Abtak Media Google News
  • પરિવાર સાથે પ્રસંગમાંથી પરત ફરતી વેળાએ સર્જાઈ કરુણાંતિકા
મેંદરડા તાલુકાના લીમધરા ગામે રહેતો પરિવાર પ્રસંગમાંથી પરત આવતો હતો ત્યારે તેમની કાર ઝાડ સાથે અથડાતાં સર્જાયેલા અકસ્માતમાં ગંભીર રીતે ઘાયલ યુવતીનું સારવારમાં મોત નિપજ્યું હતું.
આ અંગેની પોલીસમાંથી પ્રાપ્ત વિગત મુજબ મેંદરડાનાં લીમધરા ગામે રહેતા યોગેશભાઈ નાકરાણી કારમાં પોતાના પરિવાર સાથે પ્રસંગમાં ગયા હતા. જ્યાંથી ગત તા. ૬મેના રોજ પરત ફરતી વેળાએ મેંદરડા નજીક નાગલપુર ગામ પાસે ઝાડ સાથે અથડાતા અકસ્માત સર્જાયો હતો.જેમાં ઘવાયેલી યોગેશભાઈની પુત્રી યામિનીબેન (ઉ.વ.૩૫)ને તાત્કાલિક સારવાર માટે મેંદરડા ત્યારબાદ જૂનાગઢ અને ત્યાંથી વધુ સારવાર માટે રાજકોટ ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
જ્યાં ચાલુ સારવાર દરમિયાન તોડતા પરિવારમાં કલ્પાંત છવાયો છે. આ અંગે જાણ થતા ગાંધીગ્રામ પોલીસ મથકના સ્ટાફે મૃતદેહને પીએમ અર્થે ખસેડી આગળની કાર્યવાહી હાથ ધરી છે.

Advertisement

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.