Abtak Media Google News

ધારાસભ્ય, મેઘવાળ સમાજના વિદ્યાર્થીઓ સહિત બહોળી સંખ્યામાં લોકો હાજર રહ્યા

કાલાવડ તાલુકાના નિકાવા ખાતે સમસ્ત મેઘવાળ સમાજ દ્વારા ડો.આંબેડકર ભવન કોમ્યુનિટી હોલનું લોકાર્પણ તેમજ ૭૬ કાલાવડ વિધાનસભાના લોકપ્રિય ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયાનો સન્માન સમારોહ તેમજ મેઘવાળ સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોનો પ્રોત્સાહિત ઈનામ વિતરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

જે કાર્યક્રમની શરૂઆત દીપ પ્રાગટયથી કરવામાં આવી હતી. દીપ પ્રાગટય બાદ ડો.આંબેડકર ભવન કોમ્યુનીટી હોલનું રીબીન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતુ ત્યારબાદ સમસ્ત નિકાવા મેઘવાળ સમાજના મોભીઓ દ્વારા માન. ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયાનું ફૂલહારથી સન્માન કરવામાં આવ્યુંહતુ. નિકાવાના સરપંચ રાજુભાઈ મારવીયાની આગેવાનીમાં નિકાવા ગ્રામ પંચાયતની ટીમ દ્વારા નિકાવા ગ્રામ પંચાયત વતી ધારાસભ્યને મામેન્ટો આપી સન્માનીત કરવામાં આવ્યા હતા. તેમજ પધારેલા આમંત્રીત મહેમાનોનું ફૂલહાર તેમજ સાલ ઓઢાડી આયોજકો દ્વારા સન્માન કરવામાં આવ્યા હતા. તેમજ મેઘવાળ સમાજના વિદ્યાર્થી ભાઈઓ બહેનોને પ્રોત્સાહીત કરવા આયોજકો દ્વારા ઈનામ વિતરણ કરી સન્માનીત કરવામાં આવ્યા હતા. જે કાર્યક્રમમાં કાલાવડ તાલુકાના મેઘવાળ સમાજના અગ્રણીઓ ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયા, જામનગર જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન જે.પી. મારવીયા, નિકાવા ગામના સરપંચ રાજુભાઈ મારવીયા, નિકાવા ગ્રામ પંચાયતના સદસ્યઓ. તેમજ તાલુકાના અધિકારીઓ પદાધિકારીઓ તાલુકાના અનુસુચિત જાતીના સરપંચો સહિતના મેઘવાળ સમાજના વડીલો ઉપસ્થિત રહ્યા હતા.તેમજ ધારાસભ્ય પ્રવિણભાઈ મુસડીયા, દ્વારા સમાજમાં શિક્ષણ ઉત્થાન, વ્યસન મૂકિત તેમજ ભગવાન બુધ્ધ વિષે પ્રેરણાદાયી પ્રવચન આપેલ હતુ. સમગ્ર કાર્યક્રમનું સંચાલન ધીરજલાલ બી. પાતર દ્વારા કરવામાં આવેલ હતુ. તેમજ સમાજના નામી અનામી લોકો દ્વારા ડો. આંબેડકર ભવન કોમ્યુનિટી હોલમાં અલગ અલગ ભેટ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં નિકાવા મેઘવાળ સમાજના વિદ્યાર્થીઓ તથા ભાઈઓ બહેનો તેમજ ગામના આગેવાનો સહિત બહોળી સંખ્યામાં સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.