Abtak Media Google News

સરકારી અનાજનો જથ્થો રાખનાર શખ્સને એસ.ઓ.જી પોલીસે ઝડપી લીધો

ગુજરાત સરકારશ્રીની જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ સબસીડીથી રેશનકાર્ડ ધારકોને વિતરણ કરવાના જથ્થાની કાળા બજારી કરતા ઇસમને પી.બી.એમ. ધારા હેઠળ અટકાયતમાં લઇ જેલ હવાલે  સ્પેશ્યલ ઓપરેશન ગૃપ સુરેન્દ્રનગર દ્વારા કરવામાં આવ્યો છે.કાળા બજારી અટકાવવા અને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા બાબતનાં અધિનિયમ-1980 તળેનાં આરોપી મહાવીરસિંહ અજીતસિંહ રાણા રહે.ડેરવાળા તા.લખતર જી.સુરેન્દ્રનગર વાળાને અટકાયતમાં લઇ સેન્ટ્રલ જેલ લાજપોર સુરત હવાલે કર્યા છે.

Advertisement

પોલીસ અધિક્ષક હરેશ દુધાત  નાઓએ જિલ્લામાં ગેરકાયદેસર અનાજનો સંગ્રહ અને વિતરણની પ્રવૃતિ સંપુર્ણપણે નેસ્તનાબુદ કરવા તેમજ જિલ્લામાં કોઇપણ જગ્યાએ જાહેર વિતરણ વ્યવસ્થાના અનાજનો જથ્થો હેરફેર થતો હોય કે સંગ્રહની ગેર કાયદેસરની પ્રવૃતિ શોધી કાઢવા તેમજ આવા આરોપી વિરૂધ્ધ કાળા બજારી અટકાવવા અને આવશ્યક ચીજ વસ્તુઓનો પુરવઠો જાળવી રાખવા બાબતનાં અધિનિયમ-1980 હેઠળ અટકાયતમાં લેવા થયેલ હુકમની બજવણી કરવા સુચના આપેલ.

જે બાબતે હકીકત એવી છે. કે, લખતર પો.સ્ટે. વિસ્તારમાં ગઇ તા.11/11/2021 ના રોજ અન્નપુણા મેટલની પાછા લખતર ખાતેથી મહાવીરસિંહ અજીતસિંહ રાણા રહે. ડેરવાળા તા.લખતરવાળાના પ્રાઇવેટ ગોડાઉનમાંથી સરકારી જાહેર વિતરણ વ્યવસ્થાનું ઘઉં, ચોખા તથા ખાંડ કુલ કદ્દા નંગ-1817 કિ.રૂ. 24,70,700/ નો મુદામાલ મળી આવતા લખતર પો.સ્ટે. ના ગુ.ર.નં-11211030210/2021 થી ગુન્સ દાખલ કરવામાં આવેલ જેમાં આરોપી. મહાવીરસિંહ અજીતસિંહ રાણા રહે. ડેરવાળા તા.લખતર જી.સુરેન્દ્રનગર વાળાની ધરપકડ કરી સુરેન્દ્રનગર સબ જેલમાં મોકલી આપેલ.જે આરોપી ને મ્હે. જિલ્લા મેજીસ્ટ્રેટ સાહેબ સુરેન્દ્રનગરનાઓએ પી,બી,એમ, ધારા હેઠળ અટકાયત કરવા વોરન્ટ ઇસ્યુ કરી ધોરણસર બજવણી કરવા અને જેલ હવાલે કરવા હુકમ કરેલ જે હુકમની બજવણી માટે પોલીસ અધિક્ષક શ્રી સુરેન્દ્રનગરના માર્ગદર્શન અન્વયે શ્રી વી.વી.ત્રિવેદી પોલીસ ઇન્સ્પેકટર એસ.ઓ.જી. સુરેન્દ્રનગર નાઓએ આરોપી મહાવીરસિંહ અજીતસિંહ રાણા રહે.ડેરવાળા તા.લખતર જી.સુરેન્દ્રનગર વાળાને તા.ર6/04/2022 ના કલાક 20/00 વાગ્યે અટકાયતમાં લઇ પી.બી.એમ. વોરન્ટ ની ધોરણસર બજવણી કરી મધ્યસ્થ જેલ લાજપોર સુરત જેલ હવાલે કરેલ છે.

© 2011 - 2024 Abtak Media. Designed by ePaper Solution.