહ્યા છે મેઘરાજા મનાવવા ઠેર ઠેર પ્રાર્થનાઓ થઇ રહી છે. એક તરફ ગગનમાં વાદળો ઘેરાય છે. પણ વરસતા નથી ત્યારે દરિયા દેવ પણ વ‚ણદેવને મનાવવા પ્રાર્થના કરતા હોય એવું દ્રશ્ય કેમેરામાં કલિક થઇ ગયું હતું.

ધોરાજી:ધોરાજીમાં અષાઢી બીજ દિવસ હોય અને ખેડૂતો ચીંતા હળવી થઈ છે. સવારથી જ ખુબજ બફારો જોવા મળયો હતો બપોરના રોજ  અચાનક વાતાવરણ માં પલ્ટો આવતાં પવન સાથે ધીમીધારે વરસાદ શ‚ થયો અને શહેરના તમામ માર્ગો પાણી પાણી થઈ ગયાં હતાં અને અગાશી પર અને માર્ગો પર લોકો ગરમીથી રાહત મેળવવા માટે અને વરસાદમાં ન્હાવા માટે જોવા મળ્યા હતા અને અમુક લોકો એ વરસાદ થી બચવા માટે છત્રી લઇને જોવા મળ્યા હતા.

લાલપુર:લાલપુર તાલુકાના મેમાણા ગામની વાડીમાં ગાજવીજ સમયે અચાનક વાડીમાં વીજળી ખાબકતા લાલુભા ચંદુભાઇ ની વાડીમાં કામ કરતા આદીવાસી મંજરો (૧) મનાભાઇ (૨) ભાયાભાઇ (૩) અંતરબેન (૪) ગુદંરીબેન (૫) બાયડાબેન (૬) ભુરીબેન વીજળી પડતા નાની મોટી ઇજાઓ થયેલી તે દરમ્યાન આજુબાજુના લોકો એકઠા થયાં અને લાલુભાએ ઇમરજન્સી ૧૦૮ બોલાવી લાલપુર સરકારી હોસ્પિટલમાં ખસેડીયા જ્યાં સારવાર ઈજાગ્રસ્તોને ઇમરજન્સી સારવાર મળી જતા હાલ ભાનમાં હોય અને વધારે તકલીફો ના હોવાનું તબીબી જણાવેલું છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.